Kheda : બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત ઉત્તરસંડા પાસે બનશે સ્ટેશન, 16 કિ.મી.માં બન્યા પિલર

|

Sep 18, 2022 | 12:01 PM

ખેડા જિલ્લામાંથી 20 કીલોમીટરના પટ્ટામાથી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હાલ વર્ક પૂરજોશમાં ચાલી રહ્યું છે પિલર બીછાવાથી માંડીને તેના સ્ટેશન સહિતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. 20 કીમી પૈકી 16 કીમીના એરીયામા પીલ્લરો ઊભા કરી દેવાયા છે. 4 કીમીના એરીયામાં પિલર ઊભા કરવાના બાકી છે.

Kheda : બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત ઉત્તરસંડા પાસે બનશે સ્ટેશન, 16 કિ.મી.માં બન્યા પિલર
ખેડામાં બુલેટ ટ્રેનનું કામ પૂરજોશમાં

Follow us on

ખેડા (Kheda) જિલ્લામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની (bullet train project) કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે અને જિલ્લામાંથી  પસાર થતા 20 કીમીના બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં 16 કીલોમીટરના  રૂટમાં પિલર ઊભા કરી દેવામાં આવ્યા છે અને  ફક્ત 4 કીલોમીટરનું કામ બાકી રહ્યું છે. ઉત્તરસંડા પાસે હાઈવે નંબર 48 પરથી એન્ટ્રી વાળુ સ્ટેશન પણ બનાવવામાં આવશે. વિશ્વકર્મા જયંતીના દિવસે મુખ્ય દંડક અને નડિયાદના (Nadiyad) ધારાસભ્ય પંકજ દેસાઈએ (Pankaj Desai) આ ડ્રિમ પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી. વિશ્વકર્મા જયંતી નિમિત્તે ઉત્તરસંડા સીમમાં આવેલ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મુખ્ય ઓફિસમાં હવન, પૂંજાનુ ખાસ આયોજન કરવામાં આવ્યું હતું.

ખેડા જિલ્લામાંથી 20 કીલો મીટરના પટ્ટામાથી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હાલ વર્ક પૂરજોશમાં ચાલી રહ્યું છે પિલ્લરો બીછાવાથી માંડીને તેના સ્ટેશન સહિતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. 20 કીમી પૈકી 16 કીમીના એરીયામા પીલ્લરો ઊભા કરી દેવાયા છે. 4 કીમીના એરીયામા પીલ્લરો ઊભા કરવાના બાકી છે. અને આવનાર દિવસોમાં ટ્રેક નાખવાની પણ કામગીરી હાથ ધરવામાં આવશે.  ખેડા (Kheda) જિલ્લાની વાત કરવામાં આવે તો અહીયા લગભગ 20 કીમીના પટ્ટામાંથી આ ટ્રેન પસાર થનાર છે. આ 20 કીમી પૈકી 16 કીમીના એરીયામા હાલ મોટા પીલ્લરો ઊભા કરી દેવાયા છે. અને હજુ 4 કીમીમા આ કામ‌ બાકી છે. પ્રોજેક્ટ ડાયરેક્ટર સંજીવકુમાર સિઘ સતત મોનિટરીંગ કરી આ કામગીરી કરી રહ્યા છે.

ગામડાના સરપંચો સાથે બેઠક કરી ટ્રેનના કામ માટે કર્યું આયોજન

મહત્વનું છે કે  ખેડા જિલ્લામાં બુલેટ ટ્રેનના 20 કીમીના પટ્ટામાંથી લગભગ 26 જેટલા ગામડાઓ આવે છે. ત્યારે આ તમામ ગામના સરપંચો સાથે પીપલગના  સરપંચ મનીષભાઈ સતત મીટીંગ કરી બુલેટ ટ્રેનનું કામ ક્યાંય પણ અવરોધમાં ન પડે તે રીતે સમજાવટ પણ કરી હતી.  આ 20 કીમીના પટ્ટામાં 26 ગામોની સીમમાથી પસાર થનારી બુલેટ  ટ્રેન આગામી દિવસોમાં ચરોતર માટે રોનકરૂપ ગણાશે..

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આ પ્રસંગે મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. જે ખેડૂતોની જમીન આ પ્રોજેક્ટમા ગઈ છે જેનુ વળતર મળવાનું છે તે જંત્રીના સવા છ ઘણું વધારે વળતર આપવામાં આવ્યું છે. અહીંયા લગભગ હાલ આ પ્રોજેક્ટ દરમિયાન 500થી વધુ લોકોને સ્થાનિકોને રોજગારી મળી રહી છે. 2 હજાર જેટલા કર્મચારીઓ દિવસ રાત અહીંયા મહેનત કરી રહ્યા છે. પીપલગ ગામના સરપંચ મનીષભાઈએ 26 જેટલા સરપંચો સાથે મીટીંગ કરી અને તેઓએ આગેવાનાની લીધે જમીનનું ઝડપથી પોઝિશન સોપાઈ જાય તે માટેની કામગીરી કરી છે અને માટે જ આજે 16 કિલોમીટરની અંદર પિલ્લરો ઊભા કરી દેવામાં આવ્યા છે. ઉત્તરસંડા પાસે નેશનલ હાઇવેથી એન્ટ્રી આવે તે રીતનુ સ્ટેશન પણ ઊભું કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ પ્રોજેક્ટ આવનાર દિવસોમાં નડિયાદ નહીં પરંતુ ચરોતરની રોનક ગણાશે.

Published On - 10:02 am, Sun, 18 September 22

Next Article