Ahmedabad: ફૂટ ઓવરબ્રિજ પર જવા માટે 10થી 20 રૂપિયા ફી રાખવામાં આવશે, મે મહિનામાં ખૂલ્લો મૂકાય તેવી શક્યતા

Ahmedabad: ફૂટ ઓવરબ્રિજ પર જવા માટે 10થી 20 રૂપિયા ફી રાખવામાં આવશે, મે મહિનામાં ખૂલ્લો મૂકાય તેવી શક્યતા

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 13, 2022 | 6:52 AM

આ બ્રિજ પૂર્વ અને પશ્ચિમ કાંઠાની વચ્ચે પગપાળા જનારા અને સાયકલીસ્ટને સરળતાથી જોડશે. આઇકોનીક બીજ રીવરફન્ટ ડેવલપમેન્ટ તેમજ અમદાવાદ શહેર માટે એક સ્ટેટસ બનશે તથા આ બ્રીજ એક એન્જીનીયરિંગ અજાયબી તરીકે ઓળખાશે.

અમદાવાદ (Ahmedabad) ના લોકો હવે આગામી દિવસોમાં ફુટઓવરબ્રીજ (footoverbridge) ની મજા માણી શકશે. જે માટે 10થી 20 રૂપિયા સુધીની ફી ચૂકવવી પડી શકે છે. બ્રિજ મે મહિના સુધીમાં લોકાર્પણ કરાય તેવી શક્યતા છે. આ બ્રિજ પૂર્વ અને પશ્ચિમ કાંઠાની વચ્ચે પગપાળા જનારા અને સાયકલીસ્ટને સરળતાથી જોડશે. આઇકોનીક બીજ રીવરફન્ટ ડેવલપમેન્ટ તેમજ અમદાવાદ શહેર માટે એક સ્ટેટસ બનશે તથા આ બ્રીજ એક એન્જીનીયરીંગ અજાયબી તરીકે ઓળખાશે. તે 300 મીટર લાંબો 14 મીટર પહોળો છે. અત્યારે તેનું કામ અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે અને ટૂંક સમયમાં તેને જાહેર જનતા માટે ખોલવામાં આવશે. આમાં 2,100 મેટ્રિક ટન મેટલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

સાબરમતીના ફૂટ ઓવરબ્રિજની ડિઝાઇન અનોખી છે અને તેમાં વાઇબ્રન્ટ રંગો હશે. તે સંપૂર્ણપણે મેટલથી બનાવવામાં આવ્યો છે. જે પ્રવાસીઓ માટે નવો પિકનિક સ્પોટ બનશે. જો તમે એરિયલ વ્યૂ જોશો તો બ્રિજ એક જાયન્ટ ફિશ જેવો દેખાશે. રાત્રીના સમયે સુશોભિત કરવા માટે સરકાર દ્વારા મલ્ટી કલર લાઇટો મૂકવાનું આયોજન કરવામાં આવ્યું છે. તેનું બાંધકામ માર્ચ 2018ની આસપાસ શરૂ કરવામાં આવ્યું હતું.

ફૂટ ઓવર બ્રિજની અનોખી ડિઝાઇન લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. તે 2,100 મેટ્રિક ટન પાઈપો સાથે બનાવવામાં આવી રહ્યું છે, બ્રિજમાં RCC પાઇલ ફાઉન્ડેશન, સ્ટીલ સપોર્ટ અને RCC ફ્લોરિંગ હશે. તેની પેરાપેટ સ્ટેનલેસ સ્ટીલ અને કાચની બનેલી હશે. બ્રિજના છેડે પતંગના આકારમાં એક શિલ્પ મૂકાયું છે. બ્રિજ પર ડાયનેમિક એલઇડી લાઇટો ફીટ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ Ahmedabad : સાગરદાણ કૌભાંડમાં પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી વિરુદ્ધ વિશેષ અદાલતમાં ચાર્જશીટ દાખલ

આ પણ વાંચોઃ ગુજરાતમાં પથ્થરમારાઓની ઘટનાની કાર્યવાહીની સમીક્ષા માટે સીએમ ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published on: Apr 13, 2022 06:42 AM
g clip-path="url(#clip0_868_265)">