કોરોનાની સ્થિતિ વકરતાં રાજ્ય પોલીસ વડાનો હુકમ, રાજ્યના તમામ પોલીસકર્મીઓની રજા રદ 

રાજ્યમાં કોરોના વાઈરસના કેસ વકરતાં રાજ્યના પોલીસવડાએ મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યના તમામ પોલીસકર્મીઓની રજા રદ કરવામાં આવી છે. કોરોનાની સ્થિતિ વકરતાં રાજ્યના પોલીસ વડાએ આ હુકમ કર્યો છે.

Kunjan Shukal

|

Apr 07, 2021 | 8:11 PM

રાજ્યમાં કોરોના વાઈરસના કેસ વકરતાં રાજ્યના પોલીસવડાએ મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યના તમામ પોલીસકર્મીઓની રજા રદ કરવામાં આવી છે. કોરોનાની સ્થિતિ વકરતાં રાજ્યના પોલીસ વડાએ આ હુકમ કર્યો છે. આગામી અન્ય હુકમ ન થાય ત્યાં સુધી એકપણ પોલીસકર્મી રજા નહીં લઈ શકે. માત્ર અનિવાર્ય સંજોગોમાં ઉપરી વડાની મંજૂરી બાદ જ પોલીસકર્મીઓને રજા મળશે. લાંબી રજા પર રહેલા પોલીસકર્મીઓને પણ જરૂરી રજા ભોગવી ફરજ પર હાજર થવા માટે હુકમ કરવામાં આવ્યો છે.

 

 

 

IIMમાં કોરોનાના કેસમાં વધારો 

શહેરમાં કોરોના સંક્રમણે માથું ઊંચક્યું છે. જ્યાં બીજી તરફ IIMમાં પણ કેસમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. હાલમાં IIMમાં કોરોનાનો આંકડો 125 પર પહોંચ્યો. 12 માર્ચ બાદ IIMમાં કોરોના સંક્રમણની શરૂઆત થઈ હતી. જે બાદ ટેસ્ટિંગ અને સર્વે પર ભાર મુક્યો હતો. જેમાં દરરોજ કેસ વધતા ગયા અને 12 માર્ચથી 6 એપ્રિલ સુધી 125 કેસ નોંધાયા છે. જેની અંદર વિદ્યાર્થી, પ્રોફેસર અને કર્મચારીઓને કોરોના થયો છે. સાથે જ વધતા કોરોનાને લઈને સતત ટેસ્ટિંગ અને સર્વેની AMC દ્વારા પ્રક્રિયા ચાલુ છે. જોકે કોરોના સંક્રમણ IIMમાં ક્યાંથી આવ્યું તે હજુ સુધી સામે નથી આવ્યું. ત્યારે IIMમાં વધતું સંક્રમણ IIM અને AMCમાં ચિંતાનો વિષય બન્યું છે.

 

મહત્વનું છે કે સરકાર અને તંત્ર દ્વારા અનેકવાર નિયમ પાડવા અપીલ કરાય છે. તેમજ કડક અમલવારી પણ કરાઈ રહી છે. જોકે તેમ છતાં લોકો નિયમ પાડી નથી રહ્યા. સાથે જ રોડ પર માસ્ક નહીં પહેરનાર સામે કાર્યવાહી જ્યારે બજારોમાં કોઈ કાર્યવાહી નહીં હોવાથી લોકો નિયમ તોડવા માટે મોકડું સ્થાન મળી ગયું હોય તેવું પણ ફલિત થઈ રહ્યું છે.

 

આ પણ વાંચો: ભારતમાં વધતા કોરોના સંક્રમણને લઈ ICCએ T20 વિશ્વકપને લઈને આપ્યુ મોટુ નિવેદન, તૈયાર છે બેકઅપ પ્લાન

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati