કોરોનાથી સાજા થયા બાદ શું બીજી વાર સંક્રમણ લાગી શકે છે? વાંચો અમારી આ પોસ્ટ અને જાણો સ્વસ્થ રહેવાનાં ઉપાયો

|

Oct 01, 2020 | 8:31 AM

કોરોના વાયરસથી સાજા થયા બાદ હવે લોકોના શરીરમાં એન્ટિબોડી બની રહી છે. આ એન્ટિબોડી શરીરને બીજી વાર કોરોના સામે રક્ષણ આપે છે. જોકે આ ઇમ્યુનીટી શરીરમાં કેટલો સમય રહેશે તે નક્કી નથી. તેની પર ચર્ચા હજી ચાલી રહી છે. એવા પણ કિસ્સા સામે આવ્યા છે જ્યાં કોરોનાથી સાજા થયેલા લોકો ફરી સંક્રમિત થયા છે. કોરોના […]

કોરોનાથી સાજા થયા બાદ શું બીજી વાર સંક્રમણ લાગી શકે છે? વાંચો અમારી આ પોસ્ટ અને જાણો સ્વસ્થ રહેવાનાં ઉપાયો

Follow us on

કોરોના વાયરસથી સાજા થયા બાદ હવે લોકોના શરીરમાં એન્ટિબોડી બની રહી છે. આ એન્ટિબોડી શરીરને બીજી વાર કોરોના સામે રક્ષણ આપે છે. જોકે આ ઇમ્યુનીટી શરીરમાં કેટલો સમય રહેશે તે નક્કી નથી. તેની પર ચર્ચા હજી ચાલી રહી છે. એવા પણ કિસ્સા સામે આવ્યા છે જ્યાં કોરોનાથી સાજા થયેલા લોકો ફરી સંક્રમિત થયા છે.

કોરોના વાયરસથી બીજી વાર સંક્રમિત થનારા ક્યાં તો વૃધ્ધો છે નહિ તો પછી એવા લોકો છે જેમણે સાજા થયા પછી કોઈ કાળજી નથી રાખી. કોરોનાથી સાજા થયા બાદ શું કરવું તે આજે અમે તમને બતાવીશું.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

1). નિયમિત રૂપથી એક્સરસાઇઝ કરો. કોરોના બાદ સાજા થયા બાદ શરીર કમજોર થઇ જાય છે, તેવામાં નિયમિત રૂપે કસરત કરવાથી તમે શારીરિક અને માનસિક રીતે મજબૂત બનશો.


2). ભોજનમાં પૌષ્ટિક ખાવાનું રાખો, તેનાથી તમારી તબિયતમાં સુધારો થશે. કોરોનાના કારણે વજન ઓછું થાય છે અને કમજોરી આવી જાય છે ત્યારે લીલા શાકભાજી, ઓર્ગેનિક પ્રોડક્ટ અને ઈંડા ખાવા જોઈએ.


3). યાદ્શક્તિ વધે તેવી પઝલ્સ અથવા ગેમ રમો. કોરોનાના કારણે મેમરી સેલ્સને નુકશાન પહોંચ્યું હોય છે. જેથી યાદશક્તિ વધે તેવી ગેમ રમો.

4). કોરોના વાયરસની રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ ધીરે ધીરે પોતાની રૂટિન લાઈફમાં આવો. ધ્યાનમાં રાખો કે તમે એવા વાયરસનો સામનો કર્યો છે જેમને તમારી ઇમ્યુન સિસ્ટમને કમજોર બનાવી છે. જેથી રૂટિન લાઈફમાં આવવા પોતાની જાતને થોડો સમય આપો.

5). માથાનો દુખાવો કે થાક જેવી કોઈપણ નાની સમસ્યા હોય તેને નજરઅંદાજ ન કરો, તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરો. હજી તમને આરામની જરૂર છે એટલે પોતાને આરામ આપી બીજાની મદદ લો.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article