મંદીના મારમાં અનેક સપડાયા, આ રત્નકલાકાર વેચી રહ્યો છે ચા, જુઓ VIDEO

|

Oct 09, 2019 | 4:38 PM

આઝાદીના 48 વર્ષ પહેલાં એટલે કે, વર્ષ 1900માં સુરતમાં ખૂબ જ નાના પાયે હીરાના કટિંગ અને પોલિસિંગનું કામ શરૂ થયું હતું. 100 વર્ષમાં તો સુરતની ઓળખ જ હીરા ઉદ્યોગ બની ગયો છે. પરંતુ જે હીરાએ સુરતને ચમકાવ્યું, તેની ચમક હવે ઝાંખી પડી છે. હીરા ઉદ્યોગને મંદીનો એવો માર પડ્યો છે કે, કારીગરોને રસ્તા પર આવી […]

મંદીના મારમાં અનેક સપડાયા, આ રત્નકલાકાર વેચી રહ્યો છે ચા, જુઓ VIDEO

Follow us on

આઝાદીના 48 વર્ષ પહેલાં એટલે કે, વર્ષ 1900માં સુરતમાં ખૂબ જ નાના પાયે હીરાના કટિંગ અને પોલિસિંગનું કામ શરૂ થયું હતું. 100 વર્ષમાં તો સુરતની ઓળખ જ હીરા ઉદ્યોગ બની ગયો છે. પરંતુ જે હીરાએ સુરતને ચમકાવ્યું, તેની ચમક હવે ઝાંખી પડી છે. હીરા ઉદ્યોગને મંદીનો એવો માર પડ્યો છે કે, કારીગરોને રસ્તા પર આવી ગયા છે. ઘર ચલાવવા માટે બીજા ધંધામાં જોડાવવાનો વારો આવ્યો છે.

આ પણ વાંચો: જૂનાગઢ: માળીયા હાટીના પંથકમાં 2 કલાકમાં 2 ઈંચ ધોધમાર વરસાદ, જુઓ VIDEO

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

સુરતના એક વિસ્તારમાં ચાલતી ચાની કિટલી લાગે છે વર્ષો જૂની પરંતુ બહુ જૂની નથી. ચાની કિટલી ચલાવતા આ ભાઈનો રોજિંદો ધંધો આ નથી. ચા વેંચવી તેની મજબૂરી છે. આ ભાઈ મૂળે તો રત્નકલાકાર છે. પરંતુ હીરામાં કારમી મંદીથી નોકરી ગુમાવી પડી છે. હવે ઘરનું ગુજરાન ચલાવવા રત્નકલાકાર જીતુ પાવટિયાને ચાની કિટલી શરૂ કરવાનો વારો આવ્યો છે. જીતુ પાવટિયા છેલ્લા 20 વર્ષથી એક જાણીતી કંપનીમાં રત્નકલાકાર તરીકે કામ કરતા હતા. હવે 4 માસથી સુરતના અબ્રામા રોડ પર ચલાવી રહ્યા છે ચાની કિટલી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આવા એક બે કલાકારો નહીં પરંતુ હજારો કલાકારોને નોકરી માટી છૂટા કરી દેવાયા છે. 2-5 ઘંટી ચલાવી કટિંગ પોલિશિંગનું કામ કરતા 30 ટકાથી વધુ યુનિટોને તાળા લાગી ચુક્યા છે. છેલ્લા દોઢ મહિનામાં જ હીરાની 17 કંપનીઓએ કારીગરોને છૂટા કર્યા છે. હજુ આ પ્રક્રિયા સતત ચાલી રહી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

હીરા ઉધોગ અને રત્નકલાકારની આ સ્થિતિ માટે એક નહીં પણ અનેક કારણો જવાબદાર છે. છેલ્લા દોઢ વર્ષથી રફ ડાયમંડની કિંમત વૈશ્વિક માર્કેટમાં સતત ઊંચી જઈ રહી છે. તો બીજી તરફ પોલિશ્ડ ડાયમંડની કિંમત પણ સતત ઘટી રહી છે. બીજું એક કારણ નકલી હીરો છે. જેને સિન્થેટિક ડાયમંડ પણ કહેવાય છે. હાલમાં આ હીરાનું ચલણ નેચરલ ડાયમંડની સરખામણીમાં માત્ર બે ટકા જેટલું છે. પણ તેણે કરેલું નુકશાન હીરાઉદ્યોગના ભવિષ્ય માટે જોખમી છે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article