Kheda : રઢુ ગામનું અનોખું મહાદેવનું મંદિર, 600 વર્ષથી ભગવાનને અર્પણ કરાયેલું શુદ્ધ ઘી હજુ બગડયું નથી

|

Sep 03, 2021 | 10:57 AM

ખેડા ધોળકા હાઇવે પર વાત્રક નદી કિનારે આવેલ રઢુ ગામ ,ગામમાં 600 વર્ષ પહેલા કોઈ મંદિર ન હતું. જેથી ગામના એક મહાદેવ ભક્ત નદી ઓળંગી પુનાજ ગામમાં ભક્તિ કરવા જતા હતા.

પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. ત્યારે આજે આપને ખેડા જીલ્લાના એક એવા મહાદેવ મંદિરના દર્શન કરાવવા જઈ રહ્યા છે. જ્યાં મહાદેવને ફળ, ફૂલ કે શ્રીફળ નહિ પણ અર્પણ કરવામાં આવે છે શુદ્ધ ઘી. અને આ પરંપરા છેલ્લા ૬૦૦ વર્ષથી ચાલી આવી છે.

ખેડા ધોળકા હાઇવે પર વાત્રક નદી કિનારે આવેલ રઢુ ગામ ,ગામમાં 600 વર્ષ પહેલા કોઈ મંદિર ન હતું. જેથી ગામના એક મહાદેવ ભક્ત નદી ઓળંગી પુનાજ ગામમાં ભક્તિ કરવા જતા હતા. જોકે નદીમાં પુર આવવાને કારણે ભાવિક ભક્તને પુનાજ ગામે 8 દિવસ સુધી જઈ શક્યા નહિ. જોકે મહાદેવના ભક્તને રાત્રી સપનામાં મહાદેવજી આવ્યાને પુનાજ ગામેથી જ્યોત લાવી રઢુ ગામમાં મુકવા જણાવવામાં આવ્યું.

અને વિક્રમ સવંત 1454ના રોજ પુનાજ ગામેથી જ્યોત લાવી રઢુ ગામમાં દેરી બનાવી સ્થાપિત કરવામાં આવી. ત્યારથી નિયમ બનાવવામાં આવ્યો હતો કે ગામમાં જેના ઘરે ગાય કે ભેંસ વિયાણ થાય તેનું પહેલું ઘી મંદિરની જ્યોતમાં પૂરી જવું. જે વાતને આજે 600 કરતા વધારે વર્ષો થઇ ગયા અને આજે પણ એ પરંપરા ચાલુ રહી છે.

રઢુ ગામમાં આવેલ કામનાથ મહાદેવ મંદિરના દર્શન કરવા રાજ્યના જુદા જુદા ભાગોમાંથી ભાવિક ભક્તો આવતા હોય છે. અને તેમાં પણ મંદિરના ત્રણ ઘીના કોઠારો જોવા ખાસ આવતા હોય છે. 600 વરસથી સતત એકત્ર કરવામાં આવતા ઘીની કોઠીઓમાં ક્યારેય ઘી બગડતું નથી. આ પણ એક જીવતો જાગતો મહાદેવજીનો ચમત્કાર માનવામાં આવે છે.

Next Video