2019ની લોકસભા ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ બંને ગુજરાતના એક જ સ્થાનથી વગાડશે ચૂંટણી બ્યુગલ, જાણો કઈ છે બેઠક
2019 લોકસભાની ચુંટણીની તૈયારીઓ માટે દેશના પ્રમુખ પક્ષો ભાજપ અને કોંગ્રેસ મેદાનમાં ઉતર્યા છે.કોંગ્રેસ એ ચુંટણીનું રણશીંગુ ફૂંકવા વલસાડના ધરમપુરના લાલ ડુંગરી મેદાનની પસંદગી કરીને તો કોંગ્રેસની સભાના એક દિવસ પેહલા ભાજપ તરફથી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ ધરમપુરથી ચુંટણીનો બ્યુગલ વગાડશે. ૨૦૧૯ લોકસભાની ચુંટણીની પુરજોશમાં તૈયારીઓ શરુ થઇ ગઈ છે.ક્યાંક આરોપ તો ક્યાંક વિકાસના […]

2019 લોકસભાની ચુંટણીની તૈયારીઓ માટે દેશના પ્રમુખ પક્ષો ભાજપ અને કોંગ્રેસ મેદાનમાં ઉતર્યા છે.કોંગ્રેસ એ ચુંટણીનું રણશીંગુ ફૂંકવા વલસાડના ધરમપુરના લાલ ડુંગરી મેદાનની પસંદગી કરીને તો કોંગ્રેસની સભાના એક દિવસ પેહલા ભાજપ તરફથી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ ધરમપુરથી ચુંટણીનો બ્યુગલ વગાડશે.
૨૦૧૯ લોકસભાની ચુંટણીની પુરજોશમાં તૈયારીઓ શરુ થઇ ગઈ છે.ક્યાંક આરોપ તો ક્યાંક વિકાસના કામો આગળ મુકીને વોટ માંગવાની રાજનીતિ શરુ થઇ છે.તો કોંગ્રેસ સત્તાવાર ચુંટણીના પ્રચારની તૈયારી માટે ધરમપુરના લાલ મૈદાનની પસંદગી કરી છે.૧૪ તારીખે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી લાલ ડુંગરી મૈદાન ખાતે જાહેર સભા સંબોધવાના છે
તો બીજી બાજુ ભાજપે નેહલે પે દેહલા માર્યો છે.૧૪ તારીખે રાહુલ ગાંધી ચુંટણી પ્રચાર શરુ કરવાના છે.તો એ પેહલા ભાજપ ધરમપુરથીજ પ્રચાર શરુ કરવાની છે.મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડનવીસ ધરમપુરથી ચુંટણીનો પ્રચાર શરુ કરવાના છે.ભાજપના મુખ્ય પ્રધાન કાર્યકર્તા ક્લસ્ટર સમ્મેલન કરવાના છે.
વલસાડની બેઠક ઐતીહાસિક બેઠક છે કેમકે જે પણ પક્ષના પ્રતિનિધિ વલસાડની બેઠક ઉપર જીતે છે એજ પક્ષ ની સરકાર કેન્દ્રમાં બને છે.ત્યારે ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષો એ વલસાડથીજ ૨૦૧૯ લોકસભાની શરૂઆત કરવાનું નક્કી કર્યું છે.આમ તો ૧૩ તારીખે ભાજપે પોતાનો કાર્યક્રમ રાખીને ૧૪ તારીખની રાહુલ ગાંધીની જાહેર સભા ઉપર પાણી ફેરવી દીધું હોય એમ લાગી રહ્યું છે.જોકે આ તો હજુ શરૂઆત છે અને અગામી દિવસોમાં અનેક નવા દાવ પેંચ સામે આવશે.
[yop_poll id=1253]