AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kheda: નક્લી માર્કશીટ અને સર્ટિફિકેટ કૌભાંડના મુખ્ય ભેજાબાજ અખીલેશ પાંડેના 29 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર

Kheda: નક્લી માર્કશીટ અને સર્ટિફિકેટ કૌભાંડના મુખ્ય ભેજાબાજ અખીલાશે પાંડેના 29 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ખેડા LCBએ મુખ્ય સૂત્રધાર ડૉ. અખીલેશ પાંડેને નડિયાદ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા છે.

Kheda: નક્લી માર્કશીટ અને સર્ટિફિકેટ કૌભાંડના મુખ્ય ભેજાબાજ અખીલેશ પાંડેના 29 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 25, 2023 | 3:43 PM
Share

ખેડા જિલ્લાના નક્લી માર્કશીટ અને સર્ટિફિકેટ કૌભાંડના મુખ્ય સૂત્રધાર ડૉ. અખીલેશ પાંડેની ખેડા LCBએ દિલ્હીથી ધરપકડ કરી છે. આરોપીને આજે નડિયાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જેમા કોર્ટે તેના 29 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડ દરમિયાન અનેક ખુલાસા થવાની શક્યતા છે. ખેડા LCBની ટીમે ડૉ.અખિલેશ પાંડેની દિલ્લીથી ધરપકડ કરી છે. આરોપીને ઝડપી લેવા માટે LCBએ ફિલ્મી ઢબે છટકું ગોઠવ્યું હતું અને મુખ્ય સૂત્રધાર અખિલેશને ઉત્તરાખંડના દહેરાદુનથી દિલ્હી બોલાવ્યો હતો. દિલ્હી આવ્યા બાદ પોલીસે આરોપીને રંગેહાથ ઝડપી લીધો હતો.

ભેજાબાજ દહેરાદુનથી ચલાવતો હતો નક્લી માર્કશીટનું નેટવર્ક

મહત્વપૂર્ણ છે કે આરોપી અખિલેશ ઉત્તરાખંડના દહેરાદુનથી નકલીનું નેટવર્ક ચલાવતો હતો. આરોપીની ધરપકડ કર્યા બાદ હવે LCBએ આરોપી અખિલેશના રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરી. શક્યતા છે કે પોલીસ તપાસમાં માર્કશીટ કૌભાંડમાં મોટા ખુલાસા થઇ શકે છે.

રિમાન્ડ  દરમિયાન સામે આવશે ચોંકાવનારા ખૂલાસા

મુખ્ય ભેજાબાજ અખિલેશની ધરપકડ બાદ હવે પોલીસ સમગ્ર કૌભાંડમાં તપાસ શરૂ કરશે. પોલીસ તપાસના મુદ્દાઓ પર નજર કરીએ તો નકલી માર્કશીટ-સર્ટીફીકેટ કૌભાંડમાં કોની કોની સંડોવણી છે ? અત્યાર સુધી મુખ્ય આરોપી અખિલેશ ક્યાં છૂપાયો હતો ? નકલી માર્કશીટ અને સર્ટીફીકેટ કેટલા લોકોને આપ્યા ? નકલી માર્કશીટ-સર્ટીફીકેટ કેટલા રૂપિયામાં કાઢી આપતા હતા ? કેવી રીતે આરોપી નકલી માર્કશીટ-સર્ટીફીકેટ બનાવતો હતો? વગેરે સવાલોના જવાબ મેળવવામાં આવશે

આ પણ વાંચો: Breaking News: ખેડાના બોગસ માર્કશીટ કૌભાંડમાં ખેડા LCBએ મુખ્ય સૂત્રધાર ડૉ અખિલેશ પાંડેની દિલ્હીથી કરી ધરપકડ

ભેજાબાજ હોટેલ મેનેજમેન્ટનો ટ્રેનર

અત્યાર સુધીની પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સર્ટીફીકેટ અને માર્કશીટ કૌભાંડનો મુખ્ય માસ્ટર માઇન્ડ અખિલેશ પાંડે છે. અખિલેશ ફોન દ્વારા હરીશ શર્મા પાસે માર્કશીટ બનાવડાવતો હતો. અખિલેશ પાંડે હોટલ મેનેજમેન્ટનો ટ્રેનર છે અને આણંદ-અમદાવાદમાં શિક્ષકની નોકરી પણ કરી ચૂક્યો છે. ભેજાબાજ દિલ્હી અને હરિયાણાના શહેરોમાં શિક્ષક રહી ચૂક્યો છે. અખિલેશ નોકરી વાંચ્છુક યુવાનોને ટાર્ગેટ કરતો હતો અને વિદેશ જવા ઇચ્છતા યુવાનોને નકલી સર્ટીફીકેટ બનાવી આપતો હતો.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us
ગીર સોમનાથ: ડોળાસા-ઝાંઝરિયાને જોડતો નવો રોડ બનાવવા ગામલોકોની ઉગ્ર માગ
ગીર સોમનાથ: ડોળાસા-ઝાંઝરિયાને જોડતો નવો રોડ બનાવવા ગામલોકોની ઉગ્ર માગ
બોટાદમાં સતત ઠંડા વરસાદે કપાસના પાકને પહોંચાડ્યુ ભારે નુકસાન- Video
બોટાદમાં સતત ઠંડા વરસાદે કપાસના પાકને પહોંચાડ્યુ ભારે નુકસાન- Video
મહેસાણા: કડીના નંદાસણ પાસે કેમિકલયુક્ત પાણીથી ખેતી-આરોગ્ય જોખમમાં
મહેસાણા: કડીના નંદાસણ પાસે કેમિકલયુક્ત પાણીથી ખેતી-આરોગ્ય જોખમમાં
મનસુખ વસાવાએ ભ્રષ્ટાચાર અને પક્ષ શિસ્ત સામે કરી લાલ આંખ
મનસુખ વસાવાએ ભ્રષ્ટાચાર અને પક્ષ શિસ્ત સામે કરી લાલ આંખ
વડોદરામાં જાહેર રસ્તા પર ચેન સ્નેચિંગની ઘટના, CCTV આવ્યા સામે
વડોદરામાં જાહેર રસ્તા પર ચેન સ્નેચિંગની ઘટના, CCTV આવ્યા સામે
આજનું ભારત આતંકવાદનો જડબાતોડ જવાબ આપે છે, મન કી બાતમાં બોલ્યા PM મોદી
આજનું ભારત આતંકવાદનો જડબાતોડ જવાબ આપે છે, મન કી બાતમાં બોલ્યા PM મોદી
પરિવારમાં આવશે ખુશીના સમાચાર, જાણો આજનું રાશિફળ
પરિવારમાં આવશે ખુશીના સમાચાર, જાણો આજનું રાશિફળ
ફૂડ સેફ્ટી નિયમોનું પાલન જરૂરી: FDA કમિશનર તુકારામ મુંઢે
ફૂડ સેફ્ટી નિયમોનું પાલન જરૂરી: FDA કમિશનર તુકારામ મુંઢે
મકરબા બ્રિજની ખામીયુક્ત ડિઝાઇનથી ભારે ટ્રાફિકજામ
મકરબા બ્રિજની ખામીયુક્ત ડિઝાઇનથી ભારે ટ્રાફિકજામ
શાહપુરની રાજાજીની પોળમાં અધૂરા રોડ કામથી ગુણવત્તા પર પ્રશ્નાર્થ
શાહપુરની રાજાજીની પોળમાં અધૂરા રોડ કામથી ગુણવત્તા પર પ્રશ્નાર્થ
g clip-path="url(#clip0_868_265)">