Google Pay વડે જ ગ્રાહક પાસે પેમેન્ટનો આગ્રહ, દરોડો પાડનાર પોલીસ ટીમ પણ દંગ, 2 નંબરના ધંધામાં પૈસાનો હિસાબ 1 નંબર !

|

May 20, 2022 | 11:00 AM

ગાંધીનગર (Gandhinagar) થી સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) ની ટીમ દ્વારા એસઆરપીને સાથે રાખીને અરવલ્લી જિલ્લાની સરહદ નજીક મહિસાગર જિલ્લામાં દરોડો પાડવામાં આવ્યો હતો. 3 ઓરોપીને ઝડપી લેવાયા હતા.

Google Pay વડે જ ગ્રાહક પાસે પેમેન્ટનો આગ્રહ, દરોડો પાડનાર પોલીસ ટીમ પણ દંગ, 2 નંબરના ધંધામાં પૈસાનો હિસાબ 1 નંબર !
ગેરકાયદે દારુ વેચતા અને પૈસા Google Pay થી સ્વિકારતા

Follow us on

મહિસાગર (Mahisagar) જિલ્લામાં સ્ટેટ મોનીટરીંગ સેલ (State Monitoring Cell) દ્રારા દરોડો પાડવામાં આવતા બુટલેગર સહિત ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતા. બાતમી આધારે ગાંધીનગરથી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ મહિસાગર જિલ્લામાં દરોડો પાડવા માટે સજ્જ થઈને આવી પહોંચી હતી. ખાનપુર તાલુકાના દેગામડા ગામેથી થેલાઓમાં ભરીને મોટા પ્રમાણમાં દારુનુ વેચાણ કરતા જ રંગે હાથ SMC ની ટીમે ઝડપી પાડ્યા હતા. SMC ના PSI એ બાકોર પોલીસ (Bakor Police) મથકે ફરીયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. આ સાથે જ હવે સ્થાનિક પોલીસના માથે પણ કાર્યવાહી હાથ ધરાઈ શકે છે. આરોપીઓ દ્વારા દારુનુ વેચાણ પણ ગેરકાયદેસર કરીને ઓનલાઈન Google Pay વડે પેમેન્ટ મેળવતા હતા. આ પ્રકારે દારુના વેચાણને જોઈ પોલીસ પણ દંગ રહી ગઈ હતી.

રાજ્યમાં હવે ચુંટણીઓનો માહોલ બની રહ્યો છે. આ પહેલા દારુ અને જુગારની બદીઓને નષ્ટ કરી શાંતીપૂર્ણ માહોલ સ્થાપી રાખવા માટે તકેદારી રાજ્યના પોલીસ વિભાગ દ્વારા રાખવામાં આવતી હોય છે. ખાસ કરીને આંતરરાજ્ય સરહદી જિલ્લાઓમાં દારુની હેરફેરને લઈને પણ ચાંપતી નજર રાખવામાં આવતી હોય છે. સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર અને દાહોદ જેવા જિલ્લાઓ દારુની હેરફેર માટે જાણીતા જિલ્લા માનવામાં આવે છે. આ માટે હવે આ વિસ્તારમાં રાજ્ય કક્ષાની એજન્સીઓ દ્વારા ધોંસ વધારી દેવામાં આવી છે.

એસપી નિર્લીપ્ત રાયની આગેવાનીમાં સ્ટેટ મોનીટરીંગ સેલે હવે આ દીશામાં કાર્યવાહી વધુ તેજ બનાવી દીધી છે. મહિસાગર જિલ્લાના ખાનપુર વિસ્તારમાં દરોડો પાડીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જિલ્લાના બાકોર પોલીસ મથકની હદમાં આવેલ દેગામડા ગામની સિમમાં ખુલ્લેઆમ દારુનુ વેચાણ મોટા પ્રમાણમાં થઈ રહ્યુ હતુ. જેને લઈને સેલને મળેલી બાતમી આધારે એસઆરપીની ટીમ સાથે દરોડો પાડવામાં આવ્યો હતો. સેલ દ્વારા ત્રણ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. અને તેમની પાસેથી જુદા જુદા થેલામાં રાખેલ અને ઓરડીમાં સંતાડી રાખેલ 78.99 હજારના વિદેશી શરાબના જથ્થાને પણ જપ્ત કરી લેવામાં આવ્યો છે.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

Google Pay વડે પૈસા લઈ દારુ વેચતા હતા

બાકોર પોલીસ મથકે 6 જેટલા આરોપીઓના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. જે મુજબ આરોપીઓ રાજસ્થાનના સરથુણા માલાફલા વિસ્તારમાંથી સરકારી ઠેકા પરથી મોપેડ પર થેલા રાખીને તેમાં વિદેશી દારુ લાવીને અહીં ગુજરાતની હદમાં વેચાણ કરતા હોવાનુ ઝડપાયેલા શખ્શે જણાવ્યુ હતુ. તો વળી દારુનુ વેચાણ કરવા માટે ઓનલાઈન રીતે ગુગલ પેથી પૈસા લેતો હોવાનુ ખૂલ્યુ હતુ. આ માટે ગ્રાહકોને પણ દારુ વેચાણ કરનારા બુટલેગર મહેશ માલીવાડની સુચના મુજબ તેઓ ગ્રાહકો પાસેથી ગુગલ પે વડે પૈસા મેળવે છે. આ પ્રકારની સુચના 6000 ના માસિક પગારે રાખેલ માણસોને આપી હતી, જે રોકડના બદલે આમ જ ઓનલાઈન પૈસા મેળવતા હતા. આમ ગેરકાયદેસરના ધંધામાં વ્હાઈટ પૈસાનો કારોબર કરતા હોવાનુ પણ દરોડો પાડનાર અધિકારીઓ સમક્ષ જણાવ્યુ હતુ. પોલીસે રાજસ્થાનના સરકારી ઠેકાથી દારુનુ વેચાણ કરનારાઓને પણ આરોપી તરીકે દર્શાવેલ છે.

ઝડપાયેલ આરોપી

  1. મુકેશ સોમાભાઈ ડામોર, આંબલીયુ ફળીયુ, ગામ લંભો. તા. ખાનપુર, જિ. મહિસાગર
  2. મહેશ પ્રતાપભાઈ મછાર, તીજા કુઈ, ગામ નરોડા, તા. ખાનપુર, જિ. મહિસાગર
  3. રાજેન્દ્ર રામાભાઈ ડામોર, હોળી ફળીયુ, ગામ લંભો. તા. ખાનપુર., જિ. મહિસાગર

ફરાર આરોપી

  1. મહેશ ધુળાભાઈ માલીવાડ, ગામ દેગમડા, તા. ખાનપુર, જિ. મહિસાગર
  2. જીતેન્દ્ર ઉર્ફે જીતુ ગીરીષકુમાર બારૈયા, ગામ લીમડીયા, તા. ખાનપુર, જિ. મહિસાગર

 

 

Published On - 10:59 am, Fri, 20 May 22

Next Article