MAHISAGAR : સંતરામપુરમાં ભ્રુણ હત્યાનો વીડિયો વાયરલ, સરકારે આપ્યા તપાસના આદેશ

|

Jul 17, 2021 | 10:39 PM

સંતરામપુરમાં ભ્રૂણ હત્યાના વાયરલ વીડિયોને લઇને તપાસનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. જિલ્લા આરોગ્ય અધિકારીએ પોલીસને સાથે રાખીને વીડિયોમાં જે મકાન દેખાય છે, તેની તપાસ કરી છે.

MAHISAGAR : સંતરામપુરમાં ભ્રુણ હત્યાનો વીડિયો વાયરલ, સરકારે આપ્યા તપાસના આદેશ
FILE PHOTO

Follow us on

MAHISAGAR : જિલ્લાના સંતરામપુરમાં ભ્રૂણ હત્યાના વાયરલ વીડિયોને લઇને તપાસનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. જિલ્લા આરોગ્ય અધિકારીએ પોલીસને સાથે રાખીને વીડિયોમાં જે મકાન દેખાય છે, તેની તપાસ કરી છે. ઘટનાસ્થળની તપાસ બાદ માહિતી મળી છે કે, તે મકાનમાં ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી નર્સ રહે છે, જે છેલ્લા 10 દિવસથી ગાયબ છે.

બાળકની ગર્ભમાં ચાર મહિલા દ્વારા હત્યાનો વીડિયો વાયરલ

પોલીસ અને આરોગ્ય અધિકારી વીડિયોમાં દેખાતા તમામ પાસા તપાસી રહ્યા છે. મહત્વનું છે કે, મહીસાગરના સંતરામપુરમાં મહિલાના અમાનવીય રીતે ગર્ભપાતના વીડિયોથી ચકચાર મચી ગઇ છે. મહિલાની કૂખમાં રહેલા બાળકની 4 મહિલા દ્વારા હત્યાનો વીડિયો વાયરલ થયો છે. મહીસાગર જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારીએ કહ્યું કે, આ ઘટના ગુજરાતની ગરિમાને કલંક લગાવે એવી છે.

આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ
કથાકાર જયા કિશોરી પોતાની બેગમાં કઈ વસ્તુઓ રાખે છે? જાતે ખોલ્યું રહસ્ય
ઉનાળામાં ઘરે બનાવો કાચી કેરીની મીઠી ચટણી, જાણી લો સિક્રેટ રેસીપી

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે તપાસના આપ્યા કડક આદેશ
મહીસાગરના સંતરામપુરમાં ખુલ્લા આકાશ નીચે, ઓરડીમાં ઘોર પાપ આચરવાના વાયરલ વીડિયો અંગે મહિલા આયોગના ચેરમેને એસપી અને આરોગ્ય વિભાગના અધિકારીને જાણ કરી કડક પગલા લેવા સૂચના આપી છે. તો રાજ્યના નાયબ મુખ્યપ્રધાન પણ વાયરલ વીડિયો અંગે ચિંતા વ્યક્ત કરી છે. ડેપ્યુટી CM નીતિન પટેલે કહ્યું કે,દોષિતોને શોધીને ઝડપથી સજા અપાવવામાં આવશે’.

મહિસાગર જિલ્લામાં બાળકોની હત્યાનો વેપલો ફુલ્યોફાલ્યો છે

મહીસાગર જિલ્લામાં બાળકોની ગર્ભમાં જ હત્યા કરવાનો વેપલો ચાલી રહ્યો છે, ત્યારે એક મહિલાના અમાનવીય રીતે ગર્ભપાતનો વીડિયો વાયરલ થતા હાહાકાર મચ્યો છે. આ વીડિયોમાં જોઇ શકાય છેકે 4 જેટલી મહિલા એક મહિલાને જમીન પર સુવડાવી ગર્ભપાત કરી રહી છે. આ ઘટના બાદ પોલીસ અને આરોગ્ય વિભાગે વીડિયોમાં જે મકાન દેખાય છે તે મકાનમાં તપાસ હાથ ધરવામાં આવી છે.

ખુલ્લા આકાશ નીચે અને ઓરડીમાં ઘોર પાપને અંજામ અપાયો
મહીસાગરના સંતરામપુરમાં ખુલ્લા આકાશ નીચે, એક ઓરડીમાં ઘોર પાપ આચરવામાં આવ્યું હોવાનું ખુલ્યું છે . આ ઘોર પાપ મહિલાની કૂખમાં રહેલા બાળકને મારી નાંખવાનું કારસ્તાન હતું. પહેલા તો મહિલાને બેભાન કરવામાં આવી હતી. મહિલા બેભાન થયા બાદ મેડિકલ સાધનો સાથે અમાનવીય રીતે ગર્ભપાત કરાયો હતો. આ ઘટના અંગેની 3 દિવસની તપાસ બાદ મહીસાગર જિલ્લાનો અમાનવીય કિસ્સાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.

Next Article