સુરતઃ ડ્રેનેજની કામગીરી દરમિયાન માટી ધસી પડવાની ઘટનામાં દટાયેલા યુવક મોત, જુઓ દુર્ઘટનાનો વીડિયો

|

Jan 21, 2022 | 3:39 PM

અગાઉ માટી ધસી પડવાના કારણે શ્રમિકના મોત થયાની અનેક ઘટનાઓ બની છે. તે ઘટનામાંથી કોઇ શીખ લઇ શ્રમિકોની સલામતી માટે હજુ પણ કોઇ કામગીરી ના થતી હોય તેવુ લાગી રહ્યુ છે.

સુરત (Surat) ના નવાપુર પારસી શેરી પાસે મનપા દ્વારા ડ્રેનેજ (Drainage)ની કામગીરી કરવામાં આવી રહી હતી આ દરમિયાન માટી ઘસી પડતા 21 વર્ષીય એક યુવક દબાયો હતો. ફાયર વિભાગે સ્થળ પર પહોંચીને યુવકને બહાર કાઢી હોસ્પિટલ (Hospital) ખસેડ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

સુરતના ભાગળ નવાપુરા પારસી શેરી માં પીપલ્સ બેંક પાસે સુરત મનપા દ્વારા ડ્રેનેજની કામગીરી ચાલી રહી હતી આ દરમિયાન અહી અચાનક માટી ઘસી પડી હતી. માટી ધસી રડતા અહીં કામ કરતો એક શ્રમિક યુવક માટી નીચે દબાઈ ગયો હતો. આમ ઘટનાને લઈને અફરાતફરી મચી જવા પામી હતી. બીજી તરફ બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. જેથી ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

ફાયર વિભાગ દ્વારા પ્રયાસો કરી તેને બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાને ત્યાં મનપાના અધિકારીઓ અને પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ છે. ડ્રેનેજની કામગીરી દરમિયાન માટી ધસી પડી હોવાના દ્રશ્યો જોઇ શકાય છે. વીડિયોમાં જોઇ શકાય છે કે માટી ધસી પડતા શ્રમિકોમાં અફરા તફરી મચી હતી.

અગાઉ માટી ધસી પડવાના કારણે શ્રમિકના મોત થયાની અનેક ઘટનાઓ બની છે. તે ઘટનામાંથી કોઇ શીખ લઇ શ્રમિકોની સલામતી માટે હજુ પણ કોઇ કામગીરી ન થતી હોય તેવુ લાગી રહ્યુ છે. મહાનગરપાલિકાના અધિકારીઓ અથવા કોન્ટ્રાકટર દ્વારા શ્રમિકોની સાવચેતીના કોઇ પગલા લેવામાં આવતા નથી.

સમગ્ર ઘટનામાં સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અથવા કોન્ટ્રાકટરની બેદરકારી હોવાના આક્ષેપો થઇ રહયા છે શ્રમિકો દ્વારા તેમની સામે કાર્યવાહી થાય તેવી માગ ઉઠી છે. બીજી તરફ ફાયર વિભાગે જણાવ્યું હતું કે સવારે 10.30 કલાકે ફાયર વિભાગને માટી ધસવાની ઘટના અંગે કોલ મળ્યો હતો. જેથી ફાયરની ટીમ ઘટના સ્થળે પહોચી હતી. ફાયર વિભાગે માત્ર ત્રણ જ મિનીટમાં યુવકને બહાર કાઢ્યો હતો અને તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યો હતો.

હોસ્પિટલમાં યુવકને લઇ જતા જ ત્યાંના ફરજ પરના તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો. મૃતકનું નામ ૧૯ વર્ષીય રાજમલ છનાભાઈ સંઘાળા હોવાનું જાણવા મળ્યું છે. તેમજ તે ડભોલી ચાર રસ્તા ખાતે રહેતો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે પણ આ બાબતે તપાસ કરી રહી છે.

આ પણ વાંચો-

સમાજ કહેશે તો રાજકારણમાં આવીશ પણ ખોડલધામના પ્લેટફોર્મ પરથી તેની જાહેરાત નહીં કરુ:નરેશ પટેલ

આ પણ વાંચો-

કાગવડ ખોડલધામના મહાયજ્ઞના યજમાન બન્યા એક સામાન્ય ખેડૂત, જાણો શા માટે તેમને જ આ લ્હાવો મળ્યો

Published On - 3:29 pm, Fri, 21 January 22

Next Video