Mahisagar : લમ્પી વાઈરસના ફેલાવો અટકાવવા કલેકટરે વિડીયો સંદેશ આપ્યો, હેલ્પ લાઇન નંબર પર જાણ કરવા અપીલ

|

Aug 03, 2022 | 5:16 PM

ગુજરાતમાં અત્યાર સુધી 20  જિલ્લામાં 57,677  પશુઓમાં લમ્પી વાયરસ(Lumpy Virus) જોવા મળ્યો છે. જેમાંથી 41065 પશુઓ સ્વસ્થ થયા છે. જયારે 1639 પશુઓના મોત થયા છે. જયારે 14973 પશુઓની સારવાર અને ફોલોઅપ ચાલુ છે.

Mahisagar : લમ્પી વાઈરસના ફેલાવો અટકાવવા કલેકટરે વિડીયો સંદેશ આપ્યો, હેલ્પ લાઇન નંબર પર જાણ કરવા અપીલ
Lumpy Virus

Follow us on

ગુજરાતના(Gujarat)  20 જિલ્લામાં ફેલાયેલા પશુઓના રોગ લમ્પી વાઈરસને(Lumpy Virus)  લઇને રાજ્ય સરકાર હવે સતર્કતા દાખવી રહી છે. જેમાં ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં લમ્પી વાઈરસનો ફેલાવો વધી રહ્યો છે. જેમાં પગલે મહીસાગર(Mahisagar)  અને બનાસકાંઠા જિલ્લામાં પણ વહીવટીતંત્ર દ્વારા સાવધાની રાખવામાં આવી રહી છે. જેમાં મહીસાગર જિલ્લામાં પણ લમ્પી વાયરસના ફેલાવાને અટકાવવા માટે જિલ્લા કલેકટરે પશુપાલકોને સોશિયલ મીડિયાના માધ્યમથી સંદેશ આપ્યો છે. જેમાં પશુઓમાં લમ્પી વાઈરસનાં કોઈપણ લક્ષણ દેખાય તો 1962 નંબર પર કોલ કરી જાણ કરવા અપીલ કરી છે. આ ઉપરાંત તેમણે વિડીયો મેસજથી પશુપાલકોને અપીલ કરી છે. જેમાં જિલ્લા બહારથી પશુઓ લાવવાનું અને લઈ જવા તેમજ વેચાણ કરવાનું હાલ પૂરતું બંધ રાખવા માટે અપીલ કરવામાં આવી છે.

ગુજરાતમાં અત્યાર સુધી 20  જિલ્લામાં 57,677  પશુઓમાં લમ્પી વાયરસ જોવા મળ્યો છે. જેમાંથી 41065 પશુઓ સ્વસ્થ થયા છે. જયારે 1639 પશુઓના મોત થયા છે. જયારે 14973 પશુઓની સારવાર અને ફોલોઅપ ચાલુ છે. જેમાં મંગળવારે  નવા નોંધાયેલા  1727  કેસ પૈકી સૌથી વધુ જામનગરમાં 413, રાજકોટ જિલ્લામાં 363, કચ્છ જિલ્લામાં   301, દ્વારકા જિલ્લામાં 291 અને બાકીના સાત  જિલ્લામાં  ઓછા કેસ નોધાયેલ છે. ગુજરાત સરકારે આપેલી માહિતી મુજબ ગુજરાતમાં કચ્છ, જામનગર, દ્વારકા, રાજકોટ, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, બનાસકાંઠા, સુરત, પાટણ, અરવલ્લી, પંચમહાલ, મહીસાગર, મહેસાણા અને વલસાડમાં પશુઓમાં લમ્પી વાયરસના કેસ જોવા મળ્યા છે.

11. 68 લાખ વધુ પશુઓના રસી આપવામાં આવી

જયારે નીરોગી પશુઓમાં ફેલાવો ના થાય તે માટે 11. 68 લાખ વધુ પશુઓના રસી આપવામાં આવી છે.  જેમાં અત્યાર સુધી નોંધાયેલા સૌથી વધુ કેસ 38, 141 એટલે કે 66 ટકા, દ્વારકામાં 4673 એટલે કે 8 ટકા, જામનગર જિલ્લામાં 4241 એટલે કે 7 ટકા કેસ નોંધાયા છે.  જેમાં આજે  20 જિલ્લામાંથી સાત જિલ્લામાં 74 પશુઓ લમ્પી વાયરસના લીધે મૃત્યુ પામ્યા છે.  જેમાં કચ્છ જિલ્લામાં 54, ભાવનગર જિલ્લામાં 5, જામનગર જીલ્લામાં 04, દ્વારકામાં 3, બોટાદ જિલ્લામાં 03, અમરેલી જિલ્લામાં 03, બનાસકાંઠા જિલ્લામાં 01 અને સુરેન્દ્રનગર જિલ્લામાં 01 પશુ મરણ નોંધાયેલ છે. જયારે બાકીના 12 જિલ્લામાં કોઇ પશુ મરણ નોંધાયેલ નથી.

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

આ દરમ્યાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના પશુધનમાં વ્યાપક પ્રમાણમાં જોવા મળેલા લમ્પી સ્કીન ડિસીઝથી અસરગ્રસ્ત કચ્છ જિલ્લાની મંગળવારે  મુલાકાતે પહોંચ્યા હતા. કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલ પણ તેમની સાથે મુલાકાતમાં જોડાયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે   ભુજના કોડકી રોડ ખાતેના લમ્પી આઈસોલેશન સેન્ટર અને સુખપર ગૌરક્ષણ સંસ્થા-પશુ રસીકરણ કેન્દ્રની મુલાકાત લીધી હતી. તેમજ પશુધનને અપાઈ રહેલી સારવાર-સંભાળની જાણકારી મેળવી હતી. લમ્પી રોગથી અસરગ્રસ્ત પશુઓને અલાયદા રાખવા માટેના આઈસોલેશન સેન્ટરમાં પશુઓ અને વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરીને વિગતે માહિતી મેળવ્યા બાદ તેઓએ અધિકારીને જરૂરી સુચનો કર્યા હતા.

(With Input, Bhupendra Solanki ,Mahisagar) 

Next Article