કાકડી સલાડ જ નહી, સૌંદર્યને પણ નિખારે છે, અજમાવવા માંગતા હોવ તો વાંચો આ લેખ

|

Sep 29, 2020 | 3:16 PM

કાકડી ઠંડકની સાથે તાજગીથી ભરપૂર હોય છે. તેનાથી આંખોને આરામ મળે છે. અને શરીરને એનર્જી પણ. સલાડ સિવાય સૌંદર્યને નિખારવા માટે પણ કાકડીના ઉપયોગો જાણીને તમને આશ્ચર્ય થશે. 1). ઘણા લોકો થાકી જાય છે ત્યારે તાજગી મેળવવા કોફી, સોડા કે અન્ય કેફીનયુક્ત પદાર્થો પીએ છે. પણ તેનું વધુ પડતું સેવન સારું નથી હોતું. તેની જગ્યાએ […]

કાકડી સલાડ જ નહી, સૌંદર્યને પણ નિખારે છે, અજમાવવા માંગતા હોવ તો વાંચો આ લેખ

Follow us on

કાકડી ઠંડકની સાથે તાજગીથી ભરપૂર હોય છે. તેનાથી આંખોને આરામ મળે છે. અને શરીરને એનર્જી પણ. સલાડ સિવાય સૌંદર્યને નિખારવા માટે પણ કાકડીના ઉપયોગો જાણીને તમને આશ્ચર્ય થશે.

1). ઘણા લોકો થાકી જાય છે ત્યારે તાજગી મેળવવા કોફી, સોડા કે અન્ય કેફીનયુક્ત પદાર્થો પીએ છે. પણ તેનું વધુ પડતું સેવન સારું નથી હોતું. તેની જગ્યાએ તમે કાકડીનો ઉપયોગ કરી શકો છો. તેમાં રહેલા વિટામિન બી અને કાર્બોહાઇડ્રેટ એનર્જી અને તાજગીનો મોટો સ્ત્રોત છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

2). સ્ટેનલેસ સ્ટીલના વાસણ અને નળને સાફ કરવા કેમિકલયુક્ત ક્લીનરનો ઉપયોગ કરો છો, તો કાકડીના એક મોટા ટુકડાથી તેને ઘસીને સાફ કરી જુઓ, તેનાથી હાથોને પણ કોઈ નુક્શાન નહિ થાય.

3). જો તમને તાત્કાલિક અને સરળ ફેશિયલ લુક જોઈએ છે તો, કાકડીના ટુકડાને પાણીમાં નાંખીને ઉકાળી લો. અને ચહેરા પર તેની સ્ટીમ લો. ચહેરો સાફ અને ચમકદાર દેખાશે.

4). માથાના દુઃખાવા માટે વારંવાર દવા લેવાના બદલે અડધી કાકડી ખાઓ અને સુઈ જાઓ, જલ્દી આરામ મળશે. કાકડીમાં વિટામિન બી, શુગર અને ઇલેક્ટ્રોલાઇટ્સ સારા પ્રમાણમાં હોય છે, જે શરીરમાં ઓછા થયેલા પોષકતત્વોની ભરપાઈ કરે છે.

5). તેનાથી મોઢાની વાસ દૂર થાય છે. કાકડીના ટુકડાને એક મિનિટ સુધી તાળવા પર ચીપકાવીને રાખો, તેનાથી કાંદા લસણની ગંધ જલ્દી જતી રહેશે. તડકામાં સનબર્નથી થતા બળતરામાં પણ રાહત આપે છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article