Kheda: કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, ઓવરટેકિંગ દરમિયાનના અકસ્માતે લીધા 4 ના જીવ
Kheda: કપડવંજથી મોડાસા રોડ પર વહેલી સવારે અકસ્માત થયાના અહેવાલ છે. કાવઠ પાટીયા નજીક કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
ખેડાથી અકસ્માતની દુખદ ઘટના સામે આવી છે. કપડવંજથી મોડાસા રોડ પર વહેલી સવારે અકસ્માત થયાના અહેવાલ છે. કાવઠ પાટીયા નજીક કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. દુખદ વાત એ છે કે આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે. ઓવરટેકિંગ દરમિયાન અકસ્માત સર્જાયો હોવાની વિગત સામે આવી છે. અકસ્માતમાં 4ના ઘટનાસ્થળે મોત થયા હતા, જ્યારે 1 વ્યક્તિ ઇજાગ્રસ્ત હોવાનું માલુમ પડ્યું છે.
ઘટનાની જાણ થતા કપડવંજ રૂરલ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. અને ઈજાગ્રસ્તને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો. ચારેય મૃતકોને પોસ્ટ મોર્ટમ અર્થે કપડવંજ સામુહિક આરોગ્ય કેન્દ્ર લઈ જવામાં આવ્યા છે.
તો બીજી તરફ બનાસકાંઠામાં પણ અકસ્માતની ઘટના બની છે. અમીરગઢ પાસે નેશનલ હાઇવે પાસે ખાનગી બસ પલ્ટી જતા અકસ્માત સર્જાયો છે. માહિતી પ્રમાણે અકસ્માતમાં 10 થી વધુ મુસાફરોને ઇજા પહોંચી છે. ત્યારે ઇજાગ્રસ્ત મુસાફરોને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઘટનાની જાણ થતા જ અમીરગઢ પોલીસે ઘટના સ્થળે પહોંચી રાહત કામગીરી કરી હતી.
આ પણ વાંચો: Banaskantha: અમીરગઢ નેશનલ હાઇવે પાસે ખાનગી બસ પલ્ટી, સર્જાયો મોટો અકસ્માત
આ પણ વાંચો: Rain Alert: આગામી 24 કલાક રાજ્યમાં ભારે વરસાદની આગાહી, જાણો શું કહ્યું હવામાન વિભાગે
CJP પ્રોટેસ્ટમાં વિરોધ કરવા ગઈ ને લેવાના દેવા પડી ગયા; જુઓ Viral Video
વડોદરાને વધુ 30 ઇ-બસની ભેટ, 29 કિમી વિસ્તારના લોકોને થશે ફાયદો!
સુરતમાં 'GUCCI'ના નકલી પરફ્યુમનું કૌભાંડ પકડાયું, વેપારી ઝડપાયો!
મહિલા ડોકટરની માનવતા, ગરબા રમવાનું છોડી સારવાર આપી બચાવ્યો દર્દીનો જીવ
