લો બોલો, નક્કી શું કરવાનું? કોર્પોરેશનના આરોગ્ય વિભાગનું અગડમ બગડમ ! એક જ વ્યક્તિનો એક જ દિવસે બે જગ્યાએ કરાવેલો કોરોના રિપોર્ટ પોઝીટીવ પણ અને નેગેટીવ પણ

કોરોનાના દર્દીઓના આંકડામાં અને મોતના આંકડામાં અનેક વિસંગતતા હોવાની ફરિયાદો વખતોવખત ઉઠતી આવી છે તેવામાં સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગનું અજબ ગજબ ખાતું બહાર આવ્યું છે જે સાંભળીને તમે પણ ચોંકી જશો. સુરતના મગદલ્લા ગામમાં રહેતા સુનિલ પ્રજાપતિને કામ અર્થે બહાર ઘણું ફરવાનું થતું હોવાથી તેમણે કોર્પોરેશનમાં ચાલતા કોરોનાના ચેકીંગમાં પોતાના કોરોના રિપોર્ટની તપાસ કરવાનો વિચાર […]

લો બોલો, નક્કી શું કરવાનું? કોર્પોરેશનના આરોગ્ય વિભાગનું અગડમ બગડમ ! એક જ વ્યક્તિનો એક જ દિવસે બે જગ્યાએ કરાવેલો કોરોના રિપોર્ટ પોઝીટીવ પણ અને નેગેટીવ પણ
https://tv9gujarati.in/lo-bolo-nakki-sh…tive-aavta-vivad/
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Sep 19, 2020 | 12:26 PM

કોરોનાના દર્દીઓના આંકડામાં અને મોતના આંકડામાં અનેક વિસંગતતા હોવાની ફરિયાદો વખતોવખત ઉઠતી આવી છે તેવામાં સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગનું અજબ ગજબ ખાતું બહાર આવ્યું છે જે સાંભળીને તમે પણ ચોંકી જશો. સુરતના મગદલ્લા ગામમાં રહેતા સુનિલ પ્રજાપતિને કામ અર્થે બહાર ઘણું ફરવાનું થતું હોવાથી તેમણે કોર્પોરેશનમાં ચાલતા કોરોનાના ચેકીંગમાં પોતાના કોરોના રિપોર્ટની તપાસ કરવાનો વિચાર કર્યો.

આ માટે તેઓ સૌથી પહેલા ઉધના ઝોનના હેલ્થ સેન્ટરમાં ગયા ત્યાં ચેકઅપ કરનાર દ્વારા પૂછાયેલા આરોગ્યલક્ષી સવાલોના જવાબ તેમણે આપ્યા. ડાયાબીટીસ, સુગર જેવી કોઈ તકલીફ સુનિલભાઈને નહોતી તેમને કોરોનાના લક્ષણ પણ નહોતા. આ બધી જ બાબતો તેમણે જણાવી હતી. જોકે જ્યારે રિપોર્ટ આવ્યો ત્યારે તેઓ ચોંકી ગયા કે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

કોઈ જ તકલીફ નહિ હોવા છતાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાથી તેમને આશ્ચર્ય થયું હતું અને મનની શાંતિ માટે તેમણે બીજા ઝોનના હેલ્થ સેન્ટરમાં પણ તપાસ કરાવી. અઠવા ઝોનના હેલ્થ સેન્ટરમાં જતા ત્યાં પણ તેમને એ જ સવાલો પૂછવામાં આવ્યા જોકે અહીં તેમનો રિપોર્ટ નેગેટિવ આવતા તેઓ અવઢવમાં મુકાઈ ગયા હતા કે કયો રિપોર્ટ સાચો અને કયો રિપોર્ટ ખોટો ગણવો તેની દ્વિધામાં તેઓ મુકાઈ ગયા.

જોકે નવાઈની વાત તો એ પણ છે કે પહેલા આવેલા પોઝિટિવ રિપોર્ટને આધારે કોઈ જ તકલીફ કે લક્ષણો ન હોવા છતાં તેમને પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા હોમ ક્વોરેન્ટાઇન કરી દેવાયા છે તેમણે ઘર નજીક આવતા ધન્વંતરી રથમાં પણ ચેકીંગ કરાવતા ત્યાં પણ રિપોર્ટ નેગેટિવ જ આવ્યો છે. જો કે પાલિકાએ હોમ ક્વોરેન્ટાઇન કરી દેતા તેમની મુશ્કેલીમાં વધારો થયો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">