VIDEO: જામનગરની ધરતી પર રાજપૂત દીકરીઓએ તલવારના કરતબ સાથે શહીદોને આપી શ્રદ્ધાંજલિ

|

Aug 23, 2019 | 10:06 AM

તલવાર એટલે શોર્ય, હિંમત અને બલીદાનનું પ્રતિક એટલે રાજપૂત સમાજના લોકોની નસ નસમાં તલવારબાજી સામેલ છે. રાજપૂત સમાજની દીકરીઓ પણ તલવારબાજીમાં કૌશલ્ય હાંસલ કર્યુ છે. જામનગરના ધ્રોલ નજીક આવેલા ભૂચરમોરીના મેદાનમાં નવો ઈતિહાસ રચ્યો છે. રાજપૂત સમાજની 2 હજાર મહિલાઓ એકસાથે તલવાર રાસ કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે. અને ભૂચરમોરીના યુદ્ધમાં શહીદ થયેલા વીરોને તલવારબાજીના […]

VIDEO: જામનગરની ધરતી પર રાજપૂત દીકરીઓએ તલવારના કરતબ સાથે શહીદોને આપી શ્રદ્ધાંજલિ
Rajputana rang2

Follow us on

તલવાર એટલે શોર્ય, હિંમત અને બલીદાનનું પ્રતિક એટલે રાજપૂત સમાજના લોકોની નસ નસમાં તલવારબાજી સામેલ છે. રાજપૂત સમાજની દીકરીઓ પણ તલવારબાજીમાં કૌશલ્ય હાંસલ કર્યુ છે. જામનગરના ધ્રોલ નજીક આવેલા ભૂચરમોરીના મેદાનમાં નવો ઈતિહાસ રચ્યો છે. રાજપૂત સમાજની 2 હજાર મહિલાઓ એકસાથે તલવાર રાસ કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે. અને ભૂચરમોરીના યુદ્ધમાં શહીદ થયેલા વીરોને તલવારબાજીના રાસ રમી શ્રદ્ધાંજલી અર્પણ કરી. રાજ્યના 16 જિલ્લાઓની રાજપૂત સમાજની 2 હજાર રાજપૂત મહિલાઓ દ્વારા વર્લ્ડ રેકોર્ડ રચાયો છે.

મહત્વનું છે કે ભૂચર મોરીના મેદાનમાં સૌરાષ્ટ્રના ઈતિહાસનું સૌથી મોટામાં મોટુ યુદ્ધ સર્જાયું હતું. અને દર વર્ષે શ્રાવણ માસની સાતમના દિવસે યુદ્ધમાં શહીદ થયેલા હજારો વીરોને શ્રદ્ધાંજલી આપવામાં આવે છે. જેના ભાગરૂપે આ વર્ષે રાજપૂત સમાજની મહિલાઓ તલવારબાજીના રાસ રમી શ્રદ્ધાંજલી પાઠવી.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

સૌરાષ્ટ્રના સૌથી મોટા યુદ્ધ એવા ભૂચર મોરીના યુદ્ધના ઈતિહાસ પર નજર કરીએ તો, આ યુદ્ધ કોઈ સત્તા કે કબજો મેળવવા માટે લડાયું નહોતું. પરંતુ શરણે આવેલા વ્યક્તિને બચાવવા અને શરણાગત ધર્મને સાચવવા લડાયું હતું. ભૂચર મોરીનું યુદ્ધ ગુજરાત સલ્તનતના છેલ્લા સુલ્તાન મુઝ્ઝફર શાહ ત્રીજાને બચાવવા લડાયું હતું. જેમણે મુઘલ સમ્રાટ અકબર પાસેથી નાસી નવાનગરના સ્ટેટ રાજવી જામ સતાજીનું શરણ લીધું હતું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

1591માં જામ સતાજી અને મુઘલ સેનાની આગેવાનીમાં મિર્ઝા અઝીઝ કોકા વચ્ચે યુદ્ધ લડાયું હતું. યુદ્ધમાં બંને પક્ષે ભારી ખૂવારી થઈ હતી. જો કે અંતે યુદ્ધ મુઘલ સૈન્યના પક્ષમાં આવ્યુ હતું. ઈ.સ.1592ના શ્રાવણ વદ સાતમના યુદ્ધ પૂરુ થયું હતું. તેથી સાતમના દિવસે યુદ્ધમાં શહીદ થયેલા ક્ષત્રિય વીર યોદ્ધાઓને શ્રદ્ધાંજલી આપવામાં આવે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article