Kheda: પેટ્રોલ-ડીઝલની અછતની ચર્ચા વચ્ચે ડીઝલ ચોરીનું કૌભાંડ ઝડપાયું , લાખો રુપિયાના મુદ્દામાલ સાથે 5 આરોપી ઝડપાયા

|

Jun 17, 2022 | 1:25 PM

પેટ્રોલ-ડીઝલ (Petrol-diesel) ની અછત નહીં સર્જાય તેવી ખાતરી રાજ્ય સરકાર (State Government) આપી રહી છે, પરંતુ સ્થિતિ કંઇક અલગ જ છે. રાજ્યના વિવિધ શહેરોમાં પેટ્રોલ-ડીઝલની અછતની સ્થિતિ સર્જાઈ છે.

Kheda: પેટ્રોલ-ડીઝલની અછતની ચર્ચા વચ્ચે ડીઝલ ચોરીનું કૌભાંડ ઝડપાયું , લાખો રુપિયાના મુદ્દામાલ સાથે 5 આરોપી ઝડપાયા
ખેડા જિલ્લામાં ડીઝલ ચોરી કૌભાંડ ઝડપાયા

Follow us on

એક તરફ ગુજરાતમાં (Gujarat) પેટ્રોલ અને ડીઝલની (Petrol and diesel) અછત હોવાની ચર્ચા ચાલી રહી છે. અનેક પેટ્રોલ પંપ પર સ્ટોર ખુટી પડ્યો છે. ગુજરાતમાં 4 હજારથી વધુ પેટ્રોલ પંપ છે. જ્યાં, પેટ્રોલ તેમજ ડીઝલની સપ્લાયનો પ્રશ્ન ઘેરો બન્યો છે. છેલ્લા ત્રણ મહિનાથી BPCL અને HPCLમાંથી પુરવઠો અનિયમિત બન્યો છે. તેના કારણે પેટ્રોલ અને ડીઝલની સપ્લાય ઓછી છે. ત્યારે ખેડાના (Kheda)  હરિયાળા ગામ પાસેથી ડીઝલ ચોરીનું (Diesel theft) કૌભાંડ ઝડપાયું છે. બાતમીને આધારે SOGએ હરિયાળા ગામ પાસે ડીઝલ ચોરીના કૌભાંડનો પર્દાફાશ કરી પાંચ આરોપીઓને ઝડપી પાડ્યાં છે. સાથે સાથે આરોપીઓ પાસેથી લાખો રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે.

હરિયાળા ગામ પાસેથી ડીઝલ ચોરીનું કૌભાંડ ઝડપાયું

પેટ્રોલ-ડીઝલ (Petrol-diesel) ની અછત નહીં સર્જાય તેવી ખાતરી રાજ્ય સરકાર (State Government) આપી રહી છે, પરંતુ સ્થિતિ કંઇક અલગ જ છે. રાજ્યના વિવિધ શહેરોમાં પેટ્રોલ-ડીઝલની અછતની સ્થિતિ સર્જાઈ છે. હોલસેલ ગ્રાહક રિટેલ તરફ વળતા અનેક શહેરોના પેટ્રોલપંપો ખાલીખમ થઇ ગયા છે. કંપનીઓએ સપ્લાય ઘટાડી દેતા પેટ્રોલ-ડીઝલની તંગી ઉભી થઈ છે. તો બીજી તરફ ખેડા જિલ્લાના હરિયાળા ગામ પાસેથી ડીઝલ ચોરીનું કૌભાંડ ઝડપાયું છે. SOGએ ખેડાના હરિયાળા ગામ પાસેથી બાતમીને આધારે હરિયાળા ગામ પાસે ડીઝલ ચોરીના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. SOGએ ડીઝલના જથ્થા સાથે પાંચ આરોપીઓને ઝડપી પાડ્યાં છે. મળતી માહિતી મુજબ આરોપીઓ પેટ્રોલ પંપ પર મોકલવામાં આવતા ટેન્કરમાંથી ડીઝલની ચોરી કરતા હતા અને ચોરી કરેલા ડીઝલને બારોબાર વેચી મારતા હતા. SOGએ આરોપીઓ પાસેથી લાખો રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

રિટેલ પંપો પર પેટ્રોલ-ડીઝલના જથ્થામાં ઘટાડો

સૂત્રો મુજબ જથ્થાબંધ વપરાશકારો અગાઉ ઓઈલ કંપનીઓ પાસેથી પોતાની જરૂરિયાતનો જથ્થો મેળવતા હતા. જેથી તેઓ પોતાના વાહનોમાં રિટેલ પંપો પરથી ડીઝલ પુરાવવા લાગ્યા. જેથી રિટેલના વેચાણમાં 30થી 40 ટકાનો વધારો થયો છે અને રિટેલ પંપો પરના વેચાણમાં 138 ટકાનો વધારો થયો છે. એટલું જ નહિં રિટેલ કરતા હોલસેલમાં ડીઝલ 21 રૂપિયા મોંઘુ થયું છે. ખુદ સરકારનું એસટી નિગમ પણ ઓઈલ કંપનીઓ પાસેથી ડીઝલ ખરીદવાને બદલે દરેક ડેપો પાસેના રિટેલ પંપો પરથી ડીઝલ ખરીદી રહ્યુ છે. આજ રીતે ખાનગી કંપનીઓ અને ટ્રાન્સપોર્ટરો સહિતના અન્ય મોટા વપરાશકારો રિટેલ પંપો પરથી પોતાના વાહનોમાં ઈંધણ ભરાવવાનું શરૂ કર્યું છે. આ કારણે પણ રિટેલ પંપો પર પેટ્રોલ-ડીઝલના જથ્થામાં ઘટાડો થઈ રહ્યો છે.

Next Article