Mahisagar: સંતરામપુરમાં 5 વર્ષની બાળકીને વીજકરંટ લાગ્યો, બાળકીનો થયો ચમત્કારિક બચાવ

|

Jun 27, 2022 | 1:51 PM

મહિસાગર જિલ્લાના સંતરામપુરના રાણાવાસ વિસ્તારમાં એક 5 વર્ષની બાળકીને વિજ કરંટ (Electric current)લાગ્યો હતો. બાળકીને વિજ કરંટ લાગતા બાળકી વિજપોલ સાથે ચોંટી ગઇ હતી.

Mahisagar: સંતરામપુરમાં 5 વર્ષની બાળકીને વીજકરંટ લાગ્યો, બાળકીનો થયો ચમત્કારિક બચાવ
મહિસાગર જિલ્લામાં બાળકીને વિજકરંટ લાગ્યો

Follow us on

MahiSagar: રાજયમાં ગઇકાલે સાંજે અનેક ઠેકાણે વરસાદી (Rain) માહોલ છવાયો હતો. જેમાં ભારે પવન સાથે વરસાદ ખાબકતા નુકસાનીના દ્રશ્યો પણ સર્જાયા હતા. જેમાં વિજળી પડવા સહિતના બનાવો પણ સામે આવ્યા છે. ત્યારે વરસાદી માહોલમાં સોસાયટી અને શેરીઓમાં ઉભા કરવામાં આવેલા વિજપોલ કેટલા ભયજનક હોય છે. તેનું વરવું ઉદાહરણ સામે આવ્યું છે મહિસાગર જિલ્લામાં,,,

મહિસાગર જિલ્લાના સંતરામપુરના રાણાવાસ વિસ્તારમાં એક 5 વર્ષની બાળકીને વિજ કરંટ (Electric current)લાગ્યો હતો. બાળકીને વિજ કરંટ લાગતા બાળકી વિજપોલ સાથે ચોંટી ગઇ હતી. અને, બાળકીને વિજપોલથી અલગ કરવા આસપાસ ઉભેલા લોકોએ ભારે મહેનત કરી હતી. આ ભયાનક દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. આ સીસીટીવીમાં સ્પષ્ટ જોઇ શકાય છેકે બાળકી રમતા-રમતા વિજપોલ સાથે ચોંટી ગઇ અને બાજુમાં ઉભેલા એક વ્યક્તિએ લાંબો વાંસનો લાકડો લઇ બાળકીને વિજપોલથી અલગ કરી હતી.

જુઓ આ વીડિયો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ઘરઆંગણે રમતી બાળકી વીજપોલ સાથે ચોંટી ગઈ

સંતરામપુર નગરના રાણાવાવ વિસ્તારની આ ઘટના છે.  આ સોસાયટીનાં રહીશોના ઘર આંગણે વીજપોલના ખુલ્લા વીજ વાયરોના કારણે 5 વર્ષની બાળકી ધ્રિતી સંજયકુમાર રાણાને કરંટ લાગ્યો હતો. જેથી બાળકીને બૂમાબૂમ કરતાં આજુબાજુના રહીશોએ લાકડાના ડંડા વડે વીજ થાંભલાથી તેને દૂર કરી હતી. ઘટનાને લઈને બાળકીને તાત્કાલિક સંતરામપુરની ખાનગી હોસ્પિટલ ખસેડાઇ હતી. હાલમાં બાળકીની તબિયત સારી છે.

સ્થાનિકોએ લાકડા વડે બાળકીને વીજપોલથી અલગ કરી

બાળકી પોતાના ઘરનાં આંગણે રમી રહી હતી. આ સમયે કરંટ આવતા જ તે થાંભલા સાથે ખેંચાઈ ગઈ હતી. આખા રાણાવાસ વિસ્તારમાં આવી જ પરિસ્થિતિ જોવા મળી રહી છે. આવી રીતે ખુલ્લા વાયરોના કારણે શોર્ટ સર્કિટનું જોખમ વધ્યું છે. જેને લઇને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

Published On - 1:09 pm, Mon, 27 June 22

Next Article