Rath Yatra 2021 : જાણો અમદાવાદની ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું પ્રથમ આમંત્રણ કોને અપાય છે

|

Jun 24, 2021 | 1:01 PM

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાના પ્રથમ આમંત્રણ સાથે પણ એક અનોખો ઇતિહાસ જોડાયેલો છે. જેમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું પ્રથમ આમંત્રણ સરજૂ મહારાજના નામના ગજરાજની સમાધિ પર  આપવામાં આવે છે.

Rath Yatra 2021 : જાણો અમદાવાદની ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું પ્રથમ આમંત્રણ કોને અપાય છે
જાણો અમદાવાદની ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું પ્રથમ આમંત્રણ કોને અપાય છે

Follow us on

અમદાવાદ( Ahmedabad ) માં જમાલપુર સ્થિત ભગવાન જગન્નાથજીની 144 મી રથયાત્રા( Rath Yatra) પૂર્વે ગુરુવારને 24 જૂનના રોજ જળયાત્રાનું સાદગીપૂર્ણ રીતે આયોજન કરવામાં આવ્યું હતું. જો કે કોરોનાના પગલે રથયાત્રાને નીકળવાને લઇને હજુ પણ કોઇ સ્પષ્ટતા થઇ નથી.

રથયાત્રા શહેરીજનો માટે હર્ષ, ઉલ્લાસ અને ભકિતનો અનોખો પ્રસંગ

અમદાવાદ( Ahmedabad )માં ભગવાન જગન્નાથજીની રથયાત્રા( Rath Yatra) શહેરીજનો માટે હર્ષ, ઉલ્લાસ અને ભકિતનો અનોખો પ્રસંગ છે. તેમજ આ રથયાત્રા સાથે અનેક પ્રકારની ધાર્મિક માન્યતાઓ અને ઇતિહાસ જોડાયેલો છે. જેમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાના પ્રથમ આમંત્રણ સાથે પણ એક અનોખો ઇતિહાસ જોડાયેલો છે. જેમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું પ્રથમ આમંત્રણ સરજૂ મહારાજના નામના ગજરાજની સમાધિ પર  આપવામાં આવે છે.

અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ

આ પરંપરા વર્ષોથી રથયાત્રા સાથે સંકળાયેલ છે. આવો જાણીએ તેની પાછળનો રસપ્રદ ઇતિહાસ

ભગવાન જગન્નાથજીના રથને મંદિર બહાર  ખેંચ્યો હતો.

આ પ્રસંગ છે વર્ષ 1985માં અમદાવાદમાં ફાટી નીકળેલા કોમી તોફાન સમયનો. જ્યારે રથયાત્રા( Rath Yatra) નહિ નિકાળવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમજ મંદિરના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા. પોલીસે મંદિરની બહાર સુરક્ષા માટે આડશ મૂકી હતી છતા ગજરાજ સરજુ પ્રસાદ તેને દુર કરી રથને ખેંચી ગયા હતા જો કે આ દરમ્યાન ગજરાજ સરજુએ મંદિરનો દરવાજો ખોલીને ભગવાન જગન્નાથજીના રથને મંદિર બહાર  ખેંચ્યો હતો.

તોફાનના માહોલમાં પણ ભગવાનને નગરચર્યા કરાવી

તેમજ તેની બાદ સાધુ સંતો અને હરિભક્તોએ તેને ભગવાન જગન્નાથજીની ઈચ્છા સમજીને કોમી તોફાનના માહોલમાં પણ ભગવાનને નગરચર્યા કરાવી હતી. તે સમયથી જ ગજરાજ સરજુના નામની ચર્ચા થવા લાગી હતી. તેમજ તેમને ભગવાન ગણેશનું સ્વરૂપ માનીને તેમની પૂજા વિધિ કરવામાં આવતી હતી.

સપ્તઋષિના આરા પાસે સમાધિ બનાવવામાં આવી

જો કે થોડા સમય બાદ ગજરાજ સરજુના અવસાન બાદ તેમની સપ્તઋષિના આરા પાસે સમાધિ બનાવવામાં આવી છે. જ્યાં લોકો દર્શન માટે પણ આવે છે. તેમજ ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું સર્વપ્રથમ આમંત્રણ તે વર્ષ બાદથી દર વર્ષે ગજરાજ સરજુ મહારાજને આપવામાં આવે છે. તેમજ તેમના ગણેશ સ્વરૂપનું પૂજન કરવામાં આવે છે.

Published On - 12:58 pm, Thu, 24 June 21

Next Article