Vadodara ની નિશાકુમારીના નેતૃત્વમાં 13 સાહસિકોએ કોરોના રસીની જાગૃતિ માટે 560 કિલોમીટરનો સાયકલ પ્રવાસ ખેડયો

|

Jul 03, 2021 | 9:03 PM

લેહની કપરી સાયકલ યાત્રા નિશાકુમારીએ એકલા કરી હિંમતનો દાખલો બેસાડ્યો હતો.તા.21 મી જૂનના રોજ રસીકરણને વેગ આપવા સાયકલ પર હિમાલય ખુંદવાની આ સાહસ યાત્રાને ત્યાંના એસ.ડી.એમ. રમણ ઘરસંગરી એ પ્રસ્થાન કરાવ્યું હતું.

Vadodara ની નિશાકુમારીના નેતૃત્વમાં 13 સાહસિકોએ કોરોના રસીની જાગૃતિ માટે 560 કિલોમીટરનો સાયકલ પ્રવાસ ખેડયો
વડોદરાની નિશાકુમારીના નેતૃત્વમાં 560 કિલોમીટરનો સાયકલ પ્રવાસ ખેડયો

Follow us on

વડોદરા(Vadodara)ની દીકરી નિશાકુમારીએ હિમાલયના બરફસ્તાનમાં કોરોના(Corona)ની રસીની લોક જાગૃતિ કેળવવા રાઇડ ફોર નેશન.. રાઈડ ફોર વેક્સિનેશન સાયકલ યાત્રાનું નેતૃત્વ કરીને શહેરને ગૌરવ અપાવ્યું છે.આ સાયકલ(Cycle)યાત્રામાં વિવિધ સ્થળોના 13 સાહસિકો જોડાયાં હતાં.સાહસ પ્રવૃત્તિઓનું સંચાલન કરતી પાલનપુરની રીબર્થ એડવેન્ચર સંસ્થાએ તેનું આયોજન કર્યું હતું.

લેહની કપરી સાયકલ યાત્રા આ દીકરીએ હિંમતનો દાખલો બેસાડ્યો

.યાત્રા માર્ગમાં આવતા તમામ ગામોમાં કોરોના સામે સુરક્ષા માટે રસીની અગત્યતા લોકોને સમજાવવાની સાથે રસીકરણ સમર્થન સહી ઝુંબેશ કરી હતી.લેહ થી ખરદુંગ્લાથી પરત લેહની કપરી સાયકલ યાત્રા આ દીકરીએ એકલા કરી હિંમતનો દાખલો બેસાડ્યો હતો.તા.21 મી જૂનના રોજ રસીકરણને વેગ આપવા સાયકલ પર હિમાલય ખુંદવાની આ સાહસ યાત્રાને ત્યાંના એસ.ડી.એમ. રમણ ઘરસંગરી એ પ્રસ્થાન કરાવ્યું હતું.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

રસીકરણ નો સંદેશ લઈને આવેલા સાહસિકોને ઉષ્માભર્યો આવકાર

30 મી જૂને નિશા ખરદુંગ્લા ની એકલ યાત્રા થી પરત ફરી અને તેની સાથે આ સાહસ અભિયાનનું સમાપન થયું હતું. આ સમગ્ર યાત્રા દરમિયાન પોલીસ,પ્રશાસન અને બોર્ડર હેલ્થ ટીમે આ યાત્રીઓ ને જરૂરી સવલતો આપીને પ્રોત્સાહિત કરી હતી. આ ટીમે રસી અભિયાન ને વેગ આપવા મનાલી,મહરી,તાંડી, જીપસા,ઝિંઝિંગ બાર,સાર્ચું,વિસ્કી નાલા,સોકર, લટો અને લેહ ની મુલાકાત લીધી હતી.દરેક સ્થળે લોકોએ આ રસીકરણ નો સંદેશ લઈને આવેલા સાહસિકોને ઉષ્માભર્યો આવકાર આપ્યો હતો. લેહમાં એડીએમ એ આ ટીમને અંદરુની વિસ્તારમાં પ્રવાસ અને 3 દિવસ ના રોકાણની ખાસ પરવાનગી આપી હતી.

સાહસ યાત્રાનું નેતૃત્વ કર્યું હોય એવો કદાચ આ પ્રથમ પ્રસંગ

આ સંસ્થાના સ્થાપક નિલેશ બારોટે જણાવ્યું કે,તેમની સંસ્થા વિદ્યાર્થીઓમાં સાહસિકતા અને પ્રકૃતિ પ્રેમનું સિંચન કરવા ટ્રેકિંગ એડવેન્ચર કેમ્પ,નેચર ટ્રેલ જેવા કાર્યક્રમો યોજે છે.હિમાલયના બર્ફીલા પ્રદેશમાં સાયકલ યાત્રા પ્રથમવાર યોજવામાં આવી હતી.તેમનું કહેવું છે કે,વડોદરાની દીકરીએ આટલા લાંબા અને બર્ફીલા પ્રદેશમાં સાહસ યાત્રાનું નેતૃત્વ કર્યું હોય એવો કદાચ આ પ્રથમ પ્રસંગ છે.

જેમાં નિશાકુમારીની સાહસિકતા,ધગશ અને ઉત્સાહની પ્રસંશા કરતાં તેમણે જણાવ્યું કે,તેની અભિલાષા એવરેસ્ટ સહિત ત્રણ બર્ફીલા પહાડો એક સાથે સર કરવાની છે જેનો મહાવરો હાલમાં હિમાલયમાં આ પ્રકારની પ્રવૃત્તિઓમાં જોડાઈ ને કરી રહી છે. કોરોના રસીની અગત્યતા સમજાવવા હિમાલય ખુંદવાની ધગશ માટે નિશા અને તેના સાથી સહયોગીઓ અને રીબર્થ એડવેન્ચર સંસ્થા સલામીને પાત્ર છે.

Published On - 8:55 pm, Sat, 3 July 21

Next Article