Mehsana : વીજ કાપ અને તીવ્ર અછત અંગેની ગેરસમજોને ન માનવા ગ્રાહકોને નમ્ર અપીલ કરતી UGVCL

|

Oct 23, 2021 | 6:14 PM

એમ.ડી.રંધાવાએ ઉમેર્યું હતું કે હાલ વીજ ઉત્પાદન અંગેની ઉદભવેલ પરિસ્થિતિને નિવારવા રાજ્ય સરકાર દ્વારા તમામ પગલાઓ લેવામાં આવેલ છે અને આગામી ૧-૨ દિવસમાં આ સમસ્યાનું નિરાકરણ થઈ જશે.

Mehsana : વીજ કાપ અને તીવ્ર અછત અંગેની ગેરસમજોને ન માનવા ગ્રાહકોને નમ્ર અપીલ કરતી UGVCL
Mehsana: UGVCL humbly appeals to consumers not to believe in misconceptions about power cuts and severe shortages

Follow us on

આયોજનબદ્ધ રીતે નિયમિત પહેલાની જેમ વીજ પુરવઠો પુરતો મળી રહે તે માટે કંપનીની પ્રતિબદ્ધતા : મેનેજિંગ ડિરેકટર ઉત્તર ગુજરાત વીજ કંપની લીમીટેડ કે.એસ.રંધાવા

મહેસાણા : તમામ ગ્રાહકોની વીજ માંગને સંતોષવા માટે પૂરતા પ્રમાણમાં આયોજન કરેલ છે.ગ્રાહકોની વીજ માંગને પૂરી કરવા રાજ્ય સ્થિત તેમજ રાજ્ય બહારના વિવિધ વીજ મથકોમાંથી વીજળી મેળવવામાં આવે છે. તેવું ઉત્તર ગુજરાત વીજ કંપનીના વીજ ગ્રાહકો જોગ પાવર પરિસ્થિતિ બાબતે સ્પષ્ટતા સાથે નિવેદન કરેલ છે.

યુ.જી.વી.સી.એલના (UGVCL) એમ.ડી કે.એસ.રંધાવાએ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય બજારમાં કોલસાના ભાવમાં થયેલ તીવ્ર વધારા, ગેસની સીમિત ઉપલબ્ધતા અને હંગામી ધોરણે ટેકનિકલ કારણોથી બંધ થયેલ જીસેકના વીજ મથકોને કારણે રાજ્યમાં સ્થિત વીજ મથકોમાંથી મળતા વીજ ઉત્પાદનનાં જથ્થામાં અસર થયેલ છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

યુ.જી.વી.સી.એલના (UGVCL) એમ.ડી કે.એસ.રંધાવાએ ઉમેર્યું હતું કે હંગામી ધોરણે ઉદભવેલ પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર અને તેની હસ્તકની વીજ કંપનીઓ દ્વારા તમામ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને ટેકનિકલ કારણોથી અસરગ્રસ્ત થયેલ વીજ એકમોને તેની સંપૂર્ણ ક્ષમતાએ પુનઃ કાર્યરત કરવા માટે પગલાઓ લેવામાં આવેલ છે.

એમ.ડી.રંધાવાએ ઉમેર્યું હતું કે હાલ વીજ ઉત્પાદન અંગેની ઉદભવેલ પરિસ્થિતિને નિવારવા રાજ્ય સરકાર દ્વારા તમામ પગલાઓ લેવામાં આવેલ છે અને આગામી ૧-૨ દિવસમાં આ સમસ્યાનું નિરાકરણ થઈ જશે. રાજ્યમાં વીજ કાપ અને તીવ્ર અછત અંગેની ગેરસમજોને ન માનવા ગ્રાહકોને નમ્ર અપીલ છે.

એમ.ડી.રંધાવાએ ઉમેર્યું હતું ઉત્તર ગુજરાતમાં ૪ લાખ ખેતીવાડી વીજ જોડાણોને કુલ વપરાશના ૪૫ ટકા વીજ પુરવઠો દરરોજ પૂરો પાડવામાં આવે છે.આયોજનબદ્ધ રીતે નિયમિત પહેલાની જેમ વીજ પુરવઠો પુરતો મળી રહે તે માટે અમો પ્રતિબદ્ધ છીએ. વીજ વિતરણ અંગે અસુવિધા દરગુજર કરશો અને ધીરજ ધરીને સાથ સહકાર આપવા અનુંરોધ કરેલ છે.

આયોજનબદ્ધ રીતે નિયમિત પહેલાની જેમ વીજ પુરવઠો પુરતો મળી રહે તે માટે કંપનીની પ્રતિબદ્ધતા, તમામ ગ્રાહકોની વીજ માંગને સંતોષવા માટે પૂરતા પ્રમાણમાં આયોજન હોવાનું એમડીએ જણાવ્યું છે.

આ પણ વાંચો : Uttar Pradesh: વિધાનસભા ચૂંટણી 2022 પહેલા કોંગ્રેસ અને બસપાને લાગ્યો મોટો ઝટકો, અનેક નેતા અને પૂર્વ ધારાસભ્યો ભાજપમાં જોડાયા

આ પણ વાંચો : અમિત શાહની મુલાકાત વચ્ચે ફારૂક અબ્દુલ્લાનું મોટું નિવેદન, કહ્યું- કાશ્મીરી પંડિતોની વાપસી માટે ઘાટીનું વાતાવરણ યોગ્ય નથી

Next Article