Kheda: કલેકટર કચેરીએ ચોમાસાની પૂર્વ તૈયારીની સમીક્ષા માટે બેઠક યોજાઈ, લોકો માટે 1077 ટોલ ફ્રી નંબર જાહેર કરાયો

|

Jun 02, 2022 | 6:52 PM

ખેડા(Kheda) જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. જેમાં પ્રિમોન્સૂન, વાવાઝોડું, ભારે વરસાદ તથા પૂર અંગે પૂર્વ તૈયારીની સમીક્ષા કરવામાં આવી હતી.આ બેઠક અંતર્ગત જિલ્લામાં પાછલા વર્ષોમાં પડેલ વરસાદના આંકડા અનુસાર આવનાર ચોમાસાની કામગીરી અંતર્ગત તાલુકા કન્ટ્રોલરૂમ, રેઈન ગેજ, ડી- વોટરિંગ પંપ, જનરેટર વગેરેની સમીક્ષા કરવામાં આવી હતી

Kheda: કલેકટર કચેરીએ ચોમાસાની પૂર્વ તૈયારીની સમીક્ષા માટે બેઠક યોજાઈ, લોકો માટે 1077 ટોલ ફ્રી નંબર જાહેર કરાયો
Kheda Collector Monsoon Preparation Review Meeting

Follow us on

ગુજરાતમાં(Gujarat)  આવનારા આવનાર ચોમાસા(Monsoon) માટે ખેડા(Kheda) જિલ્લામાં કાર્યરત કન્ટ્રોલરૂમ, રેઇન ગેજ, જનરેટર, ડી- વોટરિંગ પંપ વગેરેની તૈયારીની સમીક્ષા ખેડા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. જેમાં પ્રિમોન્સૂન, વાવાઝોડું, ભારે વરસાદ તથા પૂર અંગે પૂર્વ તૈયારીની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠક અંતર્ગત જિલ્લામાં પાછલા વર્ષોમાં પડેલ વરસાદના આંકડા અનુસાર આવનાર ચોમાસાની કામગીરી અંતર્ગત તાલુકા કન્ટ્રોલરૂમ, રેઈન ગેજ, ડી- વોટરિંગ પંપ, જનરેટર વગેરેની સમીક્ષા કરવામાં આવી હતી. વરસાદથી અસરગ્રસ્ત ગામોની યાદીમાં આવતા જિલ્લાના 167 ગામોમાં ચોમાસાની પૂર્વ તૈયારીના ભાગ રૂપે પ્રત્યેક તાલુકા લેવલે ૫ ટીમો તૈનાત કરવામાં આવી છે.

1077 ટોલ ફ્રી નંબર જાહેર કર્યો.

આ બેઠકમાં મંત્રી અર્જુનસિંહ ચૌહાણે તંત્ર દ્વારા વરસાદી પાણીનો નિકાલ, દુર્ઘટના નિવારવા માટેની તૈયારીઓ તંત્ર પાસેથી જાણી પોતાના મંતવ્ય રજુ કાર્ય હતા. ખેડા જિલ્લાના તમામ લોકોને કોઈ પણ હાલાકીનો સામનો કરવો ન પડે તે માટેની વ્યવસ્થા અંગેની સમીક્ષા મંત્રીએ કરી હતી. સમીક્ષા બેઠકમાં મંત્રીએ આરોગ્ય વિભાગની કામગીરી બિરદાવી તેમજ ચોમાસા દરમિયાન લોકોને કોઈ પણ હાલાકી પડે તે માટે 1077 ટોલ ફ્રી નંબર જાહેર કર્યો.

Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો

516 તરવૈયાઓ અને 199 આપદામિત્રો આપત્તિની સ્થિતિ માટે તૈયાર

આ ઉપરાંત સુજલામ સુફલામ યોજના હેઠળ જિલ્લામાં 173 તળાવો બનાવવાની કામગીરી ચાલુ છે. ઉલ્લેખનીય છે કે આ તળાવો બનવાથી વરસાદી પાણીનો યોગ્ય જતન થશે અને ગામોમાં પાણીની તંગીના પ્રશ્નો પણ ઘટશે. ચોમાસાની પૂર્વ તૈયારી અંતર્ગત જિલ્લામાં 135 આશ્રયસ્થાનો, એનજીઓ સંસ્થાઓ, 516 તરવૈયાઓ અને 199 આપદામિત્રો આપત્તિની સ્થિતિ માટે તૈયાર છે.જિલ્લા કલેક્ટર કે. એલ. બચાણી, જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવે, તથા અધિક નિવાસી કલેકટર બી. એસ. પટેલ સહિત ઉચ્ચ અધિકારીઓ તથા નોડલ અધિકારીઓની ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ હતી.

Published On - 6:44 pm, Thu, 2 June 22

Next Article