AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kheda: માતરના MLA કેસરીસિંહ સોલંકીને મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ જાહેરમાં ખખડાવ્યા, કહ્યુ- કીધુ નથી છતા ક્યાંથી આવી જાવ છો

Kheda: માતરના MLA કેસરીસિંહ સોલંકીને મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ જાહેરમાં ખખડાવ્યા, કહ્યુ- કીધુ નથી છતા ક્યાંથી આવી જાવ છો

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 06, 2022 | 3:27 PM
Share

ખેડાની માતર મામલતદાર કચેરીની મુલાકાતે પહોંચેલા મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ (Revenue Minister Rajendra Trivedi) બોગસ ખેડૂતોને આ ચેતવણી આપી છે. સાથે જ ખેડામાં માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી તેમના સ્વાગત માટે આવતા રાજેન્દ્ર ત્રિવેદી નારાજ થયા હતા.

રાજ્યમાં બનાવટી દસ્તાવેજથી (Fake Document) બોગસ ખેડૂત બનેલા લોકોની હવે ખેર નહીં. કોઇ પણ બોગસ ખેડૂતને (Bogus farmer) છોડવામાં નહીં આવે. ખેડાની માતર મામલતદાર કચેરીની મુલાકાતે પહોંચેલા મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ (Revenue Minister Rajendra Trivedi) બોગસ ખેડૂતોને આ ચેતવણી આપી છે. સાથે જ ખેડામાં (Kheda) માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી તેમના સ્વાગત માટે આવતા રાજેન્દ્ર ત્રિવેદી નારાજ થયા હતા અને જાહેરમાં જ કહી દીધુ હતુ કે, ‘તમને કહ્યું નથી તો પણ કેમ આવ્યા ?’

ખેડા જિલ્લામાં ખોટા દસ્તાવેજથી બોગસ ખેડૂત બન્યાં હોવાની ફરિયાદ બાદ રાજેન્દ્ર ત્રિવેદી માતર મામલતદાર કચેરીની મુલાકાતે પહોંચ્યાં હતા. મહેસૂલ વિભાગના કર્મચારીઓને સાથે રાખી બોગસ ખેડૂતો અંગે જાત તપાસ કરી હતી. આ પ્રસંગે ચેતવણી આપતા રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે ખોટા દસ્તાવેજથી ખેડૂત બનેલા બોગસ લોકો ચેતી જાય. બદઇરાદાથી સામુહિક જમીન ખરીદાય તેના પર સરકારની નજર છે. અમે બોગસ લોકોને જગતનો તાત નહીં બનવા દઇએ. સાથે જ કહ્યું કે, માતરમાં 2 હજાર વિઘા જમીન બનાવટી ખેડૂતોએ ખરીદી છે. તમામની જમીન જપ્ત કરાશે.

બીજી તરફ માતરના ધારાસભ્ય સ્વાગત માટે આવતા મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી નારાજ થઇ ગયા હતા. મહેસુલ પ્રધાને જાહેરમાં જ માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીનું અપમાન કર્યુ હતુ. રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યુ કે, ‘કીધુ નથી છતા ક્યાંથી આવી જાવ છો’. મહત્વનું છે કે પંચમહાલના જિમીરા રિસોર્ટમાં જુગાર રમતા ઝડપાયા બાદ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીને હાલોલ કોર્ટે 2 વર્ષની સજા ફટકારી હતી. જે પછી કેસરીસિંહ સોલંકીથી ભાજપ દૂરી બનાવી રહ્યુ છે. જિલ્લામાં મહત્વના કાર્યક્રમોથી કેસરીસિંહ સોલંકીને રાખવામાં દૂર આવે છે.

g clip-path="url(#clip0_868_265)">