મહીસાગર : લુણાવાડામાં રખડતા ઢોરે વૃદ્ધ અને યુવતી પર કર્યો હુમલો, સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
વૃદ્ધ અને યુવતી બંને ઇજાગ્રસ્ત થયા હતા. સ્થાનિકો દ્વારા તાત્કાલીક ધોરણે બંન્ને પીડિતને લુણાવાડાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. રખડતા પશુઓના ત્રાસથી લોકો પરેશાન થઈ રહ્યા છે.
રાજ્યમાં રખડતા ઢોરનો આતંક યથાવત છે. મહીસાગરના લુણાવાડામાં રખડતા ઢોરનો આતંક ફરી જોવા મળ્યો છે. ગણેશ મંદિર પાસે રખડતા ઢોરે વૃદ્ધ તેમજ યુવતી પર હુમલો કર્યોની ઘટના સામે આવી છે. બજારમાં ખરીદી માટે આવેલા બંને લોકો ઢોરના હુમલાનો ભોગ બન્યા હતા. વૃદ્ધ અને યુવતી બંને ઇજાગ્રસ્ત થયા હતા. સ્થાનિકો દ્વારા તાત્કાલીક ધોરણે બંન્ને પીડિતને લુણાવાડાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. રખડતા પશુઓના ત્રાસથી લોકો પરેશાન થઈ રહ્યા છે. છતાં પાલિકા દ્રારા કોઈ પગલા ન લેવાતા લોકોમાં ઉગ્ર રોષ ફેલાયો છે.
મહીસાગરઃ લુણાવાડામાં રખડતા ઢોરનો આતંક, ઢોરના હુમલામાં વૃદ્ધ અને યુવતી ઇજાગ્રસ્ત | #TV9GujaratiNews #Gujarat pic.twitter.com/x9lDRPWykB
— Tv9 Gujarati (@tv9gujarati) March 12, 2023
દહેગામમાં પણ રખડતા ઢોરની દહેશત
તો આ તરફ ગાંધીનગરના દહેગામમાં પણ રખડતા ઢોરની દહેશત જોવા મળી રહી છે. રખડતા પશુના હુમલાની વધુ એક ઘટના સામે આવી. રખડતા ઢોરે 7 વર્ષના બાળક અને યુવક પર હુમલો કર્યો હતો. બંને લોકો સોસાયટી પાસે આવેલા મેદાનમાં જાદુગરનો શો જોવા માટે ચાલતા ચાલતા જઈ રહ્યા હતા. તે દરમિયાન રખડતા ઢોરે બે પિતરાઈ ભાઈને અડફેટે લીધા હતા. યુવકને છાતીના નીચે સામાન્ય ક્રેક અને બાળકને ફ્રેકચર થયું હતું.
આપને જણાવી દઈએ કે, હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ રજા આપી દેવાઈ હતી. બાળકના પિતાએ કલેકટર અને પાલિકાના ચીફ ઓફિસર સામે ગુનો દાખલ કરવા પોલીસ મથકમાં અરજી કરી હતી. જો ગુનો નહીં નોંધાય તો કોર્ટમાં જવાની બાળકના પિતાએ ચીમકી ઉચ્ચારી હતી. અગાઉ પણ ઢોરે એક મહિલાને અડફેટે લેતા તેનું મોત નીપજ્યું હતુ.
વડોદરાના કરજણમાં રસ્તા પર આખલા યુદ્ધ સર્જાયુ હતુ. આખલા એવા તો લડ્યા કે સૌકોઇના જીવ તાળવે ચોંટી ગયા હતા. તો કચ્છમાં પણ આખલાની લડાઇમાં વાહનોનો કચ્ચરઘાણ વળી ગયો હતો. રંગીલા રાજકોટમાં પણ મહાશિવરાત્રીએ રખડતા ઢોરે વૃદ્ધાને અડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. જ્યારે ભરૂચના અંકલેશ્વર અને મહેસાણામાં તો ઢોરે એવી તો અડફેટ મારી કે બંને શહેરોના યુવનોએ મોતને વ્હાલ કરવાનો વારો આવ્યો હતો.