વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિનું બોગસ મેઈલ આઇડી બનાવી કરાયા મેઈલ. ફરિયાદ કરવાની તૈયારી

|

Sep 12, 2020 | 11:02 AM

સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ ડો હેમાલી દેસાઈના નામે કોઇ તકસાધુએ અન્ય કર્મચારીઓ અને પ્રોફેસરોને બોગસ મેઇલ કર્યા હતા. જેને લઈ યુનિવર્સિટી દ્વારા પોલીસ ફરિયાદ કરવાની તૈયારી કરી છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના નામથી લોકોને મેઇલ કરવામાં આવ્યા હતા. ઇન્ચાર્જ વીસીના ધ્યાને આ વાત આવતા તાત્કાલિક વીસી સક્રિય થયા હતા અને […]

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિનું બોગસ મેઈલ આઇડી બનાવી કરાયા મેઈલ. ફરિયાદ કરવાની તૈયારી

Follow us on

સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ ડો હેમાલી દેસાઈના નામે કોઇ તકસાધુએ અન્ય કર્મચારીઓ અને પ્રોફેસરોને બોગસ મેઇલ કર્યા હતા. જેને લઈ યુનિવર્સિટી દ્વારા પોલીસ ફરિયાદ કરવાની તૈયારી કરી છે.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના નામથી લોકોને મેઇલ કરવામાં આવ્યા હતા. ઇન્ચાર્જ વીસીના ધ્યાને આ વાત આવતા તાત્કાલિક વીસી સક્રિય થયા હતા અને તમામ ને સાચી માહિતી મળે તે માટે એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

ઇ-મેઇલ બોગસ નહિ હોતા પરંતુ આખી ઇમેઇલ આઇડીજ કુલપતિના નામે બોગસ બનાવવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાને કુલપતિએ ગંભીરતાથી લઇને તાત્કાલીક સાચા મેઇલ આઇડીની નોટીસ જાહેર કરી હતી અને ટુંક સમયમાં સાયબર ક્રાઇમમાં ફરિયાદ આપવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં આ પહેલી વાર નથી કે કુલપતિના નામે કોઇ અસામાજીક તત્વ દ્વારા બોગસ આઇડી બનાવીને અન્ય સ્ટાફ અને પ્રોફેસરોને મેસેજ કર્યા હોય.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 માજી કુલપતિ શિવેન્દ્ર ગુપ્તાના કાર્યકાળમાં પણ બે વખત બોગસ આઇડી બનાવી કોઇ તક સાધુએ પ્રોફેસરોને એમઝોન વાઉચર ડાઉનલોડ કરવાના મેઇલ સેન્ટ કર્યા હતા. પરંતુ ત્યારે તેને ગંભીરતાથી નહિ લઇને માત્ર સ્ટાફને જાણ કરવામાં આવી હતી. પરંતુ આ ગઇકાલે જે બોગસ મેઇલ આઇડી પરથી સ્ટાફ અને પ્રોફેસરોને મેઇલ ગયા છે તેને હાલના ઇન્ચાર્જ કુલપતિ ડો હેમાલી દેસાઇ દ્વારા ખુબજ ગંભીર તાથી લેવામાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 11:01 am, Sat, 12 September 20

Next Article