Mehsana: વિજાપુરમાં પૂર્વ ધારાસભ્ય પીઆઈ પટેલની તિરંગા યાત્રામા ધારાસભ્ય રમણ પટેલની ગેરહાજરી, રમણ પટેલે કાર્યક્રમને વ્યક્તિગત ગણાવ્યો

|

Aug 08, 2022 | 1:20 PM

Mehsana : વિજાપુરમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા પૂર્વ ધારાસભ્ય પી.આઈ. પટેલે તિરંગા યાત્રાના નામે શક્તિ પ્રદર્શન કર્યુ. જો કે આ કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્ય રમણ પટેલ હાજર રહ્યા હતા ન હતા આથી બંને વચ્ચેનો આંતરિક વિવાદ સપાટી પર જોવા મળ્યો.

Mehsana: વિજાપુરમાં પૂર્વ ધારાસભ્ય પીઆઈ પટેલની તિરંગા યાત્રામા ધારાસભ્ય રમણ પટેલની ગેરહાજરી, રમણ પટેલે કાર્યક્રમને વ્યક્તિગત ગણાવ્યો
પીઆઈ પટેલની તિરંગા યાત્રા

Follow us on

મહેસાણા(Mehsana)ના વિજાપુરમાં હર ઘર તિરંગા યાત્રા (Tiranga Yatra)ના કાર્યક્રમના બહાને પૂર્વ ધારાસભ્ય પી.આઇ. પટેલે શક્તિ પ્રદર્શન યોજ્યું. આ કાર્યક્રમમાં ભાજપ (BJP)ના તમામ સ્થાનિક નેતાઓ ઉપસ્થિત રહ્યા પરંતુ વિજાપુરના હાલના ધારાસભ્ય રમણ પટેલ ગેરહાજર રહ્યા. જે બાદ બંને નેતાઓ વચ્ચેની આંતરિક ખેંચતાણ સપાટી પર આવી છે. ધારાસભ્ય રમણ પટેલે સમગ્ર મુદ્દે પ્રતિક્રિયા આપી પી.આઇ. પટેલ પર નિશાન સાધતા કહ્યું કે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા પી.આઇ. પટેલની માનસિકતા ખોટું બોલવાની છે. તેમણે કરેલો કાર્યક્રમ પાર્ટીનો કાર્યક્રમ નથી. તેમણે વિકાસ સમિતિના નામે કાર્યક્રમ કર્યો છે. આ કાર્યક્રમને ભાજપ સાથે કોઇ લેવાદેવા નથી.

ભાજપનો કાર્યક્રમ 12 અને 13 તારીખે યોજાશે. પી.આઇ. પટેલે રમણ પટેલ પર પલટવાર કરતા કહ્યું કે તેઓ ભાજપના જ કાર્યકરો વચ્ચે સંકલન સાધી શકતા નથી અને તેમને સાચવી શકતા નથી. બીજી તરફ પૂર્વ ધારાસભ્ય કાંતિ પટેલ પણ રમણ પટેલના સમર્થનમાં આવ્યા છે. તેમણે કહ્યું કે પી.આઇ. પટેલ ભાજપને તોડવાનું ષડયંત્ર રચી રહ્યા છે. તેમને સત્તા સિવાય બીજા કોઇમાં રસ નથી

રમણ પટેલનો કાર્યક્રમનો પાર્ટીનો કાર્યક્રમ ગણવાનો ઈનકાર

રમણ પટેલે વધુમાં જણાવ્યુ કે ભારતીય જનતા પાર્ટી દ્વારા તિરંગા યાત્રાનુ આયોજન 12મી અને 13મી ઓગષ્ટે કરવામાં આવ્યુ છે. આ દરમિયાન કોઈ ગૃપ રચીને વિજાપુર તાલુકા સમિતિના નામે આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને આ કાર્યક્રમથી હું બિલકુલ અજાણ છુ. તો રમણ પટેલે વધુમાં કહ્યુ કે એ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીનો ચાલુ હોદ્દેદાર કોઈ જોડાયા નથી કે ના તો કોઈ સિટિંગ ધારાસભ્ય તેમા જોડાયા છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

તો બીજી તરફ પી.આઈ. પટેલે જણાવ્યુ કે તાલુકાની અંદર જગજાહેર કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને અમે કોઈને આવવા માટે ના નથી પાડી, જેને આવવુ હોય તે આવી શકે છે. ક્યારેય અમે ના પાડવાના નથી. આ કાર્યક્રમમાં ધારાસભ્ય રમણ પટેલની ગેરહાજરી ઉડીને આંખે વળગી હતી તેના વિશે પર પૂછવામાં આવતા તેમણે કહ્યુ કે તેઓ તેમના મનથી નથી આવ્યા અમે ક્યારેય એમને ના પાડી નથી. તો રમણ પટેલની નારાજગી અંગે તેમણે જણાવ્યુ કે ધારાસભ્ય ભાજપથી નારાજ નથી, પરંતુ તાલુકાની ભાજપની વિચારસરણી સાથે તેઓ તાલમેલ સાધી શક્તા નથી.

ઈનપુટ ક્રેડિટ- મનિષ મિસ્ત્રી- મહેસાણા

Published On - 4:45 pm, Sun, 7 August 22

Next Article