Makar Sankranti 2021: મકરસંક્રાંતિ પર જાણો આ દિવસનો પુણ્યકાળ અને ખાસ ગ્રહ યોગ

|

Jan 11, 2021 | 3:32 PM

આ તેહવાર સંક્રાંત, ઉતરાયણ, ખીચડો જેવા અલગ અલગ નામથી જાણીતો છે. આ દિવસે સૂર્યનું ઉત્તરમાં પ્રયાણ થાય છે જેથી તેને ઉત્તરાયણ પણ કહેવામાં આવે છે

Makar Sankranti 2021: મકરસંક્રાંતિ પર જાણો આ દિવસનો પુણ્યકાળ અને ખાસ ગ્રહ યોગ
makar sankranti

Follow us on

Makar Sankranti 2021માં દર વર્ષની જેમ આ વર્ષે પણ 14 જાન્યુઆરીએ ઉજવાશે. મકરસંક્રાંતિ (ઉતરાયણ)નો તેહવાર હિન્દુ ધર્મમાં તેમજ ગુજરાતીઓમાં ખાસ મહત્વ ધરાવે છે. આ તેહવાર સંક્રાંત, ઉતરાયણ, ખીચડો જેવા અલગ અલગ નામથી જાણીતો છે. આ દિવસે સૂર્યનું ઉત્તરમાં પ્રયાણ થાય છે જેથી તેને ઉત્તરાયણ પણ કહેવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે સુર્ય ધન રાશીમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે. આ દિવસે જપ-તપ, દાન-ધર્મ, સ્નાન વિગેરેનું અનેરું મહત્વ છે.

ક્યારે મનાવાય છે મકારસંક્રાંતિનો તેહવાર ?
મકરસંક્રાંતિનો પુણ્યકાળ 8 કલાકનો રહશે, જે સાવરે 08 કલાકને 30 મિનિટથી લઈને સાંજે 05 કલાકને 46 મિનિટ સુધી રહશે. શાસ્ત્રો અનુસાર આ દરમ્યાન સ્નાન-દાન જેવા ધાર્મિક કાર્યોથી અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે. કહેવાય છે આ વર્ષે મકરસંક્રાંતિમાં તહેવાર પર ચંદ્ર, શનિ, બુધ, અને ગુરુ પણ મકર રાશિમાં હશે. આવામાં મકરસંક્રાંતિને અત્યંત શુભ ફળદાયક માનવામાં આવે છે.

આ દિવસે અચૂક કરશો આ કાર્યો –

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

મકરસંક્રાંતિના દિવસે દાન-પુણ્ય કરવું તે અત્યંત મહત્વનું મનાય છે. આ દિવસે વ્યક્તિએ પોતાની યથાશક્તિ પ્રમાણે દાન-પુણ્ય કરવું જોઈએ સાથે સાથે જ પવિત્ર નદીઓમાં સ્નાન પણ કરવું જોઈએ. આજના દિવસે ખીચડાનું દાન કરવું પણ વિશેષ ફળદાયી સાબિત થાય છે.આજના શુભ દિવસે ગોળ, તલ, રેવડી, ગજક વિગેરેને પ્રસાદના રૂપમાં વહેંચવામાં આવે છે.

Next Article