KUTCH : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શું કરી મહત્વની જાહેરાત ? આભ ફાટ્યુ છે જેથી અછત સર્જાઇ !

|

Apr 17, 2021 | 7:47 PM

KUTCH : રાજ્યના મુખ્યમંત્રીએ આજે કોરોનાની સ્થિતી બેકાબુ હોવાનો સ્વીકાર કર્યો હતો. એક સમયે કેસો ઘટતા ઉત્પાદન અને વ્યવસ્થા પુરતી હતી. પરંતુ હવે કેસો વધ્યા છે અને આભ ફાટ્યુ છે ત્યારે વસ્તુઓની અછત સર્જાઇ છે.

KUTCH : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શું કરી મહત્વની જાહેરાત ? આભ ફાટ્યુ છે જેથી અછત સર્જાઇ !
કચ્છ મુલાકાતે સીએમ રૂપાણી

Follow us on

KUTCH : રાજ્યના મુખ્યમંત્રીએ આજે કોરોનાની સ્થિતી બેકાબુ હોવાનો સ્વીકાર કર્યો હતો. એક સમયે કેસો ઘટતા ઉત્પાદન અને વ્યવસ્થા પુરતી હતી. પરંતુ હવે કેસો વધ્યા છે અને આભ ફાટ્યુ છે ત્યારે વસ્તુઓની અછત સર્જાઇ છે. જોકે સરકારે 15 દિવસમાં વ્યવસ્થા અને આરોગ્ય સુવિદ્યા મજબુત કરી છે. અને રાજ્યમાં નવા 70,000 બેડ તૈયાર કર્યા છે. અને વધુ 10,000 બેડ ઝડપથી ઉભા કરાશે. 15 માર્ચ સુધી સરકારે અનેક નવા નિર્ણય કર્યા છે. જેથી લોકો માટે મુશ્કેલી ન સર્જાય માત્ર બેડ નહી પરંતુ બેડ સાથે ઓક્સિજન, લેબોરેટરી દવાનો જથ્થો પણ પુરો પાડવો જરૂર છે જે વ્યવસ્થા તરફ સરકાર ધ્યાન આપી રહી છે. સરકાર તમામ બાબતે ગંભીર છે. અને હવે લોકોને પણ નિયમો પાડવાની જરૂર છે ભીડ ન થાય તે માટે સામાજીક,રાજકીય,ધાર્મીક કાર્યક્રમો પર રોક લગાવી છે. પણ લોકો પણ સચેત રહે ગુજરાતની સાચી સ્થિતી ખબર પડે તે માટે ટેસ્ટીંગ વધાર્યા છે ગુજરાતમા 1 લાખથી વધુ ટેસ્ટ રોજ કરાય છે.

કચ્છમા સમિક્ષા બેઠક પછી મુખ્યમંત્રીની જાહેરાત

જામનગર બાદ કચ્છ આવેલા મુખ્યમંત્રીએ એક કલાક સુધી તંત્ર તથા કચ્છના ચુંટાયેલા પ્રતિનીધીઓ સાથે બેઠક કરી હતી અને ત્યાર બાદ મહત્વની જાહેરાત કરી હતી. કચ્છમા જે રીતે કેસો પોઝીટીવ નોંધાઇ રહ્યા છે. તે જોતા ટેસ્ટીંગ વધારાશે RTPCR ટેસ્ટ કચ્છમા વધારાશે અને તે માટે રાજ્ય સરકાર નવુ ટેસ્ટીંગ મશીન આપશે 24 કલાકમા રીપોર્ટ આવી જાય તે પ્રકારે વ્યવસ્થા કચ્છમા કરાશે તો ધારાસભ્યો તરફથી વેન્ટીલેટરની ફરીયાદ મળતા કચ્છને નવા 80 વેન્ટીલેટર સરકાર આપશે જે 15 દિવસમાં આવી જાય તેવી વાત મુખ્યમંત્રીએ કરી હતી.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

કચ્છમા વધારાના 2000 બેડ તૈયાર કરાશે અને સ્થાનીક ગ્રામ્ય લેવલ પર સુવિદ્યા વધારવા માટે મુખ્યમંત્રીએ સુચના આપી હતી. જેથી શહેરોમાં લોકોને આવવુ ન પડે કચ્છની મુખ્ય સરકારી હોસ્પિટલમાં આરોગ્યની કેટલીક ત્રુટી સામે આવી છે. જે સુધારવા માટે સુચનો કર્યા હોવાનો સ્વીકાર મુખ્યમંત્રીએ કર્યો હતો. KPT,અદાણી સહિતની સામાજીક સંસ્થાને સાથે જોડી સુવિદ્યા વધુ મજબુત કરાશે અને તેમની આરોગ્ય સેવાનો પણ ઉપયોગ કરાશે તો કચ્છ સાથે મોરબીથી દર્દી કચ્છમા સારવાર માટે આવતા હોવાની વાત કરી મોરબીમાં વધુ વ્યવસ્થા ઉભી કરાશે. જેથી કચ્છમાં આરોગ્યની મુશ્કેલી ઉભી ન થાય કચ્છમા સ્ટાફની ઘટ ધ્યાને આવી છે. અને તેની ડીમાન્ડ ઝડપથી પુર્ણ કરવા સરકાર વ્યવસ્થા કરશે કચ્છના લોકોને મુખ્યમંત્રીએ જાગૃતિ સાથે નિયમોનુ પાલન કરે તેવી અપિલ કરી હતી.

Published On - 7:40 pm, Sat, 17 April 21

Next Article