Kheda: શાળા પ્રવેશોત્સવ દરમિયાન પંકજ દેસાઈએ કહ્યું, માતાપિતા પણ બાળકોના શિક્ષણમાં રસ લે તે જરૂરી

|

Jun 25, 2022 | 1:42 PM

વિધાનસભાના દંડક પંકજ દેસાઈએ જણાવ્યું કે, ગુજરાત સરકાર બાળકોના આરોગ્યની તપાસ પણ કરી રહી છે, સમયસર શાળામાં આરોગ્યની તપાસ થાય છે અને જો શાળામાં કોઈ બાળકને ગંભીર બીમારી જણાય તો સરકાર દ્વારા બીમારીનું નિદાન પણ નિ :શુલ્ક થાય છે.

Kheda:  શાળા પ્રવેશોત્સવ દરમિયાન પંકજ દેસાઈએ કહ્યું, માતાપિતા પણ બાળકોના શિક્ષણમાં રસ લે તે જરૂરી
Pankaj Desai at Narsanda primary school, Kheda

Follow us on

રાજ્ય સરકાર (State Government) ના કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત ખેડા (Kheda) જિલ્લામાં નડિયાદ (Nadiyad) તાલુકાની નરસંડા પ્રાથમીક શાળા, વડતાલ કુમાર પ્રાથમીક શાળા, વડતાલ કન્યા પ્રાથમીક શાળામાં વિધાનસભાના દંડક પંકજ દેસાઈની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નરસંડા પ્રાથમિક શાળા માં ધોરણ 1માં 10 બાળકોએ અને આંગણવાડીના 27 બાળકોએ પ્રવેશ મેળવ્યો તેમજ વડતાલ આંગણવાડી શાળામાં 26 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો. વડતાલ કુમાર પ્રાથમિક શાળામાં 12 વિદ્યાર્થીઓએ તથા વડતાલ કન્યા પ્રાથમિક શાળામાં 25 વિદ્યાર્થિનીઓએ ધોરણ 1 માં પ્રવેશ મેળવ્યો હતો. આ કાર્યક્રમમાં ધોરણ 1માં પ્રવેશતા બાળકોનું શાળામાં સ્વાગત કરી તેઓને પુસ્તકો, બેગ તથા યુનિફોર્મ આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત શાળામાં દરેક ધોરણમાં ઉત્કૃષ્ટ પરિણામ લાવનાર તથા સારી હાજરી ધરાવતા વિદ્યાર્થીઓનુ ભેટ આપી સન્માન કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે શાળાના વિવિધ બાળકો દ્વારા સરકારની મહત્વની યોજનાઓ અને વિવિધ મુદ્દાઓ ઉપર વક્તવ્ય આપવામાં આવ્યુ હતું અને શાળાઓમાં દંડક દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.

વિધાનસભાના દંડક પંકજ દેસાઈએ જણાવ્યું કે, શિક્ષણ ક્ષેત્રે આવેલા આમૂલ પરિવર્તનના પાયામાં કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની વિવિધ સર્વાંગી કલ્યાણકારી યોજનાઓ છે. પંકજ દેસાઈએ આધુનિક યુગમાં બાળકોને શિક્ષણનું મહત્વ સમજાવ્યું અને બાળકોના વાલીઓથી અનુરોધ કર્યો કે તેમના બાળકોની ઉજ્જવળ કારકિર્દી માટે શાળાએ તેમને આવવું જરૂરી છે, ગુજરાત સરકાર શિક્ષણ ક્ષેત્રે આમૂલ પરિવર્તન કરી રહી છે, તેમજ શિક્ષણની સાથે ગુજરાત સરકાર બાળકોના આરોગ્યની તપાસ પણ કરી રહી છે, સમયસર શાળામાં આરોગ્યની તપાસ થાય છે અને જો શાળામાં કોઈ બાળકને ગંભીર બીમારી જણાય તો સરકાર દ્વારા બીમારીનું નિદાન પણ નિ :શુલ્ક થાય છે.

આ સાથે પંકજ દેસાઈએ વિદ્યાર્થીઓને ઉત્તમ શિક્ષણ મળે તે હેતુ થી સ્કૂલ મેનેજમેન્ટ કમિટીના સભ્યોને શાળામાં શિક્ષણ તપાસ, શિક્ષણની ગુણવત્તા ચકાસણી, સ્કૂલની કાર્યપ્રણાલી સમયસર ચેક કરવાનું સૂચન કર્યું, જેથી વિદ્યાર્થીને શિક્ષા પ્રાપ્ત કરવામાં કોઈ મુશ્કેલીના પડે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

વધુમાં પંકજ દેસાઈએ જણાવ્યું કે, માત્ર શાળામાં અભ્યાસ પૂર્ણ કર્યેથી બાળકોનું ભવિષ્ય નહિ બની શકે. પરંતુ બાળક શાળાએથી ઘરે જાય ત્યારે માતા – પિતાએ પણ બાળકને પૂછવું જોઈએ કે આજે શાળામાં શુ અભ્યાસ કર્યો? શું લેશન આપ્યું? જો આમ કરવામાં આવશે તો ચોક્કસપણે બાળક ભવિષ્યમાં દેશનું નામ રોશન કરશે.

Published On - 1:38 pm, Sat, 25 June 22

Next Article