Rain in Kutch: કચ્છના અંજારમાં આભ ફાટયું, 2 કલાકમાં 7 ઇંચ વરસાદ વરસ્યો, ભૂજ હાઈવે પર ટ્રાફીક જામ
Rainfall Report: કચ્છના અંજારમાં માત્ર બે કલાકમાં જ 7 ઈંચ વરસાદ વરસ્યો હતો. સાત ઈંચ વરસાદને પગલે અંજાર શહેરના આંતરિક અને અંજારને જોડતા રસ્તાઓ પર પાણી ભરાઈ જવાને લઈ રસ્તાઓ બંધ થઈ જવા પામ્યા હતા.
કચ્છ જિલ્લામાં શુક્રવારે ધોધમાર વરસાદ વરસ્યો છે. અંજારમાં જાણે કે વાદળ ફાટ્યુ હોય એવી સ્થિતી જોવા મળી હતી. કચ્છના અંજારમાં માત્ર બે કલાકમાં જ 7 ઈંચ વરસાદ વરસ્યો હતો. સાત ઈંચ વરસાદને પગલે અંજાર શહેરના આંતરિક અને અંજારને જોડતા રસ્તાઓ પર પાણી ભરાઈ જવાને લઈ રસ્તાઓ બંધ થઈ જવા પામ્યા હતા. શહેરમાં મોટાભાગના રસ્તાઓ પર પાણી વહેવા લાગતા અવરજવર કરવી મુશ્કેલ બની ગઈ હતી. તો કેટલાક રસ્તાઓ બંધ થઈ ગયા હતા.
અંજાર ખેડાઈ અને જરુ ખોખરા રોડ પર પણ પાણી ફરી વળતા અવર જવર બંધ થઈ હતી., ભૂજ અંજાર હાઈવે પર પણ પાણી ભરાઈ જવાને લઈ વાહનવ્યવહાર બંધ થઈ ગયો હતો. લાંબો સમયથી ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા હતા. ભૂજ અંજાર હાઈવે પર પાંચેક કિલોમીટર લાંબો ટ્રાફીક જામ થયાના દ્રશ્યો સર્જાયા હતા. ગાંધીધામમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગાંધીધામમાં પણ રસ્તાઓ પર પાણી ભરાઈ જવા પામ્યા હતા. જ્યાં ડ્રેનેજ લાઈનની સાફ સફાઈના અભાવે પાણીના ભરાવા વધારે થયો હોવાની ફરિયાદો ઉઠી હતી.