Kheda: નડિયાદ સ્પોર્ટસ કોમ્પ્લેક્સમાં ‘સાંસદ ખેલ સ્પર્ધા’નો સમાપન સમારંભ યોજાયો, જિલ્લાના 4800 યુવાનોએ પોતાની પ્રતિભા દર્શાવી

|

Jun 18, 2022 | 6:11 PM

આ સ્પર્ધામાં (competition) જિલ્લાના 4800 યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શહેર-તાલુકા મંડળની ટીમો બાદ જિલ્લાકક્ષાની ટીમો વચ્ચે કબડ્ડી, વોલીબોલ સ્મેશિંગ, રસ્સાખેચ, વોલીબોલ, કેરમ, સૂર્યનમસ્કાર, ચેસ, અને સ્કેટિંગ એમ 8 રમતોની સ્પર્ધા યોજાઇ હતી.

Kheda: નડિયાદ સ્પોર્ટસ કોમ્પ્લેક્સમાં ‘સાંસદ ખેલ સ્પર્ધા’નો સમાપન સમારંભ યોજાયો, જિલ્લાના 4800 યુવાનોએ પોતાની પ્રતિભા દર્શાવી
'સાંસદ ખેલ સ્પર્ધા'ના વિજેતાઓને પુરસ્કાર આપવામાં આવ્યા

Follow us on

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ (Prime Minister Narendra Modi) લોકસભા તથા રાજ્યસભાના સભ્યોને પોતાના રાજ્યમાં પોતાના મતવિસ્તારમાં ‘સાંસદ ખેલ સ્પર્ધા’ નું (MP sports competition) આયોજન કરવાનું આહ્વાન કર્યું હતું. જે અંતર્ગત દેશના તમામ સાંસદો પોતાના મતવિસતારમાં ‘સાંસદ ખેલ સ્પર્ધા’ નું આયોજન કરી રહ્યા છે. ખેડા જિલ્લાના સાંસદ એવા કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણ દ્વારા ખેડા (Kheda) જિલ્લામાં ‘સાંસદ ખેલ સ્પર્ધા’ અંતર્ગત મંડળ અને તાલુકાથી માંડીને જિલ્લા સ્તર સુધીની ખેલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાના વિજેતાઓને પુરસ્કાર આપવામાં આવ્યા હતા.

5 જૂનથી ‘સાંસદ ખેલ સ્પર્ધા’ શરુ થઇ હતી

17 જૂન 2022ના રોજ આ સાંસદ ખેલ સ્પર્ધાનો સમાપન સમારોહ યોજાયો હતો. આ સમાપન સમારંભમાં રાજ્યના પૂર્વ કેબિનેટ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રભાઈ ચુડાસમા, કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ, કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ, ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઇ દેસાઇ સહિત જિલ્લાના અગ્રણીઓ હાજર રહ્યા હતા. આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સાંસદ ખેલ સ્પર્ધા યોજવાનું આહ્વાન કર્યુ હતુ. જે અંતર્ગત ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ દ્વારા 5 જૂનથી સાંસદ ખેલ સ્પર્ધા શરુ કરાવવામાં આવી હતી.

આ સ્પર્ધામાં જિલ્લાના 4800 યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શહેર-તાલુકા મંડળની ટીમો બાદ જિલ્લાકક્ષાની ટીમો વચ્ચે કબડ્ડી, વોલીબોલ સ્મેશિંગ, રસ્સાખેચ, વોલીબોલ, કેરમ, સૂર્યનમસ્કાર, ચેસ, અને સ્કેટિંગ એમ 8 રમતોની સ્પર્ધા યોજાઇ હતી. ખેલ સ્પર્ધાના સમાપન પ્રસંગે આઠેય સ્પર્ધાની વિજેતા ટીમોને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ઇનામ વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આધુનિક સ્પોર્ટ્સ સંકુલમાં સ્પર્ધાનું આયોજન

આ પ્રસંગે વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈએ રાજ્યના અતિઆધુનિક સ્પોર્ટ્સ સંકુલમાંથી એક એવા નડિયાદ સ્પોર્ટ્સ સંકુલમાં 300 બોયઝ અને 300 ગર્લ્સની હોસ્ટેલ સહિત વિવિધ આધુનિક ખેલ ઈક્વિપમેન્ટ સાથેની સુવિધાઓને બિરદાવતા જિલ્લા સ્તરે આવી સ્પર્ધાનું આયોજન કરી જિલ્લાના યુવાનોની આવડતને નિખારવાની એક તક પૂરી પાડવા બદલ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી અને સાંસદ સ્પર્ધાના આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો.

કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણે રમત-ગમતના આયોજનોની ઝાંખી આપી

સાંસદ ખેલ સ્પર્ધા પ્રસંગે ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના મુખ્યમંત્રી કાળના સમયને યાદ કરતાં ‘રમશે ગુજરાત, જીતશે ગુજરાત’થી લઈ ને ‘ખેલો ઇન્ડિયા’ સુધીના રમત-ગમતના આયોજનોની ઝાંખી આપી હતી. ગુજરાતના ગૌરવ અને ડાંગ એકસપ્રેસ તરીકે ઓળખાતા સરિતા ગાયકવાડને યાદ કરી અર્જુનસિંહ દ્વારા ગરમીમાં પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા બદલ તમામ રમતવીરોનો આભાર માન્યો હતો અને તમામ ખેલાડીઓ રમતના તમામ સ્તરે ગુજરાત અને ભારતનું નામ રોશન કરે એવી શુભેચ્છાઓ આપવામાં આવી હતી.

કેન્દ્રીય રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી જ્યારે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી હતા, ત્યારે જે પ્રમાણે ખેલ મહાકુંભનો પ્રારંભ કર્યો હતો, તે જ વિચારને મોટું સ્વરૂપ આપી ભારતમાં ખેલો ઇન્ડિયા કાર્યક્રમની શરૂઆત કરી હતી. ખેલો ઇન્ડિયાના આહ્વાનમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાય તથા તેમના માતા-પિતા પણ તેમને સહકાર આપે અને આ યુવાનોની ટેલેન્ટ યોગ્ય રીતે બહાર નીકળે તે માટે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ છે.

સાથે જ રમતવીરોને પુરતું માર્ગદર્શન મળી રહે તેના માટે કોચની સુવિધા પૂરી પાડવા તથા યોગ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર પુરુ પાડવા માટે તેઓએ સાંસદોને પોતાના જિલ્લાના મતવિસ્તારોમાં સાસંદ સ્પર્ધાનું આયોજન કરવા આહ્વાન કર્યું હતું. ખેડા જિલ્લાના 4800 યુવાનોએ અતિ ઉત્સાહભેર આ ખેલ સ્પર્ધામાં જોડાઈ પોતાની ટેલેન્ટને એક આગવા સ્તરે લઈ જવાનો પ્રથમ પગથિયું ભર્યું છે. આ યુવાનો રાજ્ય તથા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની પ્રતિભા વિકસાવે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.

Next Article