કોટેશ્વર ગુરુકુળના સ્વામી સ્વરૂપવાન મહિલા સાથે હોટલમાં જોવા મળ્યા, વિવાદ બાદ કાલુપુર મંદિરે કર્યો ખુલાસો

કોટેશ્વર ગુરુકુળ સંભાળતા સ્વામી રામકૃષ્ણા હોટલમાં સ્વરુપવાન મહિલાની સાથે હરતા ફરતા, હોવાની જાણ  કાલુપુર સ્વામિનારાયણ મંદિરને જાણ થતા જ સ્વામીને સંપ્રદાયમાંથી હાંકી કાઢીને બરતરફ કરવામાં આવ્યા હોવાની વાત સામે આવી છે. જો કે, પાછળથી સ્વામિનારાયણ મંદિરે એક જાહેર સ્પષ્ટતા કરી છે કે,  સ્વામી રામકૃષ્ણાએ સાધુત્વ અને ભગવો સ્વૈચ્છાએ ત્યજી દીધા છે.

કોટેશ્વર ગુરુકુળના સ્વામી સ્વરૂપવાન મહિલા સાથે હોટલમાં જોવા મળ્યા, વિવાદ બાદ કાલુપુર મંદિરે કર્યો ખુલાસો
| Edited By: | Updated on: Feb 25, 2026 | 4:32 PM

સ્વામિનારાયણ સંપ્રદાયના એક સંત વિવાદમાં સપડાયા છે. કોટેશ્વર ગુરુકુળ સાંભળતા સ્વામી, રામકૃષ્ણા સ્વરૂપવાન મહિલા સાથે હોટેલમાં જોવા મળ્યા હતા. સ્વરૂપવાન મહિલા સાથે હોટલમાં સ્વામી રામકૃષ્ણા જોવા મળતા જ સંપ્રદાયના અનુયાયીઓ, સાધુ- સેવકો વગેરેમાં રોષ જોવા મળ્યો હતો. જો કે, વિવાદ વધતા આખરે કાલુપુર સ્વામિનારાયણ મંદિરને એક જાહેર સ્પષ્ટતા કરવાની ફરજ પડી છે.

તાજેતરમાં જ શિક્ષાપત્રીને લઈને સ્વામિનારાયણ કાલુપુર મંદિરે એક ભવ્ય સમૈયાનું આયોજન કર્યું હતું. આ સમૈયામાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સહીત દેશ-વિદેશના મહાનુભવોએ હાજરી આપીને પ્રાંસગિક ઉદબોધન કર્યું હતું. સમૈયાને પૂર્ણ થયાના ગણતરીના દિવસોમાં જ કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના એક સ્વામીને કૃત્યે વિવાદ સર્જયો હતો. આમ તો સ્વામીનારાયાયણના સાધુ અને સંતો મહિલાઓથી જોજનો સુધીનુ અંતર રાખીને ચાલતા અને બેસતા હોય છે. પરંતુ કોટેશ્વર ગુરુકુળ સંભાળતા સ્વામી રામકૃષ્ણા, એક હોટમાં સ્વરૂપવાન મહિલા સાથે જોવા મળ્યા. આ સમયે સ્વામીએ ભગવા ત્યજી દીધા હતા અને ટીશર્ટ તેમજ જીન્સનુ પેંટ ધારણ કરીને હરતા ફરતા હતા. જો કે, સ્વામીને સહેજે પણ લાજ શરમ નહોતી કે એક સમયે તેઓ સંસારીક આચરણને લઈને ધર્મઉપદેશ આપતા હતા.

કોટેશ્વર ગુરુકુળ સંભાળતા સ્વામી રામકૃષ્ણા હોટલમાં સ્વરુપવાન મહિલાની સાથે હરતા ફરતા, હોવાની જાણ  કાલુપુર સ્વામિનારાયણ મંદિરને જાણ થતા જ સ્વામીને બરતરફ કરવામાં આવ્યા હોવાની વાત સામે આવી છે. જો કે, સમગ્ર સ્વામિનારાયણ પંથને લજવનારા સ્વામિ રામકૃષ્ણા માટે પાછળથી સ્વામિનારાયણ ાકલુપુર મંદિરે એક જાહેર સ્પષ્ટતા કરી છે કે,  સ્વામી રામકૃષ્ણાએ સાધુત્વ અને ભગવો સ્વૈચ્છાએ ત્યજી દીધા છે. તેઓ તેમના ગુરુની આજ્ઞા લઈને સાંસારિક જીવનમાં પાછા ફર્યાં છે. જો કે, સ્વામિનારાયણ કાલુપુર મંદિરના ટ્રસ્ટીઓને આ સમગ્ર મામલે પ્રતિક્રિયા આપવા માટે જ્યારે ટીવી9 ગુજરાતીના પ્રતિનિધિએ ફોન કર્યો  તે સમયથી મંદિર ટ્રસ્ટના હોદ્દેદારોના ફોન સતત સ્વીચ ઓફ આવી રહ્યા છે.

With Input Mihir Soni-Ahmedabad

 

રાજકોટના જંગલેશ્વરમા અસામાજીક તત્વો-હિસ્ટ્રીશિટરના ધીકતા ધંધા પર ચાલ્યુ બુલડોઝર