Mahisagar: મોડી રાત્રે ગાજવીજ સાથે વરસાદ ખાબકતા ડાંગરના ઊભા પાકનો સોંથ વળ્યો

|

Oct 08, 2022 | 9:47 AM

મહિસાગર સહિત સાબરકાંઠા અને મહેસાણામાં (mehsana) પણ કડકાભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. મહત્વનું છે કે ચોમાસાની ઋતુ સત્તાવાર પૂર્ણ થઈ ગઈ છે. પરંતુ હવામાનમાં પલટો થતા વરસાદી માહોલ ફરી એકવાર જામ્યો છે. જેના લીધે ખેતરમાં ઊભા મગફળી, કપાસ અને ડાંગરના પાકને નુકસાન થવાની ભીતિ પણ છે.

Mahisagar: મોડી રાત્રે ગાજવીજ સાથે વરસાદ ખાબકતા ડાંગરના ઊભા પાકનો સોંથ વળ્યો
મહિસાગરમાં મોડી રાત્રે ખાબકેલા વરસાદથી ડાંગરના પાકને નુકસાન

Follow us on

ગુજરાતમાં  (Gujarat) છેલ્લા બે દિવસથી પલટાયેલા વાતાવરણ વચ્ચે વિવિધ જિલ્લામાં વરસાદ ખાબકી રહ્યો છે ત્યારે મહિસાગર  (Mahisagar) જિલ્લામાં ગત મોડી રાત્રે ભારે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો.  જિલ્લામાં  ગાજવીજ સાથે વરસાદ થતા ખેડૂતોને ભારે નુકસાન થયું છે તેમજ ભારે પવન સાથે વરસાદ થતા ડાંગરનો  (Paddy crop) ઉભો પાક જમીનદોસ્ત થઇ ગયો છે. જિલ્લામાં મોટાભાગના ખેડૂતો ડાંગરની ખેતી કરે છે ત્યારે આ આફતના વરસાદે ખેડૂતોને ભારે નુકસાન પહોંચાડ્યું છે. ત્યારે હવે પીડિત ખેડૂતો જિલ્લામાં નુકસાનીનો સરવે કરી વળતર આપવા માગ કરી રહ્યા છે.

 

તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા

મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ વરસાદ

રાજ્યમાં (Gujarat ) આસો મહિનામાં અષાઢી જેવો માહોલ છવાયો છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરની સીધી અસર ગુજરાતના વાતાવરણમાં (Gujarat Weather)  જોવા મળી રહી છે. રાજ્યના અનેક વિસ્તારમાં છુટોછવાયો વરસાદ વરસ્યો છે. અમદાવાદના  નારોલમાં ધોધમાર વરસાદ પડ્યો છે. વડોદરા, આણંદ અને વલસાડના (Valsad) વાપી સહિત કેન્દ્રશાસિત પ્રદેશોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. અરવલ્લીના મોડાસા, મેઘરજ, માલપુર અને ધનસુરામાં પણ સતત બીજા દિવસે વરસાદ વરસ્યો છે. તો સાબરકાંઠા અને મહેસાણામાં (mehsana) પણ કડકાભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. મહત્વનું છે કે ચોમાસાની ઋતુ સત્તાવાર પૂર્ણ થઈ ગઈ છે. પરંતુ હવામાનમાં પલટો થતા વરસાદી માહોલ ફરી એકવાર જામ્યો છે. જેના લીધે ખેતરમાં ઊભા મગફળી, કપાસ અને ડાંગરના પાકને નુકસાન થવાની ભીતિ પણ છે.

ચોમાસાની (Monsoon) સત્તાવાર વિદાય બાદ પણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.હવામાન વિભાગની આગાહીના પગલે રાજયમાં મેઘરાજાનું હજુ પુન: આગમન થશે. આગામી 2 અને 3 દિવસમાં સૌરાષ્ટ્ર (Saurashtra) અને કચ્છમાં વરસાદ પડવાની શકયતા છે. જયારે ગાંધીનગર અને અમદાવાદમાં પણ છૂટોછવાયો વરસાદ પડી શકે છે. ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટીના કારણે સામાન્ય અને છૂટોછવાયો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જો કે વરસાદની આગાહીના (Rain Forecast) પગલે મગફળીના પાકને મોટુ નુકસાન થઈ શકે છે. જેથી ખેડૂતો (Farmer) મેઘરાજાના પુન: આગમન પગલે ચિંતામાં મુકાયા છે.

 

Next Article