Makar Sankranti 2021: મકર સંક્રાંતિના દિવસે આ કાર્યો મનાય છે સૌથી શુભ, જાણો શું કરવું શું નહીં

|

Jan 07, 2021 | 7:46 PM

જ્યારે સુર્ય એક રાશિમાંથી બીજી રાશિમાંથી પ્રવેશ કરે તો તે દિવસને સંક્રાંતિ કહેવાય છે. જ્યારે સુર્ય મકર સંક્રાંતિમાં પ્રવેશ કરે તો તેને મકર સંક્રાંતિ કેહવાય છે. મકરસંક્રાંતિ દર વર્ષે 14 જાન્યુઆરીએ મનાવાય છે. આ દિવસે કમૂર્તા સમાપ્ત થઈ જાય છે. મકરસંક્રાંતિના દિવસે ખીચડાની સાથે સાથે અમુક કાર્યોનું પણ મહત્વ છે. જાણો કયા છે આ કર્યો […]

Makar Sankranti 2021: મકર સંક્રાંતિના દિવસે આ કાર્યો મનાય છે સૌથી શુભ, જાણો શું કરવું શું નહીં
મકર સંક્રાંતિના દિવસે આ કાર્યો મનાય છે સૌથી શુભ

Follow us on

જ્યારે સુર્ય એક રાશિમાંથી બીજી રાશિમાંથી પ્રવેશ કરે તો તે દિવસને સંક્રાંતિ કહેવાય છે. જ્યારે સુર્ય મકર સંક્રાંતિમાં પ્રવેશ કરે તો તેને મકર સંક્રાંતિ કેહવાય છે. મકરસંક્રાંતિ દર વર્ષે 14 જાન્યુઆરીએ મનાવાય છે. આ દિવસે કમૂર્તા સમાપ્ત થઈ જાય છે. મકરસંક્રાંતિના દિવસે ખીચડાની સાથે સાથે અમુક કાર્યોનું પણ મહત્વ છે.

જાણો કયા છે આ કર્યો :

1. સુર્ય દેવની પૂજા – ગુજરાતી પંચાંગમાં ચંદ્રની તિથિના બે પક્ષ હોય છે. આવી જ રીતે સુર્ય ના આધાર પર વર્ષના બે ભાગ હોય છે. જેમાં છ મહિના સુધી સુર્ય ઉતરાયાણમાં રહે છે અને છ મહિના દક્ષિણયાણમાં રહે છે. મકર સંક્રાંતિથી સૂર્યનું ઉત્તર તરફ પ્રયાણ થાય છે જેથી આ દિવસને દેશના અમુક ભાગમાં ઉતરાયણ પણ કેહવાય છે. એવું કેહવાય છે આજના દિવસે સૂર્યની પૂજા કરવી તેમજ તેનો અર્ઘ્ય કરવો અત્યંત શુભ મને છે.

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024

2. સ્નાન, દાન, અને પુણ્યનું મહત્વ -મકરસંક્રાંતિના દિવસે સ્નાન,દાન અને પુણ્ય કરવાનું એક અનેરું મહત્વ છે.આવું માનવામાં આવે છે કે આજના દિવસે કરેલા પુણ્યનું અનેક ગણું ફળ મળે છે. આની સાથે મકરસંક્રાંતિના દિવસે દાન નું પણ વિશેષ મહત્વ હોય છે. આ દિવસે ગાયને લીલું (ઘાસ) ખવડાવવું અને તલનું દાન કરવું અત્યંત શુભ મનાય છે. આમ કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે તેવું માનવમાં આવે છે.

3 તલના લાડુ- આ દિવસે તલ દાનની સાથે જ તલ, મગફળી, ગજક વગેરે પણ ખવાય છે. આ દિવસે લોકો તલ અને ગજકનભાગવાનને અર્પણ કરીને પછી તેનો પ્રસાદ પણ બાંટતા હોય છે.

4. પતંગ મહોત્સવ- મકરસંક્રાંતિના દિવસે પતંગ ઉડાવાનો પણ મહિમા છે. રંગ બેરંગી પતંગોથી ભરેલું આકાશ સૌ કોઈ નાના મોટાને ગમે છે. ગુજરાત ખાતે આંતરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ઉજવાય છે.

શું ના કરવું જોઈએ મકરસંક્રાંતિના દિવસે?

1. મકારસંક્રાંતિને પ્રકૃતિની સાથે ઉજવાતો તહેવાર માનવામાં આવે છે. આ દિવસે ઘરે કે બહાર કોઈ પણ વૃક્ષ કાપવું ના જોઈએ તેમજ તેની છંટાઈ ન કરવી જોઈએ. આવું કાર્ય અશુભ માનવામાં આવે છે.

2. મકરસંક્રાંતિના દિવસે કોઈ પણ પ્રકારનો નશો ના કરવો જોઈએ. આ દિવસે મસાલેદાર ભોજનથી પણ દૂર રહવું જોઈએ. આજના દિવસે મગની દાળની ખિચડી, તલ વિગેરેનું સેવન અત્યંત શુભ મનાય છે.

3. કહેવાય છે કે મકરસંક્રાંતિના દિવસે આપણે ફરવાજે આવેલા કોઈ પણ ગરીબ કે વૃદ્ધોને ખાલી હાથે ન મોકલવા જોઈએ. યથાશક્તિ પ્રમાણે કોઈને કોઈ ચીજવસ્તુનું દાન કરવું જોઈએ.

4. મકારસંક્રાંતિનાં દિવસે વાણી પર સંયમ રાખવું જોઈએ. કેહવાય છે આજના દિવસે કોઈ માટે અપશબ્દોનો ઉપયોગ અશુભ મનાય છે.

Next Article