Mahisagar: રાજવી પરિવારે વિજયાદશમીએ શમી વૃક્ષનું પૂજન કરી પરંપરાગત રીતે અર્પણ કરી રાખડીઓ

|

Oct 06, 2022 | 8:59 AM

લુણાવાડાના  (Lunavada) એચ.એચ.મહારાજા સિદ્ધરાજસિંહે  વર્ષો જૂની પરંપરા મુજબ સમીના વૃક્ષની પૂજા કરી વિજયાદશમીની ઉજવણીમાં ભાગ લીધો હતો. લુણાવાડા સ્ટેટ હતું તે સમયથી આ  પરંપરાનું પાલન થાય છે.   લુણાવાડામાં વર્ષો જૂની રાજવી પરંપરા મુજબ જે લુણાવાડાના રાજા હોય તે સમીના વૃક્ષનું પૂજન કરે છે

Mahisagar: રાજવી પરિવારે વિજયાદશમીએ શમી વૃક્ષનું પૂજન કરી પરંપરાગત રીતે અર્પણ કરી રાખડીઓ
લુણાવાડામાં રાજવી પરિવાર દ્વારા શમી વૃક્ષનું પૂજન કરવામાં આવ્યું

Follow us on

વિજયા દશમીના દિવસે રાજવી પરિવારો દ્વારા શસ્ત્ર પૂજન તો થાય છે,  પરંતુ મહીસાગર  (Mahisagar) જિલ્લાના લુણાવાડાના  (Lunavada) રાજવી પરિવાર દ્વારા બીજી એક અનોખી પરંપરાનું પાલન થતું  (tradition ) જોવા મળ્યું હતું. લુણાવાડાના રાજવી પરિવારે દશેરાના પર્વે શમી વૃક્ષનું પૂજન કર્યું હતું અને રક્ષાબંધનના દિવસે કાંડા પર બહેનો દ્વારા બાંધવામાં આવેલી રાખડીઓ શમી વૃક્ષને અર્પણ કરી હતી.  સામાન્ય રીતે   ગુજરાતમાં એવી  પરંપરા છે કે શ્રાવણી પૂર્ણિમાએ  હાથ ઉપર બહેનો  દ્વારા જે રક્ષા સૂત્ર બાંધવામાં આવે છે તેને દશેરાના દિવસે  હાથ ઉપરથી  છોડવામાં આવે છે. આ દિવસે લુણાવાડમાં વિશેષ શોભાયાત્રાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

 

લુણાવાડામાં વિજયાદશમી નિમિત્તે નીકળી શોભાયાત્રા

વર્ષો જૂની પરંપરા દ્વારા વિજયાદશમીની ઉજવણી

લુણાવાડાના  (Lunavada) એચ.એચ.મહારાજા સિદ્ધરાજસિંહે  વર્ષો જૂની પરંપરા મુજબ સમીના વૃક્ષની પૂજા કરી વિજયાદશમીની ઉજવણીમાં ભાગ લીધો હતો. લુણાવાડા સ્ટેટ હતું તે સમયથી આ  પરંપરાનું પાલન થાય છે.   લુણાવાડામાં વર્ષો જૂની રાજવી પરંપરા મુજબ જે લુણાવાડાના રાજા હોય તે સમીના વૃક્ષનું પૂજન કરે છે અને જે અંતર્ગત વિજયાદશમીના દિવસે સાંજે એચ.એચ.મહારાજા સિદ્ધરાજસિંહ દ્વારા સમીના વૃક્ષની શાસ્ત્રોક્ત  વિધિ મુજબ પૂજા કરી વિજયાદશમીની ઉજવણી કરી હતી. સાથે સાથે રક્ષાબંધનના દિવસે જે રાખડી બાંધી હોય તે રાખડીને પણ કાંડા પરથી છોડ઼ીને સમીના વૃક્ષ પર  મુકવામાં આવી હતી. એક માન્યતા એવી પણ છે કે સમીના વૃક્ષની છાલ હાથની ટચલી આંગળી વડે ઉખાડી ઘરે રાખવામાં આવે તો ઘરમાં લક્ષ્મીનો વાસ રહે છે અને જે માટે લુણાવાડાના શહેરીજનો મોટી સંખ્યામાં સમીના દર્શન કરી રાખડી અર્પણ કરી સમીના વૃક્ષની છાલ ઉખડતા જોવા મળ્યા હતા. મહાભારતની  કથા પ્રમાણે  પાંડવો જ્યારે વનવાસમાં હતા ત્યારે ગુપ્ત રહેવા દરમિયાન તેમના શસ્ત્રો  શમીના વૃક્ષ પર સંતાડી દીધા હતા આથી પાંડવોની ઓળખાણ છતી ન થાય.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

વિથ ઇનપુટ ક્રેડિટઃ ભૂપેન્દ્રસિંહ સોલંકી , લુણાવાડા ટીવી9

Published On - 8:58 am, Thu, 6 October 22

Next Article