Dharoi Dam Update: ધરોઈ ડેમમાં રવિવારે ફરી આવકમાં વધારો નોંધાયો, જાણો કયા જળાશયમાં નોંધાઈ નવી આવક

Dharoi Dam Level Today: ધરોઈ ડેમમાં પાણીની આવકમાં ઘટાડો નોંધાયા બાદ ફરી એકવાર રવિવારે સવારે પાણીની આવકમાં વધારો થયો હતો. અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાની નદીઓમાં પણ પાણીની આવક નોંધાઈ હતી.

Dharoi Dam Update: ધરોઈ ડેમમાં રવિવારે ફરી આવકમાં વધારો નોંધાયો, જાણો કયા જળાશયમાં નોંધાઈ નવી આવક
Follow Us:
| Updated on: Jul 09, 2023 | 11:17 AM

ઉત્તર ગુજરાત અને રાજસ્થાનના સરહદી વિસ્તારના જિલ્લાઓમાં વરસાદને પગલે ઉત્તર ગુજરાતની નદીઓમાં નવા પાણીની આવક થઈ રહી છે. રવિવારે પણ આવી જ રીતે નદીઓમાં નવા પાણીની આવક થઈ હતી. શનિવારે સાંજે ધરોઈ ડેમમાં પાણીની આવકમાં ઘટાડો નોંધાયા બાદ ફરી એકવાર રવિવારે સવારે પાણીની આવકમાં વધારો થયો હતો. જેને લઈ ધરોઈમાં નવા પાણીની ઉમેરો થયો હતો. આ સિવાય અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાની નદીઓમાં પણ પાણીની આવક નોંધાઈ હતી. હાથમતી, હરણાવ તેમજ બનાસ નદીમાં પાણીની આવક થઈ હતી.

દાંતીવાડા ડેમમાં પણ પાણીની આવક છેલ્લા ત્રણેક દિવસથી નોંધાઈ રહી છે. બનાસ નદીમાં પાણીની આવક થવાને લઈ રાહત સર્જાઈ હતી. દાંતીવાડા ડેમમાં પાણી ભરાતા ખેડૂતોને રાહત સર્જાઈ છે. આમ ઉત્તર ગુજરાતની નદીઓમાં પાણીની આવક થવાને લઈને ખેડૂતોમાં રાહત સર્જાઈ છે. હજુ પણ સ્થાનિક જળાશયોમાં પાણીની આવક નોંધાવાની શક્યતાઓ જોવામાં આવી રહી છે.

ધરોઈમાં રવિવારે નોંધાઈ નવી આવક

રવિવારે સવારે 8 કલાકથી ફરીથી ધરોઈ ડેમમાં આવકમાં વધારો થયો હતો. સાબરમતી નદીમાં પાણીની આવક છેલ્લા ચારેક દિવસથી થઈ રહી છે. શનિવારે સાંજે પાણીની આવકમાં ઘટાડો થયો હતો. પરંતુ રવિવારે બપોર બાદ પાણીની આવકમાં વધારો થવાની શરુઆત થતા રાહત સર્જાઈ હતી. ધરોઈ ડેમમાં હાલમાં 23.45 ટકા પાણીનો જથ્થો ભરેલો છે. જ્યારે જળ સપાટી 611 ફુટ કરતા વધારે છે. આમ ધરોઈ ડેમની સ્થિતી રાહત ભરી બની છે.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

સેઈ નદી, પનારી નદી, હરણાવ નદી સહિતના ઉપનદીઓમાં પાણીની આવક થઈ રહી છે. વિજયનગર અને ખેડબ્રહ્મા વિસ્તારમાં વરસાદને પગલે સ્થાનિક નદીઓમાં પાણી આવતા જે આગળ જઈને સાબરમતી નદીમાં ભળે છે. આમ ધરોઈ ડેમમાં પાણીની આવક સતત નોંધાઈ રહી છે અને જળ સપાટી રુલ લેવલ તરફ ધીમે ધીમે આગળ વધી રહી છે. ધરોઈ ડેમની હાલની સપાટી 186.31 મીટર છે, જ્યારે રુલ લેવલ 188.37 મીટર છે. રુલ લેવલ સપાટીએ જળ સ્તર પહોંચતા જ દરવાજા ખોલવા અંગે નિર્ણય લેવામાં આવશે.

ધરોઈ ડેમ સ્થિતી (રવિવારે સવારે 10.00 કલાક)

  • હાલની સપાટી-611.31 ફુટ
  • રુલ લેવલ-618.04 ફુટ
  • ભયજનક સપાટી-622.04 ફુટ
  • હાલનો જળ જથ્થો-62.55 ટકા

ધરોઈ ડેમમાં આવક

  • સવારે 6.00 કલાક 1990 ક્યુસેક આવક
  • સવારે 7.00 કલાકે 1990 ક્યુસેક આવક
  • સવારે 8.00 કલાકે 7777 ક્યુસેક આવક
  • સવારે 9.00 કલાકે 7777 ક્યુસેક આવક
  • સવારે 10.00 કલાકે 7777 ક્યુસેક આવક

દાંતીવાડા ડેમની સ્થિતી

બનાસ નદીમાં સતત પાણીની આવક થઈ રહી છે. રાત્રીના 1 વાગ્યાથી દાંતીવાડા ડેમમાં પાણીની આવક 1504 ક્યુસેક જળવાઈ રહી છે. રવિવારે સવારે 10 કલાકે પણ આટલી જ આવક જળવાઈ રહી હતી. જળાશયમાં જળ જથ્થો 63.21 ટકા થયો છે. આમ રાહતની સ્થિતી સર્જાઈ છે.

હાથમતી જળાશય

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની સરહદે આવેલા હાથમતી જળાશયમાં પાણીની આવક નોંધાવાની શરુઆત થઈ છે. હાથમતી નદીમાં સવારે 7 કલાકથી પાણીની આવક નોંધાવવાની શરુઆત થઈ હતી. શરુઆતમાં હાલમાં સાડા ત્રણસો ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. હાથમતીમાં પાણીની આવક નહી થવાને લઈ ચિંતા સતાવી રહી હતી. પરંતુ હવે રાહતના સંકેત મળી રહ્યા છે. હાથમતીના ઉપરવાસમાં સારો વરસાદ શનિવારે રાત્રે અને રવિવારે સવારે નોંધાયો હોઈ આવકમાં વધારો થવાની સંભાવના જોવામાં આવી રહી છે. હાથમતીની ઉપનદી પણ ભિલોડા વિસ્તારમાં બે કાંઠે થઈ છે.

હરણાવ ડેમ

રવિવારે સવારે 7 કલાકના અરસા દરમિયાન 320 ક્યુસેક આવક હરણાવ ડેમમાં નોંધાઈ છે. હરણાવ ડેમ હાલમાં 49 ટકા ભરાયેલો છે. વરસાદી માહોલ હોવાને લઈ ડેમમાં હજુ પાણીની આવક થવાની આશા સ્થાનિક ખેડૂતોને છે.

આ પણ વાંચોઃ Ambaji Temple: અંબાજી ગબ્બર વિસ્તાર પર હરીયાળી ખીલી ઉઠી, મંદિર દ્વારા શેર કરાયા આકાશી દ્રશ્યો, જુઓ Video

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">