
અમદાવાદના સરખેજ વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.સરખેજ વિસ્તારમાં આવેલી આલનૂર હોસ્પિટલમાં ગઈકાલે સાંજે પ્રેમમાં પાગલ યુવકે આપઘાત કર્યો હતો. મળતી માહિતી અનુસાર એકતરફી પ્રેમમાં યુવકે પોતાના જ શરીરે પેટ્રોલ છાંટી આગ લગાવતાં ભારે દોડધામ મચી ગઈ હતી.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર હોસ્પિટલમાં કામ કરતી એક યુવતીને છેલ્લા 6 મહિનાથી કામરાન નામનો શખ્સ હેરાન કરતો હતો.ગઈકાલે સાંજે તેણે યુવતી સાથે ઝઘડો કર્યો અને ત્યારબાદ પેટ્રોલ શરીર પર છાંટી લાઇટર વડે આગ ચાંપી હતી.સળગતી હાલતમાં તેણે હોસ્પિટલમાં તોડફોડ કરી હતી અને પછી પહેલા માળેથી નીચે કૂદી પડ્યો હતો. ત્યારબાદ સળગતા જ નીચે આવેલી ક્લિનિકમાં ઘૂસીને વધુ નુકસાન કરેલું હતું.ગંભીર હાલતમાં યુવાનને સારવાર હેઠળ ખસેડાયો હતો.જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું.બીજી તરફ યુવતીને સામાન્ય ઈજાઓ થતા તેને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી છે.
Man Sets Himself on Fire in One-Sided Love Case in Sarkhej#Ahmedabad #OneSidedLove #Gujarat #TV9Gujarati pic.twitter.com/lLT4CmAc82
— Tv9 Gujarati (@tv9gujarati) November 28, 2025
સામાન્ય રીતે એવું કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે. આ કહેવત જેવી જ ઘટના અમદાવાદના સરખેજ વિસ્તારમાં બની છે. સરખેજ ખાતે આવેલી આલનૂર હોસ્પિટલમાં પ્રેમમાં પાગલ થયેલા યુવકે પોતાની શરીર પર પેટ્રોલ છાંટી આગ ચાંપી હતી. ત્યાર બાદ આખી હોસ્પિટલમાં તોડફોડ કરી હતી. એટલું જ નહીં યુવકે પહેલા માળ પરથી કૂદી પડ્યો હતો. ત્યારબાદ તેને સારવાર અર્થે ખસેડાતા મોત નિપજ્યું હતુ.હવે હોસ્પિટલના સંચાલકોએ આ બાબતે પોલીસ ફરિયાદ કરી છે. અને પોલીસ આ દિશામાં વધુ તપાસ કરી રહી છે.
Published On - 11:28 am, Fri, 28 November 25