Kheda : કેમિકલ કંપનીમાં ટેન્કમાં વેસ્ટેજ સ્લજ કાઢવા ગયેલા 6 મજુરો અંદર ફસાયા, 1 કામદારના મોત બાદ કંપની સામે રોષ

|

Jun 09, 2022 | 8:23 AM

મૃતકના પરિવારનજનોનો આક્ષેપ છે કે વેસ્ટેજ સ્લજની સફાઈ માટે ગયેલા કર્મચારીઓને કોઈપણ પ્રકારના સુરક્ષાના સાધનો આપવામાં આવ્યા ન હતા.

Kheda : કેમિકલ કંપનીમાં ટેન્કમાં વેસ્ટેજ સ્લજ કાઢવા ગયેલા 6 મજુરો અંદર ફસાયા, 1 કામદારના મોત બાદ કંપની સામે રોષ
File photo

Follow us on

ખેડા(Kheda)  પાસેના કાજીપુર (Kajipur) નજીક આવેલી એક કંપનીમાં ટેન્કમાં વેસ્ટેજ સ્લજ કાઢવા ગયેલા 6 મજુરો અંદર ફસાઇ ગયા હતા. જો કે સ્લજ કાઢવા ગયેલા 6 મજૂરો પૈકી એક મજૂરનું ગૂંગળાઈ જવાથી મોત નિપજ્યું હતું.ટેન્કમાં સ્લજ કાઢવા માટે ઉતરેલા 6 મજૂરોને ફાયરબ્રિગેડની(Fire brigade)  મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાંથી ત્રણ મજૂરોને(Labour)  બેભાન અવસ્થામાં બહાર કાઢવામાં આવ્યા હતા. બેભાન વર્કરોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં (Hospital) ખસેડવામાં આવ્યા હતા. જેમાંના એકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઘટનાને લઈને મૃતકના પરિવારજનોમાં ભારે રોષ છે.

મૃતકના પરિવારનજનોનો આક્ષેપ છે કે વેસ્ટેજ સ્લજની સફાઈ માટે ગયેલા કર્મચારીઓને કોઈપણ પ્રકારના સુરક્ષાના સાધનો આપવામાં આવ્યા ન હતા. સાથે જ કંપની વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે અને કંપનીને સીલ કરવાની ઉગ્ર માગ કરી છે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

આ પહેલા પણ આ પ્રકારની ઘટના

આ પહેલા સુરત જિલ્લાના પલસાણામાં ચલથાણ ગામે સંજીવની હોસ્પિટલની સામે આવેલ રેસિડેન્સી કોમ્પ્લેક્ષના ઓટીએસમાં આવેલ બાથરૂમની ચોક-અપ ગટર સફાઈ કરવા સાળા બનેવી સફાઈ કર્મી ગટરમાં ઉતર્યા હતા. જ્યાં તેઓ ગૂંગળાઈ જતા બેભાન થઈ પડી ગયા હતા. જેથી બંનેને સારવાર અર્થ ખસેડવામાં આવતા મૃત જાહેર કરવામાં આવ્યા હતા. બિલ્ડીંગની ગટર સાફ કરવા કેમિકલ ગટરમાં રેડ્યું અને કેમિકલનો ધુમાડો શ્વાસમાં જતા બેના મોત નીપજ્યું હતુ.

 

Next Article