Mehsana : BSFના જવાનોએ બહુચરાજી મંદિર પરિસરમાં ખાસ યોગ શિબિરનું આયોજન કર્યું

|

May 21, 2022 | 5:00 PM

વિશ્વ યોગ દિવસ(World Yoga Day) પૂર્વે અંબાસણ ગામ સ્થિત BSF 56 બટાલિયન દ્વારા યાત્રાધામ બહુચરાજી માતાજીના સાનિધ્ય માં તેમજ સ્વતંત્ર સેનાની પ્રહલાદજી શેઠ ના જન્મ સ્થળ એવા બહુચરાજી માં યોગ શિબિર નું આયોજન કરાયું હતું.

Mehsana : BSFના જવાનોએ બહુચરાજી મંદિર પરિસરમાં ખાસ યોગ શિબિરનું આયોજન કર્યું
BSF Perform Yoga At Bachuchraji Temple

Follow us on

વિશ્વ યોગ દિવસ(World Yoga Day)  પૂર્વે અંબાસણ ગામ સ્થિત BSF 56 બટાલિયન દ્વારા મહેસાણા જિલ્લાના યાત્રાધામ બહુચરાજી મંદિર(Bahucharaji) પરિસર ખાસ યોગ શિબિરનું(Yog Shibir)  આયોજન કરાયું હતુ . ભારત ના સુંદર પ્રયાસો થી આજે વિશ્વ આખું યોગ વિશે જાગૃત બન્યું છે. કોરોના જેવી મહામારીએ પણ સ્વાસ્થ્ય વિશે સજાગ રહેવા શીખ પણ આપી છે. યોગ નું ઉદ્દભવ સ્થાન ભારત છે ત્યારે તેનો બહોળો પ્રચાર પણ અહીંથી જ શરૂ થયો હતો જેની સમગ્ર વિશ્વ એ પણ નોંધ લઈ યોગનું શિક્ષણ મેળવ્યું છે.

બોર્ડર સિક્યુરિટી ફોર્સ સાથે સ્થાનિક લોકો યોગ માં જોડાઈ પ્રશિક્ષણ મેળવ્યું

ત્યારે વિશ્વ યોગ દિવસ પૂર્વે અંબાસણ ગામ સ્થિત BSF 56 બટાલિયન દ્વારા યાત્રાધામ બહુચરાજી માતાજીના સાનિધ્ય માં તેમજ સ્વતંત્ર સેનાની પ્રહલાદજી શેઠ ના જન્મ સ્થળ એવા બહુચરાજી માં યોગ શિબિર નું આયોજન કરાયું હતું. બોર્ડર સિક્યુરિટી ફોર્સ સાથે સ્થાનિક લોકો યોગ માં જોડાઈ પ્રશિક્ષણ મેળવ્યું હતું. આ યોગ શિબિર માં BSF ના અધિકારીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

ભારતીય સંસ્કૃતિનો એક ભાગ

ઉલ્લેખનીય છે કે, યોગ એ એક પ્રાચીન શારિરીક, માનસિક અને આધ્યાત્મિક પ્રણાલી છે. સમગ્ર વિશ્વને યોગની ભેટ આપનાર બીજું કોઈ નહિ પણ આપણો ભારત દેશ છે. યોગ એ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ જોડાણ કરવું કે એક કરવું થાય છે. યોગ એ શરીર અને આત્મના જોડાણનો પ્રતિક છે. યોગ એ આધ્યાત્મિક શિસ્ત છે. આજે યોગ એ સમગ્ર વિશ્વમાં જુદા-જુદા સ્વરૂપે કરાય છે અને તેની લોકપ્રિયતા પણ દિન-પ્રતિદિન વધી રહી છે. યોગ એ સદીઓથી ચાલી આવતી આપણી ભારતીય સંસ્કૃતિનો એક ભાગ છે. હિંદુ, બૌદ્ધ અને જૈન ધર્મમાં યોગને ધ્યાનાવસ્થા સાથે જોડવામાં આવેલ છે.

રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

21 મી જૂન એ વિશ્વ યોગ દિવસ તરીકે મનાવવાનું નક્કી

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌપ્રથમ સંયુક્ત રાષ્ટ્રની સભામાં યોગ વિશે ચર્ચા કરી હતી. 21મી જૂનનો દિવસ એ ઉત્તરીય ગોળાર્ધમાં સૌથી લાબો દિવસ છે અને આ જ કારણે પ્રધાનમંત્રી મોદીએ 21મી જૂન ને વિશ્વ યોગ દિવસ મનાવવા માટે સૂચન કર્યું. ત્યારબાદ, આ બાબતે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઠરાવ પસાર કરવામાં આવ્યો જેમાં દુનિયાના મોટા ભાગના દેશોએ સહમતિ દર્શાવી અને વર્ષ 2015 થી 21 મી જૂન એ વિશ્વ યોગ દિવસ તરીકે મનાવવાનું નક્કી થયું.

(With Input ,Manish Mistri, Mehsana ) 

Next Article