તમે મુંબઈ જવાના કે ગુજરાત આવવાના છો તો ધ્યાન રાખજો, કાંદિવલી અને બોરીવલી વચ્ચે છઠ્ઠી લાઇન નાખવાના કારણે અનેક ટ્રેન થશે પ્રભાવિત

પશ્ચિમ રેલવે દ્વારા કાંદિવલી અને બોરીવલી સ્ટેશનો વચ્ચે છઠ્ઠી લાઇનના કમીશનીંગ સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કાર્ય હેતુ 20 ડિસેમ્બર, 2025 થી 30 દિવસનો બ્લોક લેવામાં આવશે. આના કારણે અમદાવાદ ડિવિઝન થી દોડતી કે પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે.

તમે મુંબઈ જવાના કે ગુજરાત આવવાના છો તો ધ્યાન રાખજો, કાંદિવલી અને બોરીવલી વચ્ચે છઠ્ઠી લાઇન નાખવાના કારણે અનેક ટ્રેન થશે પ્રભાવિત
| Edited By: | Updated on: Dec 17, 2025 | 4:31 PM

પશ્ચિમ રેલવે દ્વારા બોરીવલીથી કાંદિવલી વચ્ચે છઠ્ઠી રેલવે લાઈન નાખવામાં આવનાર છે. રેલવે પાટા નાખવાના કામને કારણે, નોન-ઇન્ટરલોકિંગ કાર્યને લીધે, આગામી 20મી ડિસેમ્બરથી 30 દિવસનો બ્લોક લેવામાં આવશે. જેના કારણે મુંબઈથી ગુજરાત આવતી કે ગુજરાતથી મુંબઈ તરફ જતી ટ્રેન પ્રભાવિત થશે. જેમાં કેટલીક ટ્રેન આંશિક રદ કરવામાં આવશે. જ્યારે કેટલીક ટ્રેનને રિશિડ્યુલ કરવામાં આવનાર છે. આ ઉપરાંત કેટલીક ટ્રેન બોરીવલી ખાતે ઊભી નહીં રહે. જેમા લોકશક્તિ એક્સપ્રેસ, સૌરાષ્ટ્ર મેલનો પણ સમાવેશ થાય છે.

પશ્ચિમ રેલવે દ્વારા કાંદિવલી અને બોરીવલી સ્ટેશનો વચ્ચે છઠ્ઠી લાઇનના કમીશનીંગ સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કાર્ય હેતુ 20 ડિસેમ્બર, 2025 થી 30 દિવસનો બ્લોક લેવામાં આવશે. આના કારણે અમદાવાદ મંડળ પર થી દોડતી/પસાર થતી કેટલીક ટ્રેનોને પ્રભાવિત રહેશે. જેની વિગતો નીચે મુજબ છે:

આંશિક રદ થયેલ ટ્રેન

• ટ્રેન નં. 19418 અમદાવાદ-બોરીવલી એક્સપ્રેસ 19 ડિસેમ્બરથી 28 ડિસેમ્બર 2025 સુધી વસઈ રોડ પર શોર્ટ ટર્મિનેટ થશે અને વસઈ રોડ અને બોરીવલી વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
• ટ્રેન નં. 19417 બોરીવલી-અમદાવાદ એક્સપ્રેસ 21 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર 2025 સુધી વસઈ રોડથી શોર્ટ ઓરીજીનેટ થશે અને વસઈ રોડ અને બોરીવલી વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

રિશેડ્યૂલ થયેલ ટ્રેન

• ટ્રેન નં. 12902 અમદાવાદ-દાદર ગુજરાત મેલ અમદાવાદ થી 27 ડિસેમ્બર 2025 ના રોજ 01 કલાક, 10 અને 15 જાન્યુઆરી 2026 ના રોજ 45 મિનિટ અને 16 જાન્યુઆરી 2026 ના રોજ 30 મિનિટ રિશેડ્યૂલ થશે.
• ટ્રેન નંબર 22953 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસ મુંબઈ સેન્ટ્રલ થી 28 ડિસેમ્બર 2025 ના રોજ 01 કલાક 35 મિનિટ, 11 જાન્યુઆરી 2026 ના રોજ 30 મિનિટ, 16 અને 17 જાન્યુઆરી 2026 ના રોજ 50 મિનિટ રિશેડ્યુલ થશે.
• ટ્રેન નંબર 20901 મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસ 28 ડિસેમ્બર 2025 ના રોજ મુંબઈ સેન્ટ્રલથી 01.00 કલાક રિશેડ્યુલ થશે.

બોરીવલી સ્ટેશને નહીં ઊભી રહે આ ટ્રેન

• ટ્રેન નંબર 22928 અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ લોકશક્તિ એક્સપ્રેસ 27 ડિસેમ્બર 2025 ના રોજ બોરીવલી સ્ટેશન પર રોકાશે નહીં, આ દરમિયાન ટ્રેન વસઈ રોડ અને અંધેરી સ્ટેશનો પર રોકાશે અને 45-50 મિનિટ મોડી પહોંચશે.
• ટ્રેન નંબર 22946 ઓખા-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ 27 ડિસેમ્બર 2025 ના રોજ બોરીવલી સ્ટેશન પર રોકાશે નહીં, આ દરમિયાન તે વસઈ રોડ અને અંધેરી સ્ટેશનો પર રોકાશે અને 45-50 મિનિટ મોડી પહોંચશે.

મુસાફરોને ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરી કરવા વિનંતી છે. ટ્રેનના સ્ટોપેજ, સમય અને સંરચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

આ પણ વાંચોઃ 

આ 4 ટ્રેનનું સ્ટેપેજ મળતા કલોલ હવે, દક્ષિણ ગુજરાત, મહારાષ્ટ્ર, બેંગલુરુ, દિલ્હી રાજસ્થાન, બિહાર સાથે રેલ માર્ગે જોડાયું