LRD ભરતીમાં છેલ્લી ઘડીએ નિયમો બદલાતા ગાંધીનગરમાં મહિલાઓ ન્યાય માટે મેદાને

|

Dec 28, 2019 | 10:04 AM

રિપોર્ટરઃ યુનુસ ગાઝી| LRD ભરતી પ્રક્રિયામાં છેલ્લી ઘડીએ નિયમોનો બદલાવ થતા પરીક્ષા પાસ કરી ચૂકેલા SC-ST-OBCની સંખ્યાબંધ મહિલા ઉમેદવારો ભરતીથી વંચિત રહી ચૂકી હોવાનો આક્ષેપ છે. જેના ન્યાયની માગ સાથે છેલ્લા 19 દિવસથી ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે ડિસેમ્બરની કડકડતી ઠંડીમાં ધરણાં પર બેઠી છે. જેમાં કેટલીક તો પોતાના માસુમ સંતાનો સાથે ધરણાં કરી રહી છે. તો […]

LRD ભરતીમાં છેલ્લી ઘડીએ નિયમો બદલાતા ગાંધીનગરમાં મહિલાઓ ન્યાય માટે મેદાને

Follow us on

રિપોર્ટરઃ યુનુસ ગાઝી| LRD ભરતી પ્રક્રિયામાં છેલ્લી ઘડીએ નિયમોનો બદલાવ થતા પરીક્ષા પાસ કરી ચૂકેલા SC-ST-OBCની સંખ્યાબંધ મહિલા ઉમેદવારો ભરતીથી વંચિત રહી ચૂકી હોવાનો આક્ષેપ છે. જેના ન્યાયની માગ સાથે છેલ્લા 19 દિવસથી ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે ડિસેમ્બરની કડકડતી ઠંડીમાં ધરણાં પર બેઠી છે. જેમાં કેટલીક તો પોતાના માસુમ સંતાનો સાથે ધરણાં કરી રહી છે. તો કેટલીક પોતાના માસુમ સંતાનોને ઘરે મૂકીને સરકાર સામે જંગે ચઢી છે. એ જ સંતાનોના ભવિષ્યને ઉજ્જવળ કરવા નોકરી મેળવવા માટે. આ માતાઓ અને દિકરીઓ પોકાર કરી રહી છે. કે તેમની વેદના સરકાર સાંભળશે.

આ પણ વાંચોઃ કોંગ્રેસનું CAA-NRCની વિરૂદ્ધ પ્રદર્શન, રાહુલ ગાંધીએ કહ્યું નોટબંધીથી મોટો ઝટકો સાબિત થશે

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

અમદાવાદના રામેશ્વરમમાં રહેતી મોહિની શ્રીમાળીએ આમ તો અભ્યાસ સાથે જ સરકારી નોકરી કરવાનું વિચાર્યું હતું. પરંતુ લગ્ન પછી તે સરકારી નોકરી માટે વધુ ગંભીર બની અને જાહેરાત થઈ લોકરક્ષક ભરતી બોર્ડની પરીક્ષાની. એક તરફ પરીક્ષા માટે ફોર્મ ભર્યું અને બીજી તરફ તે ગર્ભવતી બની. પરીક્ષાની તારીખ નજીક આવી તે સાથે જ પ્રસૂતિનો સમય પણ નજીક આવ્યો. પરીક્ષાના સાત દિવસ પૂર્વ જ પ્રસૂતિ થઈ અને તેના હાથમાં રમતી આ બાળકીનો જન્મ થયો. પ્રસૂતિની સારવાર વચ્ચે પણ મોહિની LRDની પરીક્ષા આપી. પેપર ફૂટ્યું અને કમનસીબે પરીક્ષા રદ થઈ.

આટલી પીડાઓ વચ્ચે અને નાની બાળકીના ઉછેર વચ્ચે તેને બીજી વખત જાહેર થયેલી લેખિત પરીક્ષા તો આપી. પરંતુ સૌથી કઠિન શારીરિક પરીક્ષામાં દોડની પરીક્ષામાં પણ તે સન્માનજનક માર્ક્સ સાથે પાસ થઈ હતી. પરંતુ SC-ST-OBC મહિલા ઉમેદવારોનું લિસ્ટ ઊંચું આવ્યું અને વગર વાંકે મોહિની જેવી સંખ્યાબંધ મહિલા ઉમેદવાર રાખડી પડી. માત્ર એક વર્ષની ઉંમરની દીકરીની માતા સરકારને પ્રશ્ન કરે છે કે, જનરલ કેટેગરીમાં ઓછા માર્કવાળી ઉમેદવારો પાસ થઈ તો, અમે વધુ માર્ક લાવ્યા હોવા છતાં અને અનેક પીડાઓ વચ્ચે પાસ થવા છતાં નવો પરિપત્ર આગળ ધરી અન્યાય કેમ???

જનરલની છોકરીઓ 35 માર્ક્સમાં પાસ થઈ છે જ્યારે અમે તો 60-60 માર્કવાળી રહી ગઈ છે. સરકાર જાગે ઉઠે અને ન્યાય આપે. મોહિની તો તેની એક વર્ષની દીકરી સાથે 18 દિવસથી ધરણાં કરી રહી છે. પરંતુ અહીં બીજી એવી અનેક ઉમેદવારો છે જે પોતાના માસુમ સંતાનોને પરિવાર કે પાડોશીઓના ભરોસે મૂકી ધરણાં કરી રહી છે. ઘરે રહેલા આવા માસુમ સંતાનો પોતાની માતાઓને ઘરે પાછી આવી જવા કાકલૂદી કરે છે. પરંતુ એ માસુમ સંતાનોને ક્યાં ખબર છે કે, તેમની માતાઓ તેઓના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા જ નોકરી મેળવવા આ સંઘર્ષ કરી રહી છે.

અન્ય ઉમેદવાર ભાવના આહીરે કહ્યું કે, અમે પ્રદીપસિંહને રજૂઆત કરવા ગયા તો, તેઓએ કહ્યું કે હું OBC-SC-ST સેલની મહિલાઓને અન્યાય થવા દઈશ નહીં. તેમ છતાં આ મહિલાઓને અન્યાય થઈ રહ્યો છે. ત્યારે હું પ્રદીપસિંહને પૂછવા માગુ છું કે, હાલ તમે ક્યાં છો. સૂતા છો કે આંખોએ પાટા બાંધેલા છે. 25 દિવસથી અહીં રખડીયે છે. સળંગ 18 દિવસથી અહીં ઘણી બધી બહેનો એવી છે કે, જે પોતાના નાના છોકરાઓને અહીં મૂકીને આવી છે. મારો 5 વર્ષનો છોકરો મને કહે છે. મમ્મી તું પાછી આવી જ મને તારી જરૂર છે. અહીંયાં મારો હક લેવા આવી છું. આજે તમારો દિવસ છે, આવતીકાલે અમારો દિવસ આવશે. આજે અમે જેવી રીતે રખડીયે છે ને આવતીકાલે અમે તમને પણ રાખડાવીશું યાદ રાખજો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ મહિલા ઉમેદવારો જે જુસ્સા અને ગુસ્સાથી સરકારને લલકારી રહી છે. તેજ જુસ્સા સાથે ગુનેગારો અને ગુનાખોરીને ડામવાનો જુસ્સો ધરાવે છે. પરંતુ સરકાર તેઓની પોકાર સાંભળે તો, ક્યાર સુધી આ ધરણાં લંબાય છે અને ક્યાર સુધી આ માતાઓ લલકાર કરે છે તે જોવું રહ્યું.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 9:53 am, Sat, 28 December 19

Next Article