Lockdown in Valsad : વલસાડમાં 10 દિવસનું સ્વયંભૂ લૉકડાઉન, કોરોના સામે લડવા હવે જનતા ખુદ મેદાનમાં

|

Apr 20, 2021 | 2:49 PM

કોરોનાની વર્તમાન સ્થિતીને ધ્યાનમાં લઇ ગુજરાતના વલસાડમાં (Valsad) લોકોએ સ્વયંભૂ લૉકડાઉનની જાહેરાત કરી છે.

Lockdown in Valsad : વલસાડમાં 10 દિવસનું સ્વયંભૂ લૉકડાઉન, કોરોના સામે લડવા હવે જનતા ખુદ મેદાનમાં

Follow us on

Lockdown in Valsad : કોરોના વાયરસની બીજી લહેર સમગ્ર દેશમાં તબાહી મચાવી રહી છે. તેવામાં ગુજરાતના પણ હાલ બેહાલ જોવા મળી રહ્યા છે. સરકાર દ્વારા લોકડાઉન ન લગાડવામાં આવતાં ગુજરાતના વલસાડમાં (Valsad) કોરોનાની ચેઇન તોડવા લોકોએ સ્વયંભૂ લૉકડાઉનની જાહેરાત કરી છે. વલસાડ જિલ્લાના વેપારીઓ અને દુકાનદારોના સંગઠને જિલ્લા કલેક્ટર આર.આર. રાવલ અને બીજેપીના ધારાસભ્ય ભરત પટેલ સાથે બેઠક કરીને નિર્ણય લીધો છે.

રાજ્યની બધી હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઇ રહી છે. ઓક્સિજન અને રેમડેસિવિર ઇંજેક્શન માટે દર્દીઓના પરિજન ધક્કા ખાય રહ્યા છે. કોરોનાની હાલની પરિસ્થિતી જોઇને દેશના કેટલાક રાજ્યોમાં હાલ અઠવાડિયાનું લોકડાઉન પણ લગાડવામાં આવ્યુ છે અને કેટલીક જગ્યાઓ પર ખાસ પ્રતિબંધ પણ લગાવવામાં આવ્યા છે.

વલસાડ જિલ્લામાં સોમવારે કોરોનાના 71 નવા કેસ આવ્યા હતા જેની સાથે કુલ કેસની સંખ્યા 2,101 થઇ ગઇ છે. સાથે જ કોરોનાના સંક્રમણને કારણે 6 લોકોના મોત પણ થયા છે. સરકારી તેમજ પ્રાઇવેટ હોસ્પિટલોમાં 416 દર્દીઓના ઇલાજ ચાલી રહ્યા છે જેને લઇને રવિવારે વલસાડમાં લૉકડાઉનની જાહેરાત થતાં જ મેગા સ્ટોરની બહાર લોકોની લાઇન લાગી ગઇ અને જરૂરિયાતનો સામાન લેવા માટે બજારોમાં ભીડ ઉમટી પડી.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

તમને જણાવી દઇએ કે રાજ્યમાં પહેલી એપ્રિલથી જ અન્ય રાજ્યોમાંથી આવનાર લોકો માટે આરટીપીસીઆર નેગેટિવ લાવવો ફરજિયાત છે. નહીં લઇને આવનાર પાસેથી 800 રૂપિયા લઇને એરપોર્ટ, બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન પર તેમનો ટેસ્ટ કરવામાં આવે છે અને પોઝિટીવ આવવા પર તેમને આઇસોલેશન સેંટરમાં મોકલી આપવામાં આવે છે.

Next Article