Mehsana : મોંઘવારીનો ભરડો, CNG કીટના ભાવ પણ આસમાને પહોંચ્યા

|

Aug 18, 2021 | 1:07 PM

હાલમાં CNG કીટ ની વાત કરીએ તો જે કીટ પહેલા 35000 હજાર આસપાસ ભાવ હતો તેનો ભાવ હાલ 45000 થી 55000 ભાવ પહોંચી ગયો છે. અને આ ભાવમાં પણ કીટ ફિટ કરાવવામાં 2 થી 3 દિવસનું વેઇટિંગ પણ છે.

Mehsana : મોંઘવારીનો ભરડો, CNG કીટના ભાવ પણ આસમાને પહોંચ્યા
file photo

Follow us on

Mehsana : મોંઘવારીએ એવી માઝા મૂકી છે કે મોંઘવારી અજગરી ભરડામાં કોઈ બાકી રહ્યું નથી. એક બાજુ પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને પહોંચતા હવે વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. વાહન ચાલકો માટે પેટ્રોલના ભાવ વધતા CNG તરફ વળ્યા છે. ત્યારે CNGના ભાવને પણ મોંઘવારીએ ભરડો લીધો છે.

કોઈ એવો વર્ગ નહિ હોય કે જે મોંઘવારીથી પ્રભાવિત ન થયો હોય. જેમાં ગરીબ, મધ્યમ તેમજ પૈસાદાર તમામ વર્ગ મોંઘવારીથી પીસાઈ રહ્યો છે. હાલમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધતા ટ્રાન્સપોર્ટ તેમજ રૂટિન જરૂરિયાત માટે વાપરતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. પેટ્રોલના ભાવ વધતા લોકો હવે પોતાના વાહનમાં CNG કીટ ગાડીમાં ફિટ કરાવવા માટે વળ્યાં છે.

ત્યારે હાલમાં CNG કીટ ની વાત કરીએ તો જે કીટ પહેલા 35000 હજાર આસપાસ ભાવ હતો. તેનો ભાવ હાલ 45000 થી 55000 ભાવ પહોંચી ગયો છે. અને આ ભાવમાં પણ કીટ ફિટ કરાવવામાં 2 થી 3 દિવસનું વેઇટિંગ પણ છે. આથી વાહન ચાલકોમાં મુશ્કેલીઓ પણ વધી છે.

બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ

પેટ્રોલ ડીઝલના ભાવ વધતા વાહનોમાં CNG કીટ ફિટ કરવામાં લોકોનો ભારે ધસારો વધ્યો છે. જેને લઈ હાલમાં 2 થી 3 દિવસનું વેઇટિંગ પણ જોવા મળી રહ્યા છે. ત્યારે CNG કિટના ભાવમાં પણ મોંઘવારીએ માઝા મૂકી છે. જે કીટ 35000 હજાર આસપાસ ફિટ થતી હતી તે હાલ માં 45000 થી 55000 આસપાસ પહોંચી ગઈ છે.

ભાવ વધવા પાછળ પણ કેટલાક કારણો જણાવી રહ્યા છે. જેમાં લોખંડના ભાવમાં ભાવ વધારો અને CNG કીટમાં વપરાતી ટેન્કની અછત વર્તાઈ રહી છે. જે કંપની કાર કીટ બનાવતી હતી.તે કોરોનાને કારણે ઓક્સિજન સિલિન્ડર બનાવવામાં વ્યસ્ત થઈ ગઈ. જેના કારણે CNG ગેસ ટેન્કમાં ભાવ વધારો તેમજ ટેન્કની અછત પણ મોંઘી કીટ થવા પાછળનું એક કારણ છે.

ત્યાર બાદ Bs6 કીટ હાલમાં સરકારના ધારાધોરણ મુજબ પ્રદુષણ મુક્ત કીટ માનવામાં આવે છે. તે કીટ જ વાહનમાં ફિટ કરવા પણ ગાઈડ લાઈન બહાર પાડી છે. ત્યારે તેની પરમિશન સરકારી બે સંસ્થા જે પર્યાવરણને ધ્યાનમાં રાખી માન્યતા આપે છે તેવી સંસ્થાઓ Icat (ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ઓટો મોટિવ ટેકનોલોજી) અને Arai (ઓટોમોટિવ રિસર્ચ એસોસિએશન ઓફ ઇન્ડિયા) માંથી પણ પરમિશન ઇસ્યુ ઝડપી ના કરતા દુકાનદાર અને વાહન ચાલકોની મુશ્કેલીઓ વધી છે.

કેટલાક CNG કીટના સ્પેર અન્ય દેશ માંથી આયાત થતા હોય છે જેનો પણ ભાવ રોજ બદલાતો રહે છે અને પૂરતો જથ્થો પણ મળી રહ્યો નથી.

આમ, એક તરફ પેટ્રોલ અને ડીઝલનો ભાવ વધારો વાહન ચાલકોની કમર તોડી રહ્યો છે. તો બીજી તરફ હવે સીએનજી કીટ લગાવી, સીએનજી ગેસ કાર તરફ લોકો વળ્યા તો છે પણ ત્યાં પણ ભાવ વધારો અને વેઈતિંગ લોકોને પરેશાન કરી રહી છે.

Published On - 1:05 pm, Wed, 18 August 21

Next Article