Mehsana: મોઢેરા સૂર્ય મંદિર હવે સૌર ઉર્જાથી ઝળહળશે, 69 કરોડના ખર્ચે તૈયાર થનાર દેશનો પ્રથમ પ્રોજેકટ

|

Jun 06, 2021 | 8:06 PM

મોઢેરા ખાતે બંધાયેલા સૂર્ય મંદિર (Sun Temple, Modhera)ને સૌર (Solar) ઉર્જાથી પ્રજ્વલિત કરવાનો નવતર પ્રોજેક્ટ ગુજરાત સરકાર તેમજ કેન્દ્રના સહયોગથી થઈ રહ્યો છે. જે આ મહિના સુધીમાં પૂર્ણ કરવાનો ટાર્ગેટ છે.

Mehsana: મોઢેરા સૂર્ય મંદિર હવે સૌર ઉર્જાથી ઝળહળશે, 69 કરોડના ખર્ચે તૈયાર થનાર દેશનો પ્રથમ પ્રોજેકટ
સૂર્યમંદિર

Follow us on

Mehsana: સૂર્ય દેવની આરાધના માટે રાજા ભીમદેવ પહેલાના દ્વારા 11મી સદીમાં મહેસાણા જિલ્લાના અને બહુચરાજી તાલુકાના મોઢેરા ખાતે બંધાયેલા સૂર્ય મંદિર (Sun Temple, Modhera)ને સૌર (Solar) ઉર્જાથી પ્રજ્વલિત કરવાનો નવતર પ્રોજેક્ટ ગુજરાત સરકાર તેમજ કેન્દ્રના સહયોગથી થઈ રહ્યો છે. જે આ મહિના સુધીમાં પૂર્ણ કરવાનો ટાર્ગેટ છે. બાદમાં વડાપ્રધાન મોદીના હસ્તે આ પ્રોજેક્ટનું લોકાર્પણ થશે.

 

મોઢેરા સૂર્ય મંદિર સહિત મોઢેરા ગામ હવે સૌર ઉર્જાથી ઉર્જામય થવાની તૈયારીમાં છે. અહીં સૌર ઉર્જા પ્લાન્ટ તૈયાર થઈ રહ્યો છે. જેની વિશેષતા એ છે કે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ બીઈએસએસ ધરાવતા પ્રોજેક્ટમાં ઉત્પાદિત સોલર એનર્જીનો ઉપયોગ રાત્રે પણ થશે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?

 

ભારતમાં પહેલીવાર આ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. રૂ. 69 કરોડના કુલ ખર્ચ ધરાવતો આ પ્રોજેક્ટ રાજ્ય સરકારની નોડલ એજન્સી ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ દ્વારા મહિન્દ્રા જૂથની કંપની મહિન્દ્રા સસ્તેન પ્રાઈવેટ લિમિટેડનો છે. જેને દક્ષિણ કોરિયાથી ટેકનોલોજી આયાત કરી છે.

 

સૂર્ય મંદિરથી ત્રણ કિલોમીટર દૂર સુજાનપુરા ખાતે રાજ્ય સરકારે બાર એકર જમીન ફાળવી છે. જ્યાં જમીનમાં ઉપર સોલર ફોટોવોલ્ટેઈક પેનલ લગાવી ત્રણ મેગાવોટ એક એવા બે યુનિટ મેગા વોટની ક્ષમતાવાળા પ્રોજેક્ટ ઊભા થશે. સાથે સાથે લીથીયમ બેટરીવાળી બીએસએસ ટેકનોલોજી સર્જાશે. અહીં ઉત્પાદિત સોલર એનર્જી મોઢેરા ગામના કુલ 1,610 ઘરને તથા સૂર્ય મંદિરને દિવસ-રાત સૌર ઊર્જા પૂરી પાડવામાં આવશે.

પ્રતિકાત્મક તસવીર

કુલ ઘરો પૈકીના 271 ઘર ઉપર એક એક કિલો વોટની રુફટોપ સિસ્ટમ પણ લાગી રહી છે, જે વીજળી ઘર માલિકો ગ્રેડમાં વહેંચી પણ શકશે. જેને માટે સ્માર્ટ મીટર પણ લાગશે કેન્દ્રના બિન પરંપરાગત ઉર્જા પર પ્રભાવ કે આ પ્રોજેક્ટ માટે 50 ટકા લેખે રૂપિયા 32.5 કરોડ ફાળવ્યા છે. જ્યારે સૂર્ય મંદિર આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયા હસ્તક હોવાથી તેની પરમિશન મેળવી છે અને મંદિરના પરિસરમાં પાર્કિંગ પ્લોટ ખાતેથી સમગ્ર સિસ્ટમ ઓપરેટ થશે.

 

અત્યારે મોઢેરા ગામ વાસીઓની તથા મંદિરની વીજળીની જરૂરિયાત કલાક દીઠ માત્ર દસ હજાર યુનિટ છે. પરંતુ ભવિષ્યની જરૂરિયાતો ધ્યાને રાખી કલાક 150 લાખ યુનિટ વીજ ઉત્પાદન આ પ્રોજેક્ટમાં થશે. ગત બુધવારે મંત્રીમંડળની બેઠક સાથે સચિવોની સમિતિની બેઠકમાં રાજ્યના 30થી 35 જેટલા મોટા પ્રોજેક્ટની સમીક્ષા મુખ્ય સચિવ અનિલ મુકીમ દ્વારા કરાઈ હતી.

 

જેમાં મોઢેરા સૂર્ય મંદિરના સોલર પ્રોજેક્ટની પણ વિસ્તૃત ચર્ચા થઈ હતી. આ બધા મોટા પ્રોજેક્ટો અંગે ઝડપી પાર પાડવા માટે અનિલ મૂકીમે અધિકારીઓને સૂચના પણ આપી છે. સૂર્ય મંદિર અને સૌર ઉર્જાના અનોખા સંગમનો સમન્વય મોઢેરા ખાતે થવા જઈ રહ્યો છે, જેને લઈ મોઢેરા સૂર્ય મંદિર હવે દિવસ રાત સૌર ઉર્જાથી ઝળહળશે તેમજ મોઢેરા પ્રથમ સોલર વિલેજ પણ બનશે. ભારતના પ્રથમ સૌથી મોટા સૂર્ય ઉર્જા પ્રોજેક્ટનું કામ મોઢેરાને મળતા મોઢેરાના ગ્રામજનો સહિત બહુચરાજી તાલુકા વાસીઓ આભાર વ્યક્ત કરી રહ્યા છે.

Next Article