Gujarati Video: વડોદરાથી અમદાવાદ જઈ રહેલી ટ્રેનનો ડબ્બો ટ્રેક પરથી ખળી પડ્યો, 14 અને 15 ઓગસ્ટની અનેક ટ્રેન રદ

|

Aug 15, 2023 | 9:29 AM

સોમવારે ગુડ્સ ટ્રેનનો એક ડબ્બો ટ્રેક પરથી નીચે ઉતરી દયો હતો. જો કે આ ડબ્બો ગુડ્સ ટ્રેનનો હોવાને કારણે જાનહાની ટળી છે. જો કે ટ્રેનનો ડબ્બો ટ્રેક ઉપરથી ઉતરી જતા ટ્રેન વ્યવહારને અસર થઇ રહી છે.

Kheda: ખેડા જિલ્લામાં વડોદરાથી અમદાવાદ જઈ રહેલી ટ્રેનમાં (Train) વાત્રક નદીના (Vatrak river) બ્રિજ પાસે મોટી દુર્ઘટના બનતા રહી ગઇ છે. સોમવારે ગુડ્સ ટ્રેનનો એક ડબ્બો ટ્રેક પરથી નીચે ઉતરી દયો હતો. જો કે આ ડબ્બો ગુડ્સ ટ્રેનનો હોવાને કારણે જાનહાની ટળી છે. જો કે ટ્રેનનો ડબ્બો ટ્રેક ઉપરથી ઉતરી જતા ટ્રેન વ્યવહારને અસર થઇ રહી છે. રેલવેના વડોદરા ડિવિઝનના અધિકારીઓ ડબ્બાને ફરી ટ્રેક પર ચડાવવાની કામગીરીમાં જોતરાયા છે.

આ પણ વાંચો-Vishwakarma Yojana: વિશ્વકર્મા યોજના થશે લાગુ, જાણો કોને મળશે લાભ? લોનના વ્યાજ દરમાં પણ રાહત- લાલ કિલ્લા પરથી PM મોદીની મોટી જાહેરાત

ટ્રેનનો ડબ્બો ટ્રેક ઉપરથી ઉતરી જતા 14 અને 15 ઓગસ્ટે અમદાવાદ-વડોદરા વચ્ચેની અનેક ટ્રેનો રદ કરાઇ છે. વડોદરા-અમદાવાદ, આણંદ-અમદાવાદ, આણંદ-ગાંધીનગરની ટ્રેન રદ કરવામાં આવી છે.

14 ઑગસ્ટ 2023એ  આ ટ્રેન સંપૂર્ણ રદ થઇ હતી

  • ટ્રેન નંબર 09315 વડોદરા-અમદાવાદ સ્પેશિયલ
  • ટ્રેન નંબર 09274 અમદાવાદ-આણંદ સ્પેશિયલ
  • ટ્રેન નંબર 09327 વડોદરા-અમદાવાદ સ્પેશિયલ
  • ટ્રેન નંબર 09275 આણંદ-ગાંધીનગર સ્પેશિયલ

15 ઑગસ્ટ 2023ની રદ કરાયેલી સંપૂર્ણ ટ્રેનો

  • ટ્રેન નંબર 20947 અમદાવાદ-એકતાનગર જનશતાબ્દી એક્સપ્રેસ
  • ટ્રેન નંબર 20950 એકતા નગર-અમદાવાદ જનશતાબ્દી એક્સપ્રેસ
  • ટ્રેન નંબર 09318 આણંદ-વડોદરા સ્પેશિયલ
  • ટ્રેન નંબર 09316 અમદાવાદ-વડોદરા સ્પેશિયલ
  • ટ્રેન નંબર 09276 ગાંધીનગર-આણંદ સ્પેશિયલ

આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો

  • ટ્રેન નંબર 20950 એકતા નગર – અમદાવાદ જન શતાબ્દી એક્સપ્રેસ 14 ઓગસ્ટ 2023 વડોદરા અને અમદાવાદ વચ્ચે રદ રહેશે.

ખેડા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો

Published On - 9:24 am, Tue, 15 August 23

Next Video