Gujarat ની પેરા એથલેટ માનસી જોશીનું અનોખુ સન્માન, બાર્બી શિરોઝના ક્લબમાં સામેલ

| Edited By: | Updated on: Jan 16, 2022 | 6:44 PM

બાર્બી ડોલને માનસીની પ્રતિકૃતિમાં ઢાળવામાં આવી છે. આ સાથે જ માનસી આજના દિવસે બાર્બી શિરોઝના ક્લબમાં સામેલ થઈ ગઈ છે.

ઈન્ટરનેશનલ ગર્લ ચાઈલ્ડ ડે(Girl Child Day)નિમિત્તે ગુજરાતની દિકરી અને પેરા એથલેટ માનસી જોશી(Mansi Joshi)માટે બાર્બી કંપનીએ બાર્બી ડોલ(Barbie Doll) તૈયાર કરી છે. આ બાર્બી ડોલને માનસીની પ્રતિકૃતિમાં ઢાળવામાં આવી છે  આ સાથે જ માનસી આજના દિવસે બાર્બી શિરોઝના ક્લબમાં સામેલ થઈ ગઈ છે. આ યાદીમાં સામેલ થનારી મહિલાઓ પાસે પોતાની પ્રતિકૃતિ જેવી બાર્બી ડૉલ છે. માનસી જોશી બીજી ભારતીય મહિલા અને પ્રથમ પેરા-એથ્લેટ છે, જેમના પરથી બાર્બી ડૉલનું મોડલ તૈયાર કરાયું છે. માનસી જોશી સિવાય જિમ્નાસ્ટ દીપા કર્માકર બીજી ભારતીય મહિલા છે જેમના પર 2019માં બાર્બીનું મોડલ તૈયાર કરાયું હતું. આ અંગે માનસી જોશીએ કહ્યું હતું કે, તેમને ગર્વ અને અભિમાન છે કે, તેમને આ સન્માન મળ્યું.

2011માં અકસ્માત થયો એ પહેલાથી જ માનસી સ્પોર્ટ્સમાં સક્રીય હતી. અકસ્માતના કારણે તેને ડાબો પગ કાપવો પડ્યો હતો. આ ગંભીર અકસ્માત માનસીનો પગ કાપી શક્યો પરંતુ તેની ઈચ્છા શક્તિઓને નહીં. માનસીની ઈચ્છા ખુલ્લા આકાશમાં જ ઉડવાની હતી તેનું મનોબળ આ અકસ્માત તોડી શકે તેમ ન હતો. માનસીએ અકસ્માત બાદ આર્ટીફિશિયલ પગ લગાવી મહેનત શરૂ કરી અને અકસ્માતના 8 વર્ષ બાદ 2019માં સ્વિત્ઝર્લેન્ડના બેસલમાં વર્લ્ડ ચેમ્પિયનશીપમાં પેરા-બેડમિન્ટન ચેમ્પિયનનો ખિતાબ જીત્યો અને વિશ્વમાં પોતાની ઓળખ બનાવી. સાથે સાથે જ ગુજરાત તેમજ ભારતનું નામ પણ રોશન કર્યું. માનસીની મહેનત હજુ પણ યથાવત છે.

આ પણ વાંચો : Virat Kohli Resigns: વિરાટ કોહલીના રાજીનામા બાદ અનુષ્કા શર્માએ લખી ભાવુક પોસ્ટ, કહ્યુ, હાર બાદ જ્યારે આંખોમાં આંસૂ હતા..

આ પણ વાંચો :  Australian Open 2021: નોવાક જોકોવિચને જોરદાર ફટકો, વિશ્વનો નંબર 1 ખેલાડી કેસ હારી ગયો

Published on: Jan 16, 2022 06:39 PM