Ambaji ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ યોજાશે, મહેસાણા કલેકટરે શ્રધ્ધાળુઓના પરિવહનને લઇને સમીક્ષા બેઠક કરી
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અને આદ્યશક્તિપીઠ અંબાજી ખાતે આગામી તારીખ 12 થી 16 ફેબ્રુઆરી દરમિયાન શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અને આદ્યશક્તિપીઠ અંબાજી ખાતે આગામી તારીખ 12 થી 16 ફેબ્રુઆરી દરમિયાન શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’ અંતર્ગત મહેસાણા જિલ્લાના ભાવિક ભક્તો પરીક્રમાના મહોત્સવમાં ભાગ લે તેવા શુભ આશયથી જિલ્લામાં શ્રધ્ધાળુઓના આવન-જાવનની વ્યવસ્થા માટે બેઠકનું આયોજન જિલ્લા કલેકટર એમ નાગરાજનના અધ્યક્ષ સ્થાને કરાયું હતું.
ભક્તોની તમામ સગવડો અને વ્યવસ્થાઓ સચવાયએ માટે વિશેષ આયોજન
મહેસાણા જિલ્લાના તમામ તાલુકાઓમાંથી શ્રધ્ધાળુઓ આ પરીક્રમાનો લાભ લે તેના જેના સુચારુ આયોજન અને વ્યવસ્થાઓના ભાગરૂપે કરવાની થતી કામગીરી અંગે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સુચનાઓ આપવામાં આવી હતી. મહેસાણા જિલ્લામાંથી મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ શ્રી 51 શક્તિપીઠ પરિક્રમાનો લાભ લેનાર છે. જે અંતર્ગત તંત્ર દ્વારા ભક્તોની તમામ સગવડો અને વ્યવસ્થાઓ સચવાય એ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવા પણ જણાવાયું છે.
એસ.ટી પરિવહન મારફતે શ્રધ્ધાળુઓ આ પરીક્રમાંમાં જોડાય છે
મહેસાણા જિલ્લાના તમામ તાલુકાઓમાંથી એસ.ટી પરિવહન મારફતે શ્રધ્ધાળુઓ આ પરીક્રમાંમાં જોડાય અને શ્રધ્ધાના આ કાર્યક્રમમાં વિવિધ સહકારી સંસ્થાઓ,ઔધોગિક એકમો સહયોગ આપે તે માટે પણ ખાસ અપીલ કરાઇ હતી બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશ,નિવાસી અધિક કલેકટર ઇન્દ્રજીતસિંહ વાળા,એ.પી.એમ.સી ચેરમેન દિનેશભાઇ પટેલ, કડીના એ.પી.એમ.સી ચેરમેન રાજુભાઇ સહિત જિલ્લાના અધિકારીઓ તેમજ સંબધિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો : Gujarat weather: ઠંડીથી આંશિક રાહત મળવાનું અનુમાન, જાણો તમારા શહેરનું હવામાન