AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

International Yoga Day 2023: મહેસાણા ખાતે વિશ્વ યોગ દિવસ નિમિત્તે પોલીસ વિભાગ દ્વારા બાઈક રેલી યોજાઈ, જિલ્લા પોલીસ અધિક્ષક રહ્યા ઉપસ્થિત

વિશ્વ યોગ દિવસની દેશભરમાં ઉજવણી થનાર છે. જે અંતર્ગત મહેસાણા જિલ્લામાં પોલીસ વિભાગ દ્વારા બાઈલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બાઈક રેલીને જિલ્લા પોલીસ અધિક્ષક અચલ ત્યાગીના વરદ હસ્તે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

International Yoga Day 2023: મહેસાણા ખાતે વિશ્વ યોગ દિવસ નિમિત્તે પોલીસ વિભાગ દ્વારા બાઈક રેલી યોજાઈ, જિલ્લા પોલીસ અધિક્ષક રહ્યા ઉપસ્થિત
International Yoga Day 2023
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 19, 2023 | 7:30 AM
Share

Mehsana: આગામી 21 જૂન 2023ના રોજ “એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય”ની થીમ પર વિશ્વ યોગ દિવસની (International Yoga Day 2023) દેશભરમાં ઉજવણી થવાની છે. જે અંતર્ગત મહેસાણા (Mehsana) જિલ્લામાં પોલીસ વિભાગ દ્વારા બાઈલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બાઈક રેલીને જિલ્લા પોલીસ અધિક્ષક અચલ ત્યાગીના વરદ હસ્તે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

મહેસાણા જિલ્લામાં પોલીસ હેડ ક્વાટર્સ ખાતે 21 જૂને વહેલી સવારથી યોગ દિવસની ઉજવણી થવાની છે. આ ઉપરાંત આઇકોનીક સ્થળોમાં શર્મિષ્ઠા તળાવ અને સાર્વજનિક સ્કુલ સહિત જિલ્લાના અન્ય ત્રણ હજાર જેટલા સ્થળોએ થનાર યોગ દિવસની ઉજવણીમાં 06 લાખથી વધુ યોગ સાધકો જોડાશે. મહેસાણા પોલીસ વિભાગ દ્વારા આયોજીત બાઇક રેલી પોલીસ પરેડ ગ્રાઉન્ડથી શરૂ થઇ રાધનપુર ચાર રસ્તા, મોઢેરા ચાર રસ્તા, ભમ્મરિયા નાળા, તોરણવાળી માતા, પરા ટાવર, સમર્પણ ચોક, હૈદરી ચોક, ઝૂલેલાલ ચોક, રક્ષાશક્તિ સર્કલથી પોલીસ પરેડ ગ્રાઉન્ડ પરત ફરી હતી.

જિલ્લાના નાગરિકોમાં યોગ જાગૃતિ અંતર્ગત રેલીનું આયોજન

વિશ્વ યોગ દિવસની જાગૃતિ માટે આ રેલી યોજાઈ હતી. 7 કિલોમીટર લાંબી આ બાઇક રેલી શહેરના રાજમાર્ગો પર ફરી હતી. મહેસાણા જિલ્લા પોલીસે લોકોમાં યોગ જાગૃતિ અંગે પ્રયાસો હાથ ધર્યા હતા. આ બાઈક રેલીમાં પોલીસ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, યોગ સાધકો જોડાયા હતા. આ અવસરે નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક, જિલ્લા રમત ગમત અધિકારી વિરલ ચૌધરી, પોલીસ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

દર વર્ષે 21 જૂનના રોજ વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે

ભારતની પહેલ પર સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેના પગલે પ્રથમ વિશ્વ યોગ દિવસની ઉજવણી ભારતમાં અનોખી રીતે કરવામાં આવી હતી. જેમાં 21 જૂન, 2015ના રોજ પીએમ મોદીના નેતૃત્વમાં 35 હજારથી વધુ લોકો અને 84 દેશોના પ્રતિનિધિઓએ દિલ્હીના રાજપથ પર યોગના 21 આસન કર્યા હતા. વિશ્વ યોગ દિવસ 21 જૂન 2015ના રોજ વિશ્વના 170 દેશોએ ઉજવ્યો હતો. આ દિવસે વિશ્વભરના લોકો યોગ દિવસ તરીકે ઉજવે છે. આ દિવસે વિશ્વના લોકો યોગના માધ્યમથી શારીરિક, માનસિક સ્વાસ્થ્ય સાથે આદ્યાત્મિક ચેતના અંગે જાગૃતિ ફેલાવે છે. આંતરાષ્ટ્રીય યોગ દિવસે યોગ વિશેની ચર્ચા, શિબિર, યોગ સ્પર્ધા, સામૂહિક યોગાભ્યાસ વગેરેનું આયોજન કરાય છે. જેની બાદ દર વર્ષે 21 જૂનના રોજ વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

મહેસાણા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">