મહેસાણાઃ બ્રાહ્મણવાડામાં ફટાકડાથી ગેસ વાળા ફુગ્ગા ફાટતાં 30 બાળકો દાઝ્યા

મહેસાણાઃ બ્રાહ્મણવાડામાં ફટાકડાથી ગેસ વાળા ફુગ્ગા ફાટતાં 30 બાળકો દાઝ્યા

| Edited By: | Updated on: Nov 18, 2023 | 3:30 PM

મહેસાણા જિલ્લાના બ્રાહ્મણવાડા ગામમાં મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન ગેસ ભરેલા ફુગ્ગા ફાટવાને લઈ આગનો ભડકો થયો હતો. ફટાકડાં ફોડવાને લઈ ફુગ્ગાઓ ફુટતા આગનો ભડકો થયો હતો. આગનો મોટો ભડકો થવાને લઈ આસપાસમાં ફુગ્ગા પાસે રહેલા બાળકો દાઝી જતા સારવાર અર્થે ખસેડવા પડ્યા હતા.

મહેસાણાથી સમાચાર આવી રહ્યા છે, ફટાકડાથી ગેસ વાળા ફુગ્ગા ફાટતાં બાળકો દાઝ્યા છે. મહેસાણાના બ્રાહ્મણવાડા ગામે 30 જેટલા બાળકો દાઝયા. ઊંઝાના બ્રાહ્મણવાડા મુકામે ગણપતિ દાદાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે. મહોત્સવ દરમિયાન ફટાકડા ફૂટવા અને ગેસના ફુગ્ગા ફૂટવાને કારણે દાજવાની ઘટના બની હતી.

આ પણ વાંચોઃ ગોળી શરીરમાં પ્રવેશ કરતા જ કેમ થઈ જાય છે મોત? કારતૂસમાં એવું શું હોય છે જેનાથી નિપજે છે મૃત્યુ, જાણો

અંદાજિત 30 જેટલા બાળકો દાઝ્યા હોવાના સમાચાર છે. તમામ લોકોને સ્થળ પર પ્રાથમિક સારવાર ,સ્થાનિક દવાખાને તેમજ સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર આપી વધુ સારવાર અર્થે દર્દીઓને જનરલ હોસ્પિટલ ઊંઝા ખાતે રિફર કરાયા હતા. જ્યાં વધુ સારવાર આપી 25 જેટલા દર્દીઓને મહેસાણા ની જુદી જુદી હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે રિફર કરાયા હતા.

 

મહેસાણા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published on: Nov 18, 2023 03:09 PM