બાયડના ગાબટ ગામે દિપડાએ, વન કર્મી પર કર્યો હુમલો, વન કર્મીને હાથ-છાતીના ભાગે પહોચી ઈજા

બાયડના ગાબટ ગામે દિપડાએ, વન કર્મી પર કર્યો હુમલો, વન કર્મીને હાથ-છાતીના ભાગે પહોચી ઈજા

અરવલ્લીના બાયડ તાલુકાના ગાબટ ગામે, ઘસી આવેલા દિપડાને પકડવા, વન વિભાગના કર્મચારીઓ કામગીરી કરી રહ્યાં હતા, ત્યારે જ દિપડાએ એક વન કર્મી ઉપર, હુમલો કરીને નાસી છુટ્યો. વન વિભાગના કર્મચારીઓ, દિપડાના સંતાવવાના સ્થાન એવા, ઝાડીની નજીક પહોચ્યા ત્યારે દિપડાએ દોડતા દોડતા, વન કર્મીને પંજો માર્યો હતો. જેના કારણે વન કર્મીને બાવડા અને છાતીના ભાગે દિપડાના નહોર વાગતા ઈજા પહોચી હતી. જો કે વન વિભાગના કર્મચારીઓએ નાસી છુટેલા દિપડાને પકડવાની કામગીરી વધુ વેગવંતી કરી છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati